ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ પૂર્વ મંત્રીનો બફાટ વાયરલ, 'કેટલાકે ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસ માટે કામ કર્યું'
News18 Gujarati Updated: December 11, 2022, 12:56 PM IST
ભાજપનાં કિર્તીસિંહ વાઘેલાનો વીડિયો વા.રલ થઇ રહ્યો છે.
Gujarat Politics: કિર્તીસિંહ વાઘેલાએ હાર માટે કાર્યકરોને જવાબદાર ગણાવ્યા હોય તેવો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમા તેઓ બોલી રહ્યા છે કે, 'કાર્યકરોએ પાર્ટી વિરુદ્ધ કામ કરી પાર્ટી તોડવાનું કામ કર્યું છે.
બનાસકાંઠા: ગુજરાત ચૂંટણીનાં પરિણામો સામે આવ્યા બાદ પણ નેતાઓના ચર્ચાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે. કાંકરેજ ભાજપ ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાનું એક નિવેદન હાલ ભારે ચર્ચામાં આવ્યું છે. જેમાં તેઓએ કહ્યું છે કે, કેટલાકે ભાજપનો ખેસ પહેર્યો પરંતુ કામ કોંગ્રેસ માટે કર્યું છે. આપને જણાવીએ કે, કાંકરેજ બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર અમૃતજી ઠાકોરનો વિજય થયો છે.
પૂર્વમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ હાર માટે કાર્યકરોને જવાબદાર ગણાવ્યા હોય તેવો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમા તેઓ બોલી રહ્યા છે કે, 'કાર્યકરોએ પાર્ટી વિરુદ્ધ કામ કરી પાર્ટી તોડવાનું કામ કર્યું છે. કેટલાક લોકોએ ભાજપનો માત્ર ખેસ પહેરી કોંગ્રેસ માટે કામ કર્યું છે. કહેવાતા ભાજપના કાર્યકર્તાઓએ ભાજપને તોડવાનું કામ કર્યુ છે.'
મહત્ત્વનું છે કે, કાંકરેજ વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાએ કોંગ્રેસ ઉમેદવાર જાલેરા દિનેશજીને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક જીતી હતી. કોંગ્રેસ ઉમેદવાર ધારસિભાઈ ખાનપુરાએ ભાજપ ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાને હરાવ્યા હતા.
આ પણ વાંચો: હાલારમાં વન વિભાગની ટીમો શા માટે ખૂંદી રહી છે ડુંગર વિસ્તાર,
આ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે 6 વખત અને ભાજપે 3 વખત કબજો કર્યો હતો. જ્યારે આ વખતે ફરીથી કોંગ્રેસે બાજી મારી છે.
આ પણ વાંચો: નવી સરકારની શપથવિધિ પહેલા પીએમ મોદી કાલે નહીં આજે જ આવશે ગુજરાતકાંકરેજ વિધાનસભા બેઠકની વાત કરીએ તો તે શિહોરી તાલુકાનું મુખ્ય મથક છે. અહીં કાંકરેજ દેશભરમાં પશુધન માટે જાણીતું છે. આ બેઠક પર સૌથી વધુ ધારસિભાઈ ખાનપુરા 4 વાર જીત્યા છે.
વર્ષ 1990માં ઘારસિભાઈ જનતા દળ તરફથી ઊભા રહ્યા અને જીત મેળવી હતી. ત્યારબાદ વર્ષ 1995, 2002 અને 2012માં કોંગ્રેસ તરફથી વિધાનસભા ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને જીતનો પરચમ લહેરાવ્યો હતો.
Published by:
Kaushal Pancholi
First published:
December 11, 2022, 12:47 PM IST