વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાની ચીમકી, તમારું કમલમ બમલમ બધું તોડી નાખીશું


Updated: September 25, 2022, 5:31 PM IST
વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાની ચીમકી, તમારું કમલમ બમલમ બધું તોડી નાખીશું
વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા ઉત્તર ગુજરાતમાં મહાસંમેલન યોજવામાં આવી રહ્યા છે.

Banaskantha: વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા ઉત્તર ગુજરાતમાં મહાસંમેલન યોજવામાં આવી રહ્યા છે અને આ મહાસંમેલનો દ્વારા વિપુલ ચૌધરીને છોડવા સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. આવતીકાલે પણ સાબરકાંઠાના અરવલ્લીના ભિલોડા ખાતે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાશે.

  • Share this:
કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ઢીમા ધામમાં અર્બુદા સેનાનું મહા સંમેલન મળ્યું હતું. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં સંમેલનમાં ઉમટ્યા હતા. અર્બુદા સેનાના મહાસંમેલનમાં વિપુલ ચૌધરીના પ્રતીક તરીકે ચૌધરી સમાજની પાઘડીને સ્ટેજ પર ખુરશીમાં મુકાઈ હતી. આ સંમેલનમાં વિપુલ ચૌધરીને સમર્થનના સમર્થમાં આગળના કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવી હતી.

જો વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો અર્બુદા સેના દ્વારા ધારણા તેમજ જેલ ભરો આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. બનાસકાંઠા અર્બુદા સેનાના અધ્યક્ષ સરદાર ચૌધરી દ્વારા કમલમને લઈને વિવાદિત નિવેદન પણ આપ્યું હતું.વિપુલ ચૌધરીના વિરોધમાં મહેસાણા ખાતે જે અશોક ચૌધરી દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું તેને સરકાર તરફી સંમેલન અર્બુદા સેનાના આગેવાનોએ ગણાવ્યું હતું. અર્બુદા સેનાના મહા મહાસંમેલનના મંચ પરથી આગેવાનો દ્વારા અશોક ચોધરીને આડેહાથ લેવામાં આવ્યો હતો. અશોક ચૌધરીને સરકારનું પ્યાદુ ગણાવ્યું હતું.

આ પણ વાંચો- બિરસા મુંડાની મૂર્તિને અજાણ્યા લોકો દ્વારા ખંડીત કરાતા લોકોમાં રોષ

વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા ઉત્તર ગુજરાતમાં મહાસંમેલન યોજવામાં આવી રહ્યા છે અને આ મહાસંમેલનો દ્વારા વિપુલ ચૌધરીને છોડવા સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. આવતીકાલે પણ સાબરકાંઠાના અરવલ્લીના ભિલોડા ખાતે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાશે.
Published by: rakesh parmar
First published: September 25, 2022, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading