- અંબાજી લાઇવ દર્શન
- ઊંઝા, ઉમિયા માતાજી લાઇવ દર્શન
- આરતી માટે બદલાયો નિયમ, જાહેરમાં આરતી માટે મંજૂરી જરૂરી
આજે નવમું નોરતું
આજે નવરાત્રીનો નવમો દિવસ છે. આજે છેલ્લું નોરતું એટલે કે નવમું નોરતું છે. નવરાત્રીનો આ છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત હોય છે. એવી માન્યતા છે કે માતાના આ નવમા સ્વરૂપની ઉપાસના કરવાથી વ્યક્તિને યશ, ધન, મોક્ષ અને તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં તમામ દેવી દેવતાઓને પણ માતા સિદ્ધિદાત્રીએ જ સિદ્ધિ આપી છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ કમળ પર બિરાજમાન છે અને તેમના હાથોમાં કમળ, શંખ, ગદા, સુદર્શન ચક્ર છે. સિદ્ધિદાત્રી દેવી સરસ્વતીનું પણ સ્વરૂપ છે. માતા સરસ્વતી જ્ઞાનના દેવી તરીકે પૂજાય છે. દેવી પૂરાણમાં કહેવાયું છે કે ભગવાન શિવને પણ માતા સિદ્ધિદાત્રીની કૃપાથી જ સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ હતી. તેમની અનુકંપાથી જ ભગવાન શિવનું અડધુ શરીર નારીનું થયું હતું. આ કારણે તેઓ અર્ધનારેશ્વર તરીકે પણ પ્રસિદ્ધ થયાં.