Adani Enterprises Stock: અદાણી ગ્રુપનો આ શેર ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો, 6 મહિનામાં આપ્યું 111% રિટર્ન


Updated: September 10, 2022, 4:23 PM IST
Adani Enterprises Stock: અદાણી ગ્રુપનો આ શેર ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો, 6 મહિનામાં આપ્યું 111% રિટર્ન
મલ્ટીબેગર રિટર્ન

Adani Enterprise stock: છેલ્લા છ મહિના દરમિયાન અદાણી ગ્રુપના આ શેરે રોકાણકારોને બમણું રિટર્ન આપ્યું છે. આ શેરે છેલ્લા છ મહિનામાં લગભગ 111 ટકા રિટર્ન આપ્યું છે. એક વર્ષની વાત કરવામાં આવે તો આ શેર રૂ. 1,544થી રૂ.3,500ના સ્તર પર પહોંચી ગયો છે.

  • Share this:
નવી દિલ્હી: અદાણી એન્ટરપ્રાઈઝ (adani enterprises)ના શેર 9 સપ્ટેમ્બરે શુક્રવારે BSE ઈન્ટ્રા ડે પર 1 ટકા વધુ તેજીથી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે. આ શેર ઈન્ટ્રા ડેમાં રૂ. 3,506.10 હાઈને ટચ કરી ગયો છે. અદાણી ગ્રુપનો આ શેર સપ્ટેમ્બર મહિનામાં નિફટી-50 ઈન્ડેક્ષમાં સામેલ કરવામાં આવી રહ્યો છે, જે શ્રી સિમેન્ટની જગ્યા લેશે. 30 સપ્ટેમ્બર 2022થી આ ફેરફાર લાગુ કરવામાં આવશે.

અદાણી ગ્રુપનો બીજો કયો શેર નિફ્ટી-50માં સામેલ થશે?


પ્રેસ રિલીઝ અનુસાર, NSE ઈન્ડાઈસીસ લિમિટેડની ઈન્ડેક્ષ મેઈન્ટેનન્સ સબ કમિટી ઈક્વિટી (IMSC)એ પીરિયોડિક રિવ્યૂ હેઠળ આ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અદાણી એન્ટરપ્રાઈઝ નિફ્ટી ઈન્ડેક્ષમાં સામેલ થનાર અદાણી ગ્રુપનો બીજો શેર છે. અગાઉ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (Adani Ports and Special Economic Zone) આ ઈન્ડેક્ષમાં સામેલ થઈ ચૂક્યો છે.

એક વર્ષમાં આપ્યું 124 ટકા રિટર્ન


છેલ્લા છ મહિના દરમિયાન અદાણી ગ્રુપના આ શેરે રોકાણકારોને બમણું રિટર્ન આપ્યું છે. આ શેરે છેલ્લા છ મહિનામાં લગભગ 111 ટકા રિટર્ન આપ્યું છે. એક વર્ષની વાત કરવામાં આવે તો આ શેર રૂ. 1,544થી રૂ.3,500ના સ્તર પર પહોંચી ગયો છે. આ પ્રકારે આ શેરે છેલ્લા એક વર્ષમાં 124 ટકા રિટર્ન આપ્યું છે.

જૂન ક્વાર્ટરમાં 73 ટકા નફો વધ્યો

જૂન 2022માં પૂર્ણ થઈ રહેલ ક્વાર્ટર દરમિયાન અદાણી એન્ટરપ્રાઈઝનો નેટ પ્રોફિટ 73 ટકા વધતા રૂ. 469 કરોડના સ્તર પર પહોંચી ગયો છે. કન્સોલિડેટેડ રેવન્યૂ 223 ટકા વધતા રૂ. 41,066 કરોડ પર પહોંચી ગયો છે. કંપનીને ઈન્ટિગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટ અને એરપોર્ટ બિઝનેસમાંથી પણ સપોર્ટ મળ્યો છે. કંપનીનું EBITDA 107 ટકા વધતા રૂ. 1,965 કરોડના સ્તર પર પહોંચી ગયું છે.

આ પણ વાંચો: હેવલ્સના શેરની કિંમત રૂ. 2થી પહોંચી રૂ. 1380 સુધી

ગૌતમ અદાણી (Gautam Adani) ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ તેજીથી વધતી ડાયવર્સિફાઈડ કંપની છે. જે અનેક પ્રોડક્ટ અને સર્વિસ પ્રોવાઈડ કરે છે. કંપની ઈનક્યૂબેટર તરીકે ઓપરેટ કરે છે, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટીક્સ, એનર્જી અને યૂટિલિટી સેક્ટરમાં નવા બિઝનેસ સ્થાપિત કરે છે. સાથે ડાયરેક્ટ ટૂ કન્ઝ્યૂમર બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ પણ વાંચો: આ મલ્ટીબેગર શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ 

બ્લૂમબર્ગ દ્વારા મેળવવામાં આવેલા ડેટા મુજબ, ગત વર્ષે અદાણી ગ્રુપે 1.31 લાખ કરોડ રૂપિયામાં 32થી વધુ ડીલ કરી છે. હવે આ ગ્રુપ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સૌથી વધુ ડીલ કરનાર ગ્રુપમાં સામેલ થઈ ગયું છે.
First published: September 10, 2022, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading