ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત પર અમિત શાહે કર્યુ ખાસ Tweet, આ વ્યક્તિને આપ્યો જીતનો શ્રેય

News18 Gujarati
Updated: December 8, 2022, 3:28 PM IST
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત પર અમિત શાહે કર્યુ ખાસ Tweet, આ વ્યક્તિને આપ્યો જીતનો શ્રેય
ગુજરાતની ઐતિહાસિક જીત પર અમિત શાહે ટ્વિટ કર્યુ

ગુજરાતના રુઝાનોમાં ભાજપ 150થી વધુ સીટો પર આગળ ચાલી રહી છે, જો આ રૂઝાન પરિણામોમાં તબદીલ થાય તો ભાજપ અત્યાર સુધીની સૌથી વધુ સીટો જીતશે. ગુજરાતમાં શપથગ્રણ સમારોહ 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે થશે. હવે તેના પર ભાજપના વરિષ્ઠ નેતા અને દેશાના ગૃહ મંત્રી અમિત શાહે ખાસ ટ્વિટ કર્યુ છે.

  • Share this:
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટી સાતમી વખત વિજયી પરચમ લહેરાવવા જઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધીના ચૂંટણી પરિણામો અનુસાર ગુજરાતમાં ભાજપને બહુમતી મળી છે અને પાર્ટી હવે સરકાર બનાવવાની કવાયતમાં લાગી ગઈ છે. દરમિયાન ગુજરાતની ઐતિહાસિક જીત પર અમિત શાહે ટ્વિટ કર્યુ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે. ગુજરાતના રુઝાનોમાં ભાજપ 150થી વધુ સીટો પર આગળ ચાલી રહી છે, જો આ રૂઝાન પરિણામોમાં તબદીલ થાય તો ભાજપ અત્યાર સુધીની સૌથી વધુ સીટો જીતશે. ગુજરાતમાં શપથગ્રણ સમારોહ 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે થશે. હવે તેના પર ભાજપના વરિષ્ઠ નેતા અને દેશાના ગૃહ મંત્રી અમિત શાહે ખાસ ટ્વિટ કર્યુ છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં કોંગ્રેસે સ્વીકારી હાર, પ્રદેશ અધ્યક્ષે કહ્યું- ટ્રેન્ડ અમારી વિરુદ્ધ, EC પર લગાવ્યા આ ગંભીર આરોપ

 અમિત શાહનું ટ્વિટ


અમિત શાહે ટ્વિટ કરતાં લખ્યું કે, આ ઐતિહાસિક જીત પર ગુજરાતની જનતાને વંદન કરુ છુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી આ ભવ્ય જીત પર મુખ્યમંત્રી ભુપેનદ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તથા અથાગ પરિશ્રમ કરનાર તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. શરૂઆતના વલણ પ્રમાણે ભાજપ 150 પ્લસ બેઠકો મળે તેવું સામે આવી રહ્યું છે, ત્યારે ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ફરી ડબલ એન્જિનની સરકારને લઇને ભાજપના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરી છે કે ગુજરાતમાં 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બનશે. ભાજપની ભવ્ય જીતની ઉજવણી પણ ખૂબ જ ભવ્ય હશે. વિધાનસભા પાછળ હેલિપેડ મેદાનમાં શપથવિધિ યોજાશે. શપથવિવિ સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહેશે.

આ પણ વાંચો :  Gujarat Election Result 2022 : ભાજપ ઝૂંટવી લેશે કોંગ્રેસનો 50 વર્ષ જૂનો ગઢ, બોરસદમાં BJP ઉમેદવાર આટલા તોતિંગ મતથી આગળ

ગુજરાતમાં ભવ્ય વિજય બાદ પીએમ મોદી સાંજે BJP હેડક્વાર્ટરે પહોંચશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલનાં ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે એકબીજાને મીઠાઇ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી. અહીંથી તેઓ સાથે કમલમ જવા રવાના થયા છે. જ્યાં કમલમમાં પણ ભવ્ય ઉજવણી થઇ રહી છે.

ગુજરાત ચૂંટણી પરિણામની ઐતિહાસિક જીત તરફ આગળ વધતા વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે. નોંધનીય છે કે, PM મોદીની ભૂપેન્દ્ર-નરેન્દ્ર વાળી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભગવો લહેરાયો છે, ભાજપની ભવ્ય જીત જોવા મળી રહી છે.

ઐતિહાસિક રેકોર્ડ


માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 182 બેઠકમાંથી 149 બેઠકો જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી કોઈ નથી તોડી શક્યું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નવાજૂની થઈ છે. ભાજપ જંગી બહુમત તરફ આગળ વધી રહી છે. તો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે. ભાજપ જંગી બહુમતી તરફ અગ્રેસર છે ત્યારે હવે કોંગ્રેસ નેતાઓએ પોતાની હાર માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવવાનું શરૂ કરી દીધું છે.
Published by: Bansari Gohel
First published: December 8, 2022, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading