બાપુનગરથી હિંમતસિંહ પટેલ જીતશે તો મંત્રી બનશે: કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન
Updated: November 28, 2022, 9:27 AM IST
કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન સામે આવ્યું છે
Gujarat assembly election 2022: કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 2022માં કોંગ્રેસની સરકાર બને છે. બાપુનગરથી હિંમતસિંહ પટેલ જીતશે તો મંત્રી બનશે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લી ઘડીનું પ્રચાર કરવામાં આવી રહ્યું છે. રાજકીય નેતાઓ દ્વારા સભાઓ યોજવામાં આવી રહી છે, સાથે જ નેતાઓના વિવિધ નિવેદનો પણ સામે આવી રહ્યા છે, જેના લીધે રાજકીય ચર્ચાઓ ગરમાય છે. હવે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 2022માં કોંગ્રેસની સરકાર બને છે. બાપુનગરથી હિંમતસિંહ પટેલ જીતશે તો મંત્રી બનશે. કોંગ્રેસ સરકારમાં હિંમતસિંહને મંત્રી બનાવીશું.
રઘુ શર્માના ભાજપ પર પ્રહાર
કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યુ કે, ગુજરાત ચૂંટણીનો જે માહોલ છે, તે જોતાં હું દાવા સાથે કહું છું કે 125 બેઠકો જીતી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી ડોર ટુ ડોર પ્રચાર કરે છે, ગૃહ મંત્રી ગુજરાતના આંટાફેરા મારી રહ્યા છે. દેશના કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી ફરી રહ્યા છે. કેમ ભાજપ ડરે છે? જો ભાજપે વિકાસ કર્યો હોય તો કેમ દેશના નેતાઓને આવવું પડે છે? બેરોજગારી વધી છે, પેપર લિક થયા છે, ત્યારે કેમ પીએમ કશું બોલ્યા નથી? કેમ ભાજપ મોંઘવારી મુદ્દે બોલતી નથી, ડ્રગ્સ અને લઠ્ઠાકાંડ અને કોવિડ મહામારી વિશે બોલતી નથી.
આ પણ વાંચો: 'ભાજપ ધારાસભ્યોનો ખરીદ-વેચાણ સંધ ચલાવે છે'
બાપુનગર બેઠકનો ખેલ
બાપુનગર વિધાનસભા મતવિસ્તાર એ મૂળ પરંપરાગત મતવિસ્તારમાંથી વિભાજિત થયેલો છે. અહીં અમરાઈવાડીનો કેટલોક શ્રમિક વિસ્તાર પણ આવે છે, ઉપરાંત અહીં હિંદી ભાષી, પરપ્રાંતિય વસતિ મોટા પ્રમાણમાં છે. 2012માં અહીં ભાજપના જગરૂપસિંગ રાજપૂત ભારે મહેનત પછી 2600 જેટલા નજીવા મતે જીત્યા હતા. તો વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ પર મતદારોએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
જ્ઞાતિ પ્રમાણે મતોની ટકાવારી
જો જ્ઞાતિ પ્રમાણે મતોની ટકાવારી અંગે વાત કરીએ તો આ બેઠક પર અંદાજે ઓબીસી મતદારો 33.4 ટકા, દલિત મતદારો 27.03 ટકા, મુસ્લિમ મતદારો 24.3 ટકા અને પરપ્રાંતિય મતદારો 12.1 ટકા છે. વર્ષ 2017ના આંકડાઓ અનુસાર આ બેઠક પર અંદાજે કુલ 1,88,385 મતદારો છે, જેમાં પુરૂષ મતદારો 99,639 અને મહિલા મતદારો 88,746 છે.
Published by:
Azhar Patangwala
First published:
November 28, 2022, 9:27 AM IST