અમદાવાદ: આ ગઠિયો એવી છેતરપિંડી કરતો કે પોલીસ માથું ખંજવાળવા લાગી, વાંચો કિસ્સો
Updated: June 26, 2022, 7:06 AM IST
હિંમતનગરના રહેવાસી કનૈયાલાલ મહેતા નામના આરોપીની ધરપકડ કરી છે.
Ahmedabad Crime news: જાણવા મળ્યું હતું કે, આરોપી કનૈયાલાલ મહેતા જુદા જુદા ગામમાં રહેવા માટે જતો હતો અને ત્યાં રસોઈ બનાવતા લોકોનો સંપર્ક કરીને તેમની પાસેથી રસોઈના વાસણો ભાડેથી લઇ જતો હતો
અમદાવાદ: શોર્ટ કટથી રૂપિયા કમાવવા માટે ગઠીયાઓ નત નવા કિમિયા અપનાવતા હોય છે. ક્યારેય વિચાર્યું ન હોય તેવી મોડસ ઓપરેન્ડીથી ગઠિયાઓ છેતરપિંડી (fraud) આચરતા હોય છે. આવા જ એક ગઠિયાની ગાંધીનગરના (Gandhinagar) રખિયાલ (Rakhiyal Police) પોલીસે ધરપકડ કરી છે. આરોપી રસોઈ બનાવવાના વાસણો ભાડેથી લઈ જતો હતો અને બારોબાર વેચી દેતો હતો.
ગાંધીનગરના રખિયાલ પોલીસે હિંમતનગરના રહેવાસી કનૈયાલાલ મહેતા નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન એક ઇકો કાર ચાલકને રોક્યો હતો.
ગાડીમાં રસોઈના વાસણો હોવાથી આ બાબતે પોલીસે તેની પૂછપરછ કરી હતી. ત્યારે કાર ચાલકે તેની સાથે રહેલા વ્યક્તિએ કાર ભાડે કરી હોવાનુ જણાવ્યું હતું. જેથી પોલીસે વાસણો બાબતે તેની પણ પૂછપરછ કરી હતી. પરંતુ તેણે સંતોષકારક જવાબ ના આપતા પોલીસે તેની ઉલટ તપાસ શરૂ કરી હતી.
હિંમતનગરના રહેવાસી કનૈયાલાલ મહેતા નામના આરોપીની ધરપકડ કરી છે.
જેમાં જાણવા મળ્યું હતું કે, આરોપી કનૈયાલાલ મહેતા જુદા જુદા ગામમાં રહેવા માટે જતો હતો અને ત્યાં રસોઈ બનાવતા લોકોનો સંપર્ક કરીને તેમની પાસેથી રસોઈના વાસણો ભાડેથી લઇ જતો હતો. જે બાદમાં આ વાસણો વેચી દઈને રૂપિયા મેળવી લેતો હતો. આરોપી પાસેથી પોલીસે નાના મોટા 38 નંગ વાસણ કબ્જે કર્યા છે.
પકડાયેલા આરોપીએ છેલ્લા ત્રણ માસમાં અમદાવાદ, જેતપુર, તલોદ, છાલા, તાજપુર અને લીલછામાં આ પ્રકારે છેતરપિંડીના ગુનાને અંજામ આપ્યો છે. જ્યારે અગાઉ પણ સાબરકાંઠામાં અલગ અલગ ગુનામાં પકડાઈ ચૂક્યો છે. હાલ માં પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. જોકે તપાસ દરમિયાન અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.