અમદાવાદ: 99 વર્ષના સ્વાતંત્ર્ય સેનાની કરશે મતદાન, કોણ છે ઈશ્વરલાલ દવે
Updated: November 28, 2022, 12:46 PM IST
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા 99 વર્ષીય ઈશ્વરલાલ દવે
Gujarat assembly election 2022: વાત છે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા 99 વર્ષીય ઈશ્વરલાલ દવેની. જેઓ સ્વાંતત્ર્ય સેનાની છે. તેઓ દરેક ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કરે છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં તમામ પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, ત્યારે બીજી તરફ વધુને વધુ મતદાન થાય અને સૌ કોઈ લોકશાહીના આ પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણી પંચ પણ અલગ-અલગ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. આ બધાની વચ્ચે એક એવા મતદાતા અમદાવાદમાં છે, જેઓ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે થયેલી ચળવળમાં ભાગ લઈ ચુક્યા છે. જી હા, અમે વાત કરી રહ્યાં છીએ એક એવા સ્વાતંત્ર્ય સેનાનીની જેઓ હાલ 99 વર્ષની વયે પણ અડીખમ છે અને ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં તેઓ મતદાન કરી એવા લોકો માટે ઉદાહરણરુપ બનશે કે જેઓ ચૂંટણીમાં વોટ કરવા ઘરની બહાર નીકળતા નથી.
દરેક ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કરે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અત્યારથી અલગ-અલગ રંગ જોવા મળી રહ્યાં છે, ઉમેદવારોમાં ચૂંટણી પ્રચારનો રંગ તો તંત્રમાં ચૂંટણીની તૈયારીઓનો રંગ જોવા મળી રહ્યો છે. વળી યુવા મતદારોમાં તેઓ પહેલીવાર વોટ કરશે તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ અહીં વાત છે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા 99 વર્ષીય ઈશ્વરલાલ દવેની. જેઓ સ્વાંતત્ર્ય સેનાની છે. ઈશ્વરલાલ દવેની વાત કરવામાં આવે તો તેઓ દરેક ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કરે છે. તેમના પરિવારજનોનું કહવું છે કે, દરેક ચૂંટણીમાં અચુક મતદાન કરવા માટે જાય છે.
આ પણ વાંચો: ભાજપ સાથે છેડો ફાડનારા જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા
અંગ્રેજ પોલીસે તેમની ધરપકડ કરી હતી
તેમનો જન્મ 14 જાન્યુઆરી 1924માં થયો હતો અને હાલ તેઓ 99 વર્ષની વયે પહોંચ્યા છે. આઝાનીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે અમદાવાદ કલેક્ટરે ગત વર્ષે ઈશ્વરલાલ નારાયણદાસ દવેનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સ્વતંત્ર્ય સેનાની ઈશ્વરલાલ દવેની આઝાદીની ચળવળમાં યોગદાન વિશે વાત કરીએ તો 1942ની ચળવળમાં તેમણે ભાગ લીધો હતો. એ સમયે અસારવામાં રેલી સમયે અંગ્રેજ પોલીસે તેમની ધરપકડ કરી હતી. ગાયકવાડ હવેલીમાં એક બેરેકમાં 30થી 40 લોકોને રાખ્યા હતા અને માફી ના સ્વીકારતા 6 માસની સજા અને 200 રુપિયાનો દંડ પણ થયો હતો.
Published by:
Azhar Patangwala
First published:
November 28, 2022, 12:46 PM IST