Assembly Elections 2020

ASSOCIATED BY

IN PARTNERSHIP WITH

અમદાવાદ: જૂની બોટલમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ, કૂતરા ભરતાં 'ફિલ્ડીંગ'


Updated: August 4, 2022, 9:05 PM IST
અમદાવાદ: જૂની બોટલમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ, કૂતરા ભરતાં 'ફિલ્ડીંગ'
જૂની બોટલમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

આરોપી એસેન્સ (કલર), આલ્કોહોલ અને પાણી મિક્ષ કરીને દરોજ અલગ-અલગ મોંઘી કિંમતનું ઈંગ્લિશ દારૂ બનાવીને બોટલોમાં સિલ કરીને વેચાણ કરતાં હતા.

  • Share this:
અમદાવાદ: બોટાદ કેમિકલ કાંડ બાદ દેશી દારૂનું વેચાણ કરતાં લોકો પર પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે, ત્યારે આણંદમાં નકલી દારૂ ફેક્ટરી બાદ અમદાવાદમાં પણ નકલી ઈંગ્લિશ દારૂ બનાવતી  ફેક્ટરી પકડાઈ છે. અમદાવાદમાં ન્યૂ રાણીપમાં આવેલી જૂની કાચની બોટલની ગોડાઉનમાં  ભંગારના નામે નકલી ઈંગ્લીશ દારૂ બનાવમાં આવતો હતો. ન્યૂ રાણીપમાં આવેલી ગોડાઉનમાં શંકર મારવાડી નામના વ્યક્તિ અને મોહમ્મદ છીપા નામના આરોપી એસેન્સ (કલર), આલ્કોહોલ અને પાણી મિક્ષ કરીને દરોજ અલગ-અલગ મોંઘી કિંમતનું ઈંગ્લિશ દારૂ બનાવીને બોટલોમાં સિલ કરીને વેચાણ કરતાં હતા.

રોજ 1 લાખનું દારૂ વેચતા

શંકર મારવાડી નામના આરોપીએ આ જગ્યા 10 હજાર રૂપિયાના માસિક ભાડે રાખી હતી અને છેલ્લા 6 મહિનાથી શંકર અને મોહમ્મદ છીપા નામના આરોપી દારૂની ખાલી બોટલો લાવીને નકલી ઈંગ્લિશ દારૂ બનાવતા હતા. તેઓ દરરોજ 1 લાખથી પણ વધારે કિંમતનો દારૂ વેચાણ કરતાં હોય તેવી પ્રાથમિક માહિતી મળી છે.



ગાર્ડ તરીકે રાખ્યા હતા કૂતરા

પોલીસ કે કોઈ અજાણી વ્યક્તિ ગોડાઉનની અંદર પ્રવેશી ના શકે તે માટે 3 કૂતરાઓ રાખ્યા હતા. જેથી કોઈ બહારની વ્યક્તિ આવે તો સીધા જ તેની પર હુમલો કરે. પીસીબીએ બાતમીના આધારે રેડ કરીને મોહમ્મદ છીપા નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે શંકર મારવાડી નામનો આરોપી ફરાર છે.આ પણ વાંચો: ઓનલાઇન જુગારમાં બરબાદ થયો ડોક્ટર, દેવું ભરવા ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ

મહત્વનું છે કે, જે વ્યક્તિએ આ જગ્યા ભાડે આપી હતી તેને આ કાળા કારોબારની ખબર હતી કે નહીં?  આ મામલે પીસીબીના અધિકારી ટી આર ભટ્ટનું કહેવું છે કે, આ લોકો આ ખાલી બોટલો ક્યાંથી લાવતા હતા અને કોણ-કોણ સામેલ છે તે તપાસનો વિષય છે. આ તમામ તપાસમાં સામે આવશે. હાલ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કામગીરી કરવામાં આવી રહી છે.
Published by: Azhar Patangwala
First published: August 4, 2022, 9:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading