Gujarat Assembly Election 2022: કોંગ્રેસના પ્રચારની કમાન પ્રિયંકા ગાંધી સંભાળશે, પાવાગઢથી કરશે શરૂઆત


Updated: September 24, 2022, 4:37 PM IST
Gujarat Assembly Election 2022: કોંગ્રેસના પ્રચારની કમાન પ્રિયંકા ગાંધી સંભાળશે, પાવાગઢથી કરશે શરૂઆત
(ફાઇલ તસવીર)

Gujarat Assembly Election 2022: પ્રિયંકા ગાંધી વાડ્રા પાવાગઢ મહાકાળીના દર્શન કરી ચૂંટણી પ્રચાર કરશે, નવરાત્રી દરમિયાન રોડ શો અને મહિલા સંમેલન યોજાશે.

  • Share this:
અમદાવાદ: કોંગ્રેસની ભારત જોડે યાત્રાના 17માં દિવસે કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ ગુજરાત પહોંચ્યા છે. ભારત જોડો યાત્રા અંગે જયરામ રમેશ પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કહ્યુ હતુ કે, ગુજરાતમાં આગામી સમયમાં પ્રિયંકા ગાંધીને વિધાનસભા ચૂંટણી પ્રવાસ માટે આમંત્રણ અપાયું છે. ભૂતકાળમાં થયેલા મહિલા સંમેલનની જેમ મહિલા સંમેલનમાં હાજરી આપશે.

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાને ચૂંટણી પ્રચાર કરવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાતમાં મહિલા સંમેલનમાં પ્રિયંકા ગાંધી હાજર રહેશે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હોવાથી ગુજરાત ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે. રાહુલ ગાંધી પણ યાત્રા વચ્ચે બ્રેક કરી ગુજરાત રેલીઓ અને જનસભા સંબોધશે.

કોંગ્રેસના જાણકાર સૂત્રોએ માહિતી આપતા કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધીને ગુજરાત પ્રવાસ માટે આમત્રંણ અપાયું છે. પ્રિયંકા ગાંધી પવિત્ર ધાર્મિક સ્થળ મહાકાળી પાવાગઢથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. નવલા નોરતા નિમિત્તે પ્રિયંકા ગાંધી પાવાગઢ મહાકાળીના દર્શન કરશે. આણંદ ખાતે એક લાખ મહિલાઓના સંમેલનને સંબોધશે. ત્યાર બાદ વડોદરા ખાતે ગરબા આયોજન અને વડોદરામાં રોડ શો યોજવામાં આવશે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ માટે યાત્રા સંજીવની સાબિત થશે, ગાંધીજીએ 80 વર્ષ પહેલા ભારત છોડોનો નારો આપ્યો હતો અને હવે કોંગ્રેસ 'ભારત જોડો યાત્રા' લઈને નીકળ્યું છે. ત્યારે ભારત છોડોમાં ના જોડાયેલ લોકો આજે ભારત જોડો વિશે અપ્રચાર કરી રહ્યા છે. રાજનીતિના ઇતિહાસમાં ક્યારેય ન યોજાઇ હોય એટલી લાંબી યાત્રા લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે, ત્યારે ભાજપમાં તેની વિપરીત અસર જોવાની શરૂઆત થઈ ગઈ છે.

આ પણ વાંચો: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો સૌરાષ્ટ્ર પ્રવાસ કેટલો અસરદાર?

જયરામ રમેશે જણાવ્યુ કે, કન્યાકુમારીથી કશ્મીર સુધી રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રા નીકળી છે, જે 17માં દિવસે 340 કિલોમીટરનું અંતર કાપી આગળ વધી રહી છે. સાડા પાંચ મહિનામાં આ યાત્રા 3570 કિમીનું અંતર કાપનાર છે, ત્યારે યાત્રા વિશે અનેક દુષ્પ્રચાર કરાઈ રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓના દુષ્પ્રચાર વચ્ચે યાત્રાને લઈ જાગરૂકતા લાવવા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશ અમદાવાદ પહોંચ્યા છે. તેમણે યાત્રા અંગે વાતચીત કરતા જણાવ્યું કે, રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રામાં રોજ સવારે 6થી 11 સુધી 5000 જેટલા યાત્રીઓ જોડાઈ રહ્યા છે. જ્યારે સાંજે રોજ યાત્રામાં 30 હજાર કરતાં પણ વધારે લોકો જોડાઈ એને સમર્થન આપી રહ્યા છે. 80 વર્ષ પહેલા ગાંધીજીએ અંગ્રેજો સામે લડતા 'ભારત છોડો' નો નારો આપ્યો હતો. હવે 80 વર્ષ બાદ કોંગ્રેસે 'ભારત જોડો યાત્રા' શરૂ કરી છે. એ સમયે જે લોકો અંગ્રેજોને સાથ આપતા હતા અને ભારત છોડોને સમર્થન નહોતું આપ્યું એ લોકો આજે ભારત જોડો યાત્રા વિશે અપ્રચાર કરી રહ્યા છે.ભારત જોડો યાત્રા ગુજરાતની આસપાસના રાજ્યોમાંથી પસાર થાય છે, પરંતુ ગુજરાતમાંથી પસાર નથી થઈ રહી તે અંગે જયરામ રમેશે સ્પષ્ટતા કરી કે, દક્ષિણથી ઉત્તર સીધો રસ્તો કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. અનેક રૂટ જોવાયા એમાં આ એકમાત્ર રૂટ એવો હતો કે જે સંપૂર્ણ રીતના પદયાત્રાના રૂપમાં હોય. અન્ય રૂટમાં ક્યાંક રેલવે કે હોળીનો ઉપયોગ કરવો પડે એમ હતો. આ સિવાય કંઈપણ કરીએ અમે 90 દિવસ પહેલા ગુજરાત આવી શકીએ એમ ન હતું અને આ સમયગાળામાં ચૂંટણી હશે. ગુજરાત કોંગ્રેસનું સંગઠન ભાજપ સામે લડવામાં વ્યસ્ત હોય આ સમયે યાત્રા ગુજરાત લાવવા નહોતા માંગતા, પરંતુ યાત્રા વચ્ચે પણ રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે જરૂર આવશે.

આગામી સમયે કોંગ્રેસમાં સંગઠન ચૂંટણીઓ થવા જઈ રહી છે ત્યારે જયરામ રમેશે સ્પષ્ટ કર્યું કે, રાહુલ ગાંધી ચૂંટણી નહીં લડે. અશોક ગેહલોત તેમને મનાવવા માટે યાત્રામાં આવ્યા હતા. રાહુલ ગાંધી અડગ રહેતા અશોક ગેહલોતે સ્પષ્ટતા કરી કે, તેઓ ઉમેદવાર છે. ભારતમાં કોંગ્રેસ એકમાત્ર પાર્ટી છે કે જેમાં અધ્યક્ષની પણ ચૂંટણી થાય છે. જોકે, 125 વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માત્ર 4 વાર જ કરવી પડી છે. બાકી કોંગ્રેસ સહમતીમાં માને છે.
Published by: Azhar Patangwala
First published: September 24, 2022, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading