અમદાવાદની રથયાત્રાનું વડાપ્રધાન મોદીને અપાયું આમંત્રણ, પીએમ મોકલાવે છે દરવર્ષે પ્રસાદ


Updated: June 26, 2022, 2:13 PM IST
અમદાવાદની રથયાત્રાનું વડાપ્રધાન મોદીને અપાયું આમંત્રણ, પીએમ મોકલાવે છે દરવર્ષે પ્રસાદ
રથયાત્રાના પર્વ પર  મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ મંદિરના મહંતને ભેટ આપે છે

Rathyatra latest news: વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજે મુસ્લિમ સમાજના અગ્રણી રોફ બંગાળી દ્વારા મહંત દિલીપદાસજીને રથ ભેટમાં આપી અને રથયાત્રાની શુભેચ્છા પાઠવી.

  • Share this:
અમદાવાદ: 145મી રથયાત્રાની (Ahmedabad Rathyatra) તૈયારીઓ ચાલી રહી છે. 1 જુલાઈના ભગવાન જગન્નાથ (Jagannath Temple, Ahmedabad) નગરચાર્યએ નીકળે. રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Mann ki Baat) મન કી બાતમાં અમદાવાદ જગન્નાથ ભગવાનની રથયાત્રાનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને પણ તેમની યાદગાર પળોને ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, રથયાત્રામાં પહિંદ વિધિ કરવાનો લ્હાવો મળ્યો હતો. ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું જગન્નાથ મંદિર સાથે એક પરિવાર જેવો નાતો છે દરેક સમયે  નરેન્દ્રભાઈ મોદી જગન્નાથ મંદિરને યાદ કરે છે અને રથયાત્રામાં પ્રસાદ પણ મોકલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રથયાત્રાનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

145મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે મંદિરનો શણગાર મંદિરની સુરક્ષા પૃથ્વી સુરક્ષા રૂટ ઉપરની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ જગન્નાથ મંદિરમાં પોલીસ દ્વારા મંદિર પરિસરમાં ચેકિંગ કરવામાં આવ્યું સાથે જ રથયાત્રામાં રેપિડ એક્શન ફોર્સ પણ તૈનાત રહેશે રેપિડ એક્શન ફોર્સ પણ આજે મંદિરની મુલાકાત લીધી ભગવાન અને ભક્તની સુરક્ષા માટે સુરક્ષાકર્મીઓ સજ્જ છે.

ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વને લઇને મંદિરનો પણ શણગાર કરવામાં આવ્યો છે. તેમજ મંદિરની અંદર સાફ સફાઈ શરૂ કરાઇ છે. રથયાત્રાના દિવસે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે ભક્તોને ઉભા રહેવા માટે બેરીકેટ ગોઠવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરી શકે સાથે જ પ્રસાદ પણ લઇ શકે તેવી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે.




રથયાત્રાના પર્વ પર  મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ મંદિરના મહંતને ભેટ આપે છે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજે મુસ્લિમ સમાજના અગ્રણી રોફ બંગાળી દ્વારા મહંત દિલીપદાસજીને રથ ભેટમાં આપી અને રથયાત્રાની શુભેચ્છા પાઠવી. સાથે કોમી એકતા જળવાઈ રહે તેવી શુભેચ્છા પાઠવી છે.
Published by: Kaushal Pancholi
First published: June 26, 2022, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading