Banaskantha Driverless tractor: ડ્રાઇવર વગરના ટ્રેક્ટરે પેટ્રોલ પંપમાં ઘૂસી ગાડીને મારી ટક્કર, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: February 4, 2023, 1:08 PM IST
Banaskantha Driverless tractor: ડ્રાઇવર વગરના ટ્રેક્ટરે પેટ્રોલ પંપમાં ઘૂસી ગાડીને મારી ટક્કર, વીડિયો વાયરલ
ડ્રાઇવર વગરનું ટ્રેક્ટર જીપને ટક્કર પણ મારે છે

Banaskantha Driverless tractor: બનાસકાંઠામાં ડ્રાઈવર વગરના ટ્રેક્ટરનો વીડિયો વાયરલ. થરાદના રામપુરા ગામના પેટ્રોલ પંપ પરનો વીડિયો. પેટ્રોલ પંપ પર ડ્રાઈવર વગરના ટ્રેક્ટરે મારી ટક્કર.

  • Share this:
બનાસકાંઠા: બનાસકાંઠાનો એક અજબ ગજબ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોતાં જ તમે પણ દંગ રહી જશો. કેમ કે, આ વીડિયોમાં ટ્રેક્ટર ચાલતું દેખાય છે, પરંતુ આ ટ્રેક્ટર ડ્રાઇવર વગર ચાલી રહ્યું છે. જેના વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આટલું જ નહીં, આ ડ્રાઇવર વગરનું ટ્રેક્ટર જીપને ટક્કર પણ મારે છે. હાલ આ વાયરલ વીડિયોની ખૂબ ચર્ચા થઇ રહી છે. જોકે, ન્યૂઝ18 ગુજરાતી વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

ડ્રાઈવર વગર દોડતા ટ્રેક્ટરનો વીડિયો વાયરલ

બનાસકાંઠામાં ડ્રાઈવર વગર દોડતા ટ્રેક્ટરનો વીડિયો વાયરલ થયો છે. થરાદના રામપુરા ગામના એક પેટ્રોલ પંપ પરનો આ વીડિયો હોવાની ચર્ચા છે. વીડિયોમાં સાફ જોઈ શકાય છે કે, એક ટ્રેક્ટર જેમાં ડ્રાઈવરની સીટ પર કોઈ બેઠું નથી અને તે પેટ્રોલ પંપમાં ઘૂસી આવે છે અને બાદમાં એક જીપને પાછળથી ટક્કર મારે છે. ઘટના બાદ લોકો દોડતા આવે છે અને ટ્રેક્ટર કોણ ચલાવતું હતું તેની શોધ કરે છે. પણ ડ્રાઈવર સીટ પર કોઈ જોવા મળતુ નથી. આ ઘટનાથી પેટ્રોલ પંપ પર પણ કુતુહલ જોવા મળ્યું.



આ પણ વાંચો: બાળક પર શ્વાનનો હુમલો સીસીટીવીમાં કેદ, 12 કલાકમાં ત્રણ ઘટના

શું છે સમગ્ર ઘટના?

આ વીડિયો જોતા સવાલ થાય છે કે, આખરે ટ્રેક્ટર ડ્રાઈવર વગર કેવી રીતે દોડતું હતું. ન્યૂઝ18 ગુજરાતીએ વીડિયોની તપાસ કરી. જેમાં ટ્રેક્ટરના ડ્રાઈવરની શોધ થઈ ગઈ. હકીકતમાં વીડિયોમાં જોવાઈ રહ્યું છે કે, ટ્રેક્ટર પહેલા રોંગ સાઈડથી આવી રહ્યું છે. દૂરથી ટ્રેક્ટરની હેડલાઈટ જોવાઈ રહી છે અને અચાનક ટ્રેક્ટર ડાઈવડર કુદી જાય છે. આ સાથે જ ટ્રેક્ટરનો ડ્રાઈવર પણ ઉછળીને પડી જાય છે. વીડિયોમાં ડ્રાઈવર પડતો હોય તેવું સાફ જોવાય છે. ડ્રાઈવર પડતાની સાથે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી જાય છે અને ડ્રાઈવર વગર ચાલતુ ટ્રેક્ટર ટર્ન લઈને પેટ્રોલ પંપ પર ઘુસી આવે છે. વળી, જ્યારે ટ્રેક્ટરની ટક્કર બાદ જ્યારે ટોળું એકઠું થાય છે ત્યારે કેટલાક લોકો ચાલતા ટ્રેક્ટરની ચાવી પણ બંધ કરે છે.
Published by: Azhar Patangwala
First published: February 4, 2023, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading