Gujarat Election Results: ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, નવી સરકાર બનાવવા કવાયત તેજ

News18 Gujarati
Updated: December 9, 2022, 1:33 PM IST
Gujarat Election Results: ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, નવી સરકાર બનાવવા કવાયત તેજ
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.

Bhupendra Patel resigned: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.

  • Share this:
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે બપોરે ભૂપેન્દ્ર પટેલે CM પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના કેબિનેટ મંત્રીમંડળ સહિત રાજીનામું આપ્યું છે. નવા મંત્રીમંડળની નિમણૂંકને લઈને રાજીનામું સોંપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે.

શપથવિધિને લઇને ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી છે, ત્યારે 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે. તે પહેલાં નવી સરકાર બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ગુજરાતની નવી સરકારની શપથવિધિને લઇને ગાંધીનગરમાં તૈયારીઓ કરાઇ રહી છે. વિધાનસભા પાછળ હેલિપેડ મેદાનમાં શપથવિધિ યોજાશે. PM મોદી શપથ સમારોહમાં હાજર રહેશે. ગૃહમંત્રી અમિત શાહ પણ શપથવિધિમાં હાજરી આપશે.



આ પણ વાંચો: ગુજરાતના પાટીદારો ભાજપ તરફ વળ્યા, સૌરાષ્ટ્રમાં સૌથી મોટો ખેલ પાડી દીધો

ભાજપની ઐતિહાસિક જીત


ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ભાજપે 156 બેઠકો મેળવી છે, ત્યારે ભાજપ પાર્ટીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઇકાલે જીત બાદ ભૂપેન્દ્ર પટેલ ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. જેમા તેમણે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસની રાજનીતિ શરૂ કરી હતી અને તે આજે પણ યથાવત છે. રાજ્યમાં જ્યારે-જ્યારે ચૂંટણીઓ આવી છે ત્યારે-ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામોના હિસાબ આપી ચૂંટણી લડી છે. અને એટલે જ જનતાએ વિકાસની રાજનીતિ પર મહોર મારી છે. આથી હું તમામ લોકોનો આભાર માનુ છું.

'ગુજરાતની જનતાએ વિકાસની રાજનીતિને વિશ્વાસની મહોર લગાવી'


સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબંધનમાં કોરોના મહામારીને યાદ કરતા જણાવ્યું કે, કોરોના મહામારીમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ કામ કર્યું છે. જ્યારે પણ કોઇ મુસીબત આવી છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ ખડેપગે ઉભા રહ્યા છે. પીએમ મોદી એ પણ કોરોનાકાળમાં ગરીબ લોકોની મદદ કરી છે અને યોજનાઓ થકી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સીધી મદદ પહોંચાડી છે.
Published by: Azhar Patangwala
First published: December 9, 2022, 12:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading