દાંતા: ભાજપનો ખેસ પહેરીને રૂપિયા વહેંચતો વીડિયો થયો વાયરલ

News18 Gujarati
Updated: November 29, 2022, 2:24 PM IST
દાંતા: ભાજપનો ખેસ પહેરીને રૂપિયા વહેંચતો વીડિયો થયો વાયરલ
રૂપિયા વહેંચતા આ વીડિયોની પુષ્ટી ન્યૂઝ18 ગુજરાતી નથી કરતું.

દાંતા પંથકમાં ભાજપનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આદિવાસી લોકોને રૂપિયા વહેંચતા હોય તેવું દેખાઇ રહ્યુ છે.

  • Share this:
સાબરકાંઠા: ગુજરાતની ચૂંટણી પહેલા મતદારોને રૂપિયાની વહેંચણી કરતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. દાંતા પંથકમાં ભાજપના વાયર વીડિયોમાં આદિવાસી લોકોને ખુલ્લેઆમ નીતે બેસાડીને રૂપિયા વહેંચવાનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં દાંતાનાં ભાજપનાં અગ્રણી એલ.કે બારણ પણ ફરતા દેખાઇ રહ્યા છે. જોકે, ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયોની પુષ્ટી નથી કરતું.

વીડિયોમાં ભાજપનાં અગ્રણી પણ દેખાય છે


દાંતા પંથકમાં ભાજપનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આદિવાસી લોકોને રૂપિયા વહેંચતા હોય તેવું દેખાઇ રહ્યુ છે. આદિવાસી લોકોને ખુલ્લેઆમ જમીન પર બેસાડીને રૂપિયા આપવાનો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં દાંતાના ભાજપના અગ્રણી એલ. કે. બારણ પણ ફરતા દેખાઈ રહ્યા છે. જોકે, ભાજપના ઉમેદવારે આ વીડિયોને ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, કોંગ્રેસના નેતાએ બદનામ કરવા કાવતરૂં ઘડ્યું છે.

આ પણ વાંચો: રાજકારણનો આ વીડિયો તમારું દિલ જીતી લેશે

અહીં છે કોંગ્રેસનું પ્રભુત્વ


દાંતા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. સતત બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર જીતી રહ્યા છે. ગત 2017ના યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ માલજીભાઈ કોડરવીને હરાવ્યા હતાં. તે ચૂંટણીમાં કાંતિભાઈ 86129 મત મળ્યા હતા.

જ્યારે માલજીભાઈને 61477 મત મળ્યા હતા. આવી જ રીતે 2011ની ચુંટણીમાં કોંગ્રેસના કાંતિભાઈ ખરાડીએ ભાજપના ગમાભાઈ ખરાડીને 18 ટકા મતની હરાવીને જીત મેળવી હતી. વર્ષ 2009માં પેટા ચૂંટણી થઈ હતી.
Published by: Kaushal Pancholi
First published: November 29, 2022, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading