અમદાવાદ: 10 લાખ ન હોવાથી માતા-પિતા પુત્રીની એનિવર્સરીના ફંક્શનમાં ન જઈ શક્યા
Updated: February 4, 2023, 10:12 AM IST
યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી
OMG! દહેજના દસ લાખ ન હોવાથી માતા પિતા દીકરીની મેરેજ એનિવર્સરીના ફંક્શનમાં ન જઈ શક્યા, અમદાવાદનો કિસ્સો
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીને લગ્ન બાદ સાસરિયાઓ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્નનું એક વર્ષ પૂર્ણ થતાં મેરેજ એનિવર્સરીનું ફંક્શન સાસુએ રાખવાનું કહી યુવતીને તેના માતા-પિતાને દસ લાખ લઈ આવવા કહ્યું હતું. જોકે યુવતીના માતા-પિતા દસ લાખની સગવડ ન કરી શકતા તેઓ આ ફંક્શનમાં જઈ શક્યા નહોતા. આમ, યુવતીને પિયર લઈ જવાનું કહેતા અને આ પ્રકારનો ત્રાસ આપતા યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
માતા-પિતાને 10 લાખ રૂપિયા લઈને ફંકશનમાં બોલાવવા કહ્યું
શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીના વર્ષ 2020માં દાણીલીમડા ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી. લગ્નના એક વર્ષ સુધી પતિ સહિતના સાસરિયાઓએ આ યુવતીના સારી રીતે રાખી હતી. બાદમાં સાસુ સસરાએ આ યુવતીને લગ્નનું એક વર્ષ પૂરું થવાનું હોવાથી મેરેજ એનિવર્સરીનો પ્રોગ્રામ ગોઠવવાનો છે તેમ કહી યુવતીને તેના માતા-પિતાને 10 લાખ રૂપિયા લઈને ફંકશનમાં બોલાવવા કહ્યું હતું. યુવતીએ આ બાબતને લઈને તેના માતા પિતાને જાણ કરી હતી. પરંતુ યુવતીના માતા-પિતાને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પૈસાની સગવડ ન થતા તેના માતા-પિતા ફંક્શનમાં આવી શક્યા નહોતા.
આ પણ વાંચો: લાકડા લેવા સીમમાં ગયેલા દેરાણી-જેઠાણીની ઘાતકી હત્યા, કારણ અકબંધ
સાસરીયાઓ યુવતી સાથે ઝઘડો કરી માર મારતા
આ વાતને લઈને ફંકશનના બે દિવસ બાદ યુવતીનો પતિ તથા સાસુ સસરાએ અલગ-અલગ બાબતોને લઈને તેને મહેણા મારી માનસિક હેરાન પરેશાન કરવાનું કરવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, સાસરીયાઓ યુવતી સાથે બોલાચાલી ઝઘડો કરી માર મારતા હતા. યુવતી પોતાનો સંસાર બચાવવા પ્રાઇવેટ નોકરી કરી જાતે પોતાનો ખર્ચ ઉપાડવા લાગી હતી. યુવતીની સાસુ દર મહિને તેની પાસેથી 5000 રૂપિયા પણ લેતી હતી. એક દિવસ યુવતી તેની નોકરી હતી ત્યારે તેના પતિએ તાત્કાલિક ફોન કરીને ઘરે બોલાવી હતી. ત્યાં તેના સાસરા પક્ષના લોકો હાજર હતા અને તે લોકોએ જણાવ્યું કે, તારા માતા-પિતા દસ લાખ રૂપિયા આપશે તો જ તને તારા ભાઈના લગ્ન પ્રસંગમાં જવા મળશે. જેથી યુવતીએ આ બાબતે તેની માતાને ફોનથી જાણ કરી હતી. જેથી યુવતીની માતા ને કંઈક અજુગતું લાગતા તાત્કાલિક દીકરીના ઘરે આવી હતી.યુવતીના સાસરિયાઓએ યુવતીની માતાને તમારી દીકરીને લઈ જાઓ અને જ્યારે તમે 10 લાખ આપશો ત્યારે જ અમે લેવા આવીશું, તેમ કહેતા યુવતીની માતા તેને પિયરમાં લઈ ગઈ હતી. એક દિવસ સાસરિયાંઓએ યુવતીના પિતાને ફોન કરી દીકરીને લઈને આવો આપણે બેસીને વાત કરીએ, તેમ કહેતા યુવતીના પિતા દિકરી સાથે તેના સાસરે ગયા હતા. જ્યાં સાસરીયાઓએ રૂપિયા લઈને આવ્યા છો તેમ પૂછતા યુવતીના પિતાએ ના પાડી હતી. જેથી ફરી એક વખત તેમને જતા રહેવાનું કહેતા યુવતીએ કંટાળીને સાસરીયાઓ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:
Azhar Patangwala
First published:
February 4, 2023, 10:12 AM IST