યુથ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહે ભાજપમાં જોડાતા જ ખોલી કોંગ્રેસની પોલ


Updated: September 6, 2022, 4:22 PM IST
યુથ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહે ભાજપમાં જોડાતા જ ખોલી કોંગ્રેસની પોલ
યુથ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહે ભાજપમાં જોડાતા જ ખોલી કોંગ્રેસની પોલ

Gujarat Assembly Election 2022: કોંગ્રેસ પાર્ટીમાં પ્રસ્થાપિત નેતાઓ પાર્ટીમાં તેમના પુત્રને પદ અપાવવા માટે યુવા કાર્યકરોનો ભોગ લઇ રહ્યાનો આક્ષેપ

  • Share this:
અમદાવાદ: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે આજે  યુથ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમર, નિકુલ મિસ્ત્રી, ગુજરાત NSUIના ઉપપ્રમુખ પાર્થભાઇ દેસાઇ,અખિલ બાવરી સમાજના પ્રમુખ માલારામ બાવરી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આજે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરઘાન ઝડફીયા સહિત પ્રદેશના હોદેદારોના હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

આ પ્રસંગે વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહની રાષ્ટ્રવાદની વિચારઘારાથી પ્રેરાઇ તેમજ ભાજપના છેવાડાના કાર્યકરોને ગુજરાતના વિકાસ માટે કામ કરતા જોયા છે, તેમનાથી પ્રેરાઇ આજે ભાજપમાં જોડાયો છુ. કોંગ્રેસ દ્વારા દેશને આઝાદી અપાવવા જે નેતાઓએ બલિદાન આપ્યું હતું તેવા નેતાઓને અભેરે મૂકી દીધા. હવે કોંગ્રેસ પાર્ટી ઘણી બદલાઇ ગઇ છે. જનતામાં કોંગ્રેસની છબી દિવસે ને દિવસે બગડતી જાય છે અને કોઇ કાર્યકર જનતા વચ્ચે જાય તો કોંગ્રેસ પાર્ટીની છબીને કારણે અમારે પણ ઘણુ સાંભળવું પડતું.

આ પણ વાંચો: સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી ત્રણ દિવસ છે વરસાદની આગાહી

યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી પાર્ટીને બદલવાનું કામ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ  કામ કરવા દેવામાં આવતું નહીં. તે બતાવે છે કે, કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પ્રમુખ બન્યા ત્યારે કહ્યુ હતું કે, ભુક્કા કાઠી નાખાવાના છે, પરંતુ આજે તો કોંગ્રેસ પાર્ટીના જ ભુક્કા નીકળે છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના પુત્ર સિદ્ધાર્થ શર્માંને મારુ પદ આપવા માટે આખુ ષડયંત્ર છેલ્લા ત્રણ ચાર મહિનાથી ચાલતું હતું. રધુ શર્માના પુત્ર પ્રેમના કારણે આખી ગુજરાત યુથ કોંગ્રેસને સાઇડમાં મુકવામાં આવી.

વિશ્વનાથસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના ઇન્ચાર્જ રધુ શર્માના આવ્યા પછી કોંગ્રેસના કાર્યકરોના કોંગ્રેસ પાર્ટી છોડવાનો સિલસિલો યથાવત છે. કોંગ્રેસ પાર્ટીએ કયારેય છેવાડાના માનવી માટે કામ કરવાનો પ્રયાસ કર્યો નથી. આવનાર સમયમાં યુથ કોંગ્રેસના નારાજ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો પ્રયાસ કરીશું. પાર્ટીના યુવા કાર્યકરો કે જેમને દેશ માટે અને રાજય માટે કામ  કરવા માંગતા હોય તેવા યુવા કાર્યકરોને કોંગ્રેસ પાર્ટી કોઇ દિશા આપતી જ નથી. કોંગ્રેસ પાર્ટી પદ વહેંચે છે.  મેમ્બરશિપના બહાને રૂપિયા ઉઘારવી રહી છે, તેની સામે અમારો વિરોઘ હતો. આવનાર દિવસમાં પાર્ટીના આગેવાનો જે કામ સોંપશે તેને નિષ્ઠાપૂર્વક કરીશું.

વિનય તોમરે જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો હતો. અમારા પરિવારની ત્રણ પેઢી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી હતી. આજે કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાળી ભાજપમાં જોડાયો છું. કોંગ્રસમાં જૂથવાદ અને પુત્ર પ્રેમ ચાલી રહ્યો છે. પાર્ટીમાં પ્રસ્થાપિત નેતાઓ પાર્ટીમાં તેમના પુત્રને પદ અપાવવા માટે યુવા કાર્યકરોનો ભોગ લઇ રહ્યા છે.અત્યારથી જ તેમના પુત્રનું ભવિષ્ય નક્કી કરી રાખ્યુ છે કે, કોણ ક્યાથી ચૂંટણી લડશે અને કોને કયો હોદ્દો મળશે. યુવા કાર્યકરો પાર્ટીથી નારાજ છે.
Published by: Azhar Patangwala
First published: September 6, 2022, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading