સપ્તાહ દરમિયાન સૌથી ઝડપથી ઉછળ્યા આ 10 સ્ટોક્સ, જાણો કોણે કરી કેટલી કમાણી


Updated: July 25, 2022, 10:05 AM IST
સપ્તાહ દરમિયાન સૌથી ઝડપથી ઉછળ્યા આ 10 સ્ટોક્સ, જાણો કોણે કરી કેટલી કમાણી
ભારતીય શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)

10 stocks: યસ બેંકના શેર 10 ટકા મજબૂતી સાથે 14.70 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા. પ્રાઇવેટ બેંકને જૂનના ત્રિમાસિક ગાળામાં 50 ટકા વધારા સાથે 311 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

  • Share this:
નવી દિલ્હી: શુક્રવારે શેરબજારે (Share Market) મજબૂત વલણ દર્શાવ્યું હતું અને બીએસઇ સેન્સેક્સ (BSE Sensex) 2300 પોઇન્ટ્સના વધારા સાથે 56,072 પર અને નિફ્ટી 50એ (Nifty 50) 670 પોઇન્ટ્સનો ઉછાળો દર્શાવી 16719ના સ્તરે પહોંચ્યો હતો. ગત સપ્તાહ દરમિયા આઇટી, બેંક, કેપિટલ ગુડ્સ અને મેટલસહિત તમામ સેક્ટર્સમાં આવેલી રેલીથી બજારને સકારાત્મક સપોર્ટ મળ્યો હતો. અમે અહીં તમને તે 10 શેરો (10 stocks that moved the most last week) વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેમાં સપ્તાહ દરમિયાન સારો ઉછાળો જોવા મળ્યો હતો.

ઇન્ડસઇન્ડ બેંક


સપ્તાહ દરમિયાન બેંકનો શેર 15 ટકાની મજબૂતી દર્શાવતા 942 રૂપિયા પર પહોંચી ગયો હતો. બેંકે જૂનમાં સમાપ્ત થયેલા ત્રિમાસિકગાળા દરમિયાન 60.5 ટકાના વધારા સાથે 1631.1 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો.

વેદાંતા


કંપનીના શેરને બીજા મજબૂત અંતરિમ ડિવિડન્ડની જાહેરાતથી ઘણો ફાયદો થયો હતો. જેમાં સપ્તાહ દરમિયાન 13 ટકાથી વધુની મજબૂતી નોંધાઇ હતી. સરકાર દ્વારા લેવાયેલ ક્રૂડ ઓઇલના ઉત્પાદન પર લગાવવામાં આવેલ એક્સાઇઝ ડ્યૂટી હટાવવાના નિર્ણયનો પણ ફાયદો મળ્યો હતો. વેદાંતાએ 19.50 રૂપિયા પ્રતિ શેરના બીજા અંતરિમ ડિવિડન્ડનું એલાન કર્યુ હતું.

આરબીએલ બેંક

સપ્તાહ દરમિયાન શેરમાં 12 ટકા મજબૂતી રહી હતી. ખાનગી ક્ષેત્રની બેંકે જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન 208.66 કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ થયો હતો, જ્યારે ગત વર્ષ સમાન સમયગાળામાં બેંકોને 462.25 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આ પણ વાંચો: આજે (25 જુલાઈ) આ 20 શેરમાં થઈ શકે છે મોટી કમાણી 

અલ્ટ્રાટેક સિમેન્ટ


સપ્તાહ દરમિયાન શેરોમાં 11 ટકાની મજબૂત જોવા મળી હતી. ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપનીનો પ્રોફિટ પૂર્ણ થયેલ ત્રિમાસિક ગાળા દરમિયાન ઘટીને 1584 કરોડ રૂપિયા રહ્યો હતો. જોકે, બજારના અનુમાનની સાપેક્ષમાં સિમેન્ટ કંપનીનો પ્રોફિટ અને રેવેન્યૂ બંને ખૂબ સારા જણાઇ રહ્યા છે.

L&T ટેક


સપ્તાહ દરમિયાન કંપનીના શેર 10 ટકાથી વધીને 3422.25 કરોડ રૂપિયાના સ્તર પર પહોંચી ગયા હતા. જૂન 2022માં પૂર્ણ થયેલ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીનો પ્રોફિટ 27 ટકા વધીને 274 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો.

યસ બેંક


યસ બેંકના શેર 10 ટકા મજબૂતી સાથે 14.70 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા. પ્રાઇવેટ બેંકને જૂનના ત્રિમાસિક ગાળામાં 50 ટકા વધારા સાથે 311 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

આ પણ વાંચો:  આ શેરોએ બનાવ્યા માલામાલ, વર્ષની પ્રારંભે પાંચ રૂપિયા આસપાસ હતી કિંમત

કજારિયા સિરામિક્સ


આ કંપનીના શેર 13 ટકા વધારે મજબૂતી સાથે 1128.10 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા. નાણાકિય વર્ષ 23ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની રેવન્યૂમાં વાર્ષિક આધારે 80 ટકાન વધારો નોંધાયો હતો. બ્રોકરેજ હાઉસ શેરખાને આ શેર માટે 1300 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે.

ગ્લેન્ડ ફાર્મા


કંપનીના શેર 7 ટકાની નબળાઇ સાથે 2280.40 રૂપિયા પર આવી ગયા છે. જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીનો પ્રોફિટ ઓક્ટર ટેક્સ વાર્ષિક ધોરણે 35 ટકા ઘટીને 229 કરોડ રૂપિયા હતો. જેથી કંપનીના શેરોને ઝટકો લાગ્યો હતો.

આ પણ વાંચો: આ 12 સ્મોલકેપ શેરે છેલ્લા છ મહિનામાં રોકાણકારોને કર્યાં માલામાલ 

સિંઝીન ઇન્ટરનેશનલ


ગત સપ્તાહ દરમિયાન શેરમાં 6 ટકાથી વધારેની નબળાઇ જોવા મળી હતી. જૂન ત્રિમાસિક ગાળામાં કંપનીનો પ્રોફિટ 4 ટકા ઘટીને 74 કરોડ રૂપિયા થઇ ગયો હતો.

માઇન્ડટ્રી


આ સ્ટોકમાં 12 ટકાની મજબૂતી જોવા મળી છે. કંપનીએ જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન 37 ટકાના વધારા સાથે 471.6 કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે.
First published: July 25, 2022, 10:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading