ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પર હુમલો, ગાડીને પલટી મરાવવાનો પ્રયાસ કરાયો

News18 Gujarati
Updated: December 5, 2022, 8:40 PM IST
ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પર હુમલો, ગાડીને પલટી મરાવવાનો પ્રયાસ કરાયો
ડીસાના ધારાસભ્ય પર હુમલો

Deesa MLA Shashikant Pandya: ડીસાના ગવાડી વિસ્તારમાં લઘુમતિ સમાજના લોકો દ્વારા હુમલો કરાયો હોવાનો શશીકાંત પંડ્યાએ આક્ષેપ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, અંદાજિત 4થી 5 હજારના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.

  • Share this:
બનાસકાંઠા: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે એક બનાસકાંઠાની ડીસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પર હુમલો થયો હોવાના સમાચાર મળ્યા છે. ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ઉપર હુમલો થયો હોવાના અહેવાલ મળ્યા છે. ડીસાના ગવાડી વિસ્તારમાં લઘુમતિ સમાજના લોકો દ્વારા હુમલો કરાયો હોવાનો શશીકાંત પંડ્યાએ આક્ષેપ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, અંદાજિત 4થી 5 હજારના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, ‘મારી ગાડી ઉપર હુમલો કરી ગાડીને પલટી મરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો’

ધારાસભ્ય શશીકાંત પંડ્યા પર હુમલો


વધુમાં આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે, ‘પોલીસને પણ ટોળાએ ઘેરી લેધી હતી જેથી પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો અને લોકોના ટોળાને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. બોગસ મતદાન થતું હોવાની વાત મળતાં હું ગવાડી વિસ્તારમાં ગયો હતો અને ત્યા લોકોએ મારા ઉપર કર્યો હુમલો હતો.’ આ સાથે તેમણે જણાવ્યું કે, ‘હુમલો કરનાર આલિયા માલિયા જમાલિયા લોકોને હું જડબાતોડ જવાબ આપી શકું તેમ છું. મેં રેન્જ આઈજી અને બનાસકાંઠા એસપીને ઘટનાની કરી છે જાણ કરી તપાસ કરવા માટે જાણ કરી છે. શશીકાંત ઉપર હુમલાની ઘટનાની જાણ થતાં તેમના કાર્યાલય ખાતે લોકોની ભીડ ઉમટી પડી હતી.

આ પણ વાંચો: હાર્દિકનો ‘એક્ઝિટ પોલ’, કહ્યું- ‘ભાજપને 150 બેઠકો મળશે’

ગાડીને પલટી મારવાનો પ્રયાસ કરાયો


ધારાસભ્યના જણાવ્યા પ્રમાણે તેઓ ગવાડી વિસ્તારમાં બોગસ મતદાન થતુ હોવાથી તેઓ ત્યા પહોચ્યા હતા અને ત્યાના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આશરે ચારથી પાંચ હજાર લોકોએ તેમના પર હુમલો કર્યો અને તેમની ગાડીને પલટી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમણે રેન્જ આઈજી અને એસપીને આ ઘટનાની જાણ કરી અને આ અંગે તપાસ કરવા માટે કહ્યું હતું. હજુ આ મામલે વધુ વિગતો બહાર આવી નથી.આ પણ વાંચો: સી.આર પાટીલે કહ્યું- ‘આ વખતે ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો જીતશે’

ડીસાના સંવેદનશીલ વિસ્તારમાં ધારાસભ્ય પર હુમલો


ઉલ્લેખનીય છે કે, શશીકાંત પંડ્યા બનાસકાંઠાની ડીસા વિધાનસભાની ધારાસભ્ય છે. ગુજરાતમાં આમ, તો દરેક જગ્યાએ શાંતિપૂર્ણ મતદાન યોજાયું છે, પરંતુ ડીસાના સંવેદનશીલ વિસ્તારમાં ધારાસભ્ય પર હુમલો થયાની ઘટના બની છે. જેથી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાછ ધરવામાં આવી રહી છે. આ મામલે શશીકાંત પંડ્યાએ આક્ષેપ કર્યો છે કે, લઘુમતી સમાજના ચારથી પાંચ હજાર લોકોએ તેમના પર હુમલો કર્યો અને તેમની ગાડીને પલટી મારવાનો પ્રયાસ કર્યો હતો.
Published by: Vimal Prajapati
First published: December 5, 2022, 8:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading