જે ઉંમરે મંદિર જવાનું હોય તે ઉંમરે 68 વર્ષના વૃદ્ધ જેલ હવાલે થયા, કારણ જાણી તમે દંગ રહી જશો
Updated: February 4, 2023, 12:04 AM IST
10 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર આરોપીની મહારાષ્ટ્રમાંથી ધરપકડ.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ ઇન્દોર ખાતે ભાગી ગયો હતો અને ત્યાર બાદ પોલીસથી બચવા માટે ત્યાંથી ખંડવા અને ત્યાર બાદ મહારાષ્ટ્રમાં હોટેલમાં રોકાઈ ગયો હતો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 10 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપીએ પોતાની પત્ની ઉપર શંકા રાખીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ ગિરફ્તમાં આવેલ આરોપીનું નામ છે ભિમસિંગ પાટીલ છે. જેમની ઉંમર હાલમાં 68 વર્ષની છે પરંતુ 58 વર્ષની ઉંમરે પોતાની પત્નીની હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપીએ વર્ષ 2013માં એલ્યુંમિનિયમના દસ્તાથી પોતાની પત્નીને માથાના ભાગે મારીને હત્યા કરી નાખી હતી. આરોપીને પોતાની પત્ની ઉપર જે તે સમય ચારિત્ર્ય ઉપર શંકા હતી અને જેના કારણે તેને પોતાની પત્નીની હત્યા કરી હતી.
આ પણ વાંચો: ગ્લેમર બાબતે ઉર્ફીને તેની બહેન અસ્ફી જાવેદ આપે છે ટક્કર, કોણ વધુ બોલ્ડ તે નક્કી કરવું મુશ્કેલપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ ઇન્દોર ખાતે ભાગી ગયો હતો અને ત્યાર બાદ પોલીસથી બચવા માટે ત્યાંથી ખંડવા અને ત્યાર બાદ મહારાષ્ટ્રમાં હોટેલમાં રોકાઈ ગયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોલીસથી બચવા માટે હોટેલમાં હેલ્પર તરીકે કામ કરતો હતો અને જાહેરમાં ખુબજ ઓછું બહાર નીકળતો હોવાનુ સામે આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચ ટેકનિકલ અને બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં સામે આવ્યું કે આરોપી ક્રિષ્ના હોટેલ, ગામ - પાલધી, નાગપુર જલગાંવ નેશનલ હાઇવે નંબર 6, જિલ્લો જલગાંવ, મહારાષ્ટ્રમાં છુપાયો છે અને જે માહિતીના આધારે તપાસ કરતા તે મળી આવ્યો હતો અને ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચે ત્યાંથી તેની ધરપકડ કરી લીધી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ આરોપીને પકડીને અમરાઈવાડી પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે.
Published by:
rakesh parmar
First published:
February 4, 2023, 12:03 AM IST