પાલીતાણામાં પીએમ મોદી: આ ચૂંટણી ગુજરાત વિકસિત, સમૃદ્ધ અને નવી ઊંચાઈઓને પાર કરે એનો નિર્ણય કરવા માટેની છે


Updated: November 28, 2022, 2:37 PM IST
પાલીતાણામાં પીએમ મોદી: આ ચૂંટણી ગુજરાત વિકસિત, સમૃદ્ધ અને નવી ઊંચાઈઓને પાર કરે એનો નિર્ણય કરવા માટેની છે
પાલીતાણામાં પીએમ મોદી

PM Modi Election Campaign in Palitana: 'આ ચૂંટણી, આપણું ગુજરાત વિકસિત ગુજરાત બને, આપણું ગુજરાત સમૃદ્ધ બને અને આપણું ગુજરાત નવી ઊંચાઈઓને પાર કરે એનો નિર્ણય કરવા માટેની ચૂંટણી છે.'

  • Share this:
પાલીતાણા: ગુજરાતમાં પીએમ મોદી ચૂંટણીનો દમદાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પીએમ મોદીએ ભાવનગરના પાલીતાણામાં જાહેર સભા કરીને કોંગ્રેસ પર અનેક પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસે પર પ્રહાર કરતા જણાવ્યુ કે, કોંગ્રેસે ભાગલા કરો રાજ કરોની નીતિ અપનાવી છે.

વડાપ્રધાન મોદીએ પાલીતાણામાં સભા સંબોધતા જણાવ્યુ કે, આ ચૂંટણી, આપણું ગુજરાત વિકસિત ગુજરાત બને, આપણું ગુજરાત સમૃદ્ધ બને અને આપણું ગુજરાત નવી ઊંચાઈઓને પાર કરે એનો નિર્ણય કરવા માટેની ચૂંટણી છે.

'કોંગ્રેસની વિચારધારા છે 'ભાગલા પાડો ને રાજ કરો'



વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યુ કે, 'સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા માટે રિયાસતોને એક કરવાનું બીડું ઉઠાવ્યું હતું. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, કોંગ્રેસ પાર્ટીની મૂળભૂત વિચારધારા છે 'ભાગલા પાડો ને રાજ કરો છે'. તેમને જાતિવાદ, ભાગલા પાડો છોડવું પડશે નહીં તો જનતા તેમને નહીં સ્વીકારે. આ ઉપરાંત તેમણે મેધા પાટકર અને રાહુલ ગાંધી પર પણ પ્રહાર કરતા જણાવ્યુ કે, જેમણે નર્મદાનાં નીર લોકો સુધી પહોંચતા અટકાવ્યા તેમના ખભા પર હાથ મુકીને જે ફોટા પડાવે, કદમથી કદમ મિલાતે, તેને ગુજરાતની જનતા ક્યારેય નહીં સ્વીકારે.'

'આપણો મંત્ર છે શાંતિ, એકતા અને સદભાવના'


પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ કે, 'એક મારા મહારાજી કૃષ્ણકુમાર સિંહ, મારા ગોહિલવાડ એણે દેશનો વિચાર કર્યો અને દેશની એકતા માટે આ રાજપાટ, મા ભારતીના ચરણોમાં સમર્પિત કરી દીધું. એકતા નગરમાં જ્યાં સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં જ રાજવી પરિવારોનું મ્યુઝિયમ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ સાથે તેમણે કહ્યુ કે, આ ગુજરાતમાં ગામડું હોય કે શહેર, એકતાનું વાતાવરણ હોય એ આજે ગુજરાતનો સ્વભાવ બની ગયો છે. આપણો મંત્ર છે શાંતિ, એકતા અને સદભાવના અને આજે ગુજરાત પ્રગતિ કરે છે એના મૂળમાં આપણા ત્યાં એકતા છે.'

આજે પીએમ મોદી દિવસમાં ચાર સભા સંબોધશે


વડાપ્રધાન મોદીએ એ પણ જણાવ્યુ કે, આ ચૂંટણી ગુજરાત વિકસિત, સમૃદ્ધ અને નવી ઊંચાઈઓને પાર કરે એનો નિર્ણય કરવા માટેની છે. કોંગ્રેસ પાર્ટીની મૂળભૂત વિચારધારા છે 'ભાગલા પાડો ને રાજ કરો'. હવે આ ગુજરાત કે આ દેશ, દેશને તોડવાવાળી તાકાતોને ક્યારેય મદદ કરવા તૈયાર નથી.

પીએમ મોદીની અન્ય મહત્ત્વની વાતો



  • દુનિયાનું પહેલું CNG ટર્મિનલ આ તમારા ભાવનગરમાં બની રહ્યું છે.
    પાલીતાણા સૌર ઊર્જા માટેનું એક કેન્દ્ર બની રહ્યું છે.

  • આજે ખાતરની એક થેલી બહારથી લાવીએ તો 2000 રુપિયા આપવા પડે છે પણ ખેડૂતને આપવા પડે છે માત્ર 270 રુપિયા. કારણ અમારા ખેડૂત ઉપર બોજ ના પડે એટલા માટે આ બોજ સરકાર ઉપાડે છે, તમારો આ દીકરો ઉપાડે છે.

  • વીસ વર્ષ પહેલાં વર્ષે 17 લાખ રૂપિયાની ગાંસડી થતી હતી, આજે 1 કરોડને 10 લાખ ગાંસડીનું ઉત્પાદન થાય છે.

  • હવે આ ગુજરાત કે આ દેશ, દેશને તોડવાવાળી તાકાતોને ક્યારેય મદદ કરવા તૈયાર નથી.



વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રમાં ચાર સભા સંબોધવાનાં છે. જેમાં ભાવનગર, કચ્છ, જામનગર અને રાજકોટમાં વિવિધ સભાઓને સંબોધશે.
Published by: Kaushal Pancholi
First published: November 28, 2022, 2:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading