સરકારે હવાઈ મુસાફરીના ભાડાં પર વાજબી મર્યાદા (fair cap)ની આવશ્યકતા નાબૂદ કરતાની સાથે જ ભાવમાં મોટો ઘટાડો થયો છે. હવાઈ મુસાફરીના ભાડા, જે ગયા મહિના સુધી આસમાનને આંબી રહ્યા હતા, તે હવે જમીન પર આવી ગયા છે. અમારી સહોયોગી વેબસાઈટ મનીકંટ્રોલ અનુસાર, સરકારે ગયા અઠવાડિયે જ ફેર કેપની જવાબદારી નાબૂદ કરી દીધી હતી. ફેર કેપનો અર્થ એ હતો કે કંપનીઓ ભાડું નિયત મર્યાદાથી નીચે રાખી શકતી નથી અને ઉપલી મર્યાદા કરતાં વધુ ભાડું વધારી શકતી નથી. પરંતુ તે નિયમ ઉઠાવી લીધા પછી બજારમાં વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને કંપનીઓ તેમના ગ્રાહકોને આકર્ષવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. આ જ કારણ છે કે Akasa Air, Indigo, AirAsia, GoFirst અને Vistara જેવી કંપનીઓએ તેમના ભાડામાં મોટો ઘટાડો કર્યો છે.
રિટાયમેન્ટ બાદ પણ નહીં થાય પૈસાની કમી! સિનિયર સિટીઝન્સ માટે કામની છે આ સ્કીમ
અકાસા એર(Akasa Air)એ ભાવ અડધાં કરી દીધામાત્ર એક મહિના પહેલા શરૂ થયેલી એરલાઇન અકાસા એરે તેના તમામ રૂટ પર ભાડામાં ધરખમ ઘટાડો કર્યો છે. આ કંપની હાલમાં મુંબઈ-બેંગલુરુ રૂટ પર રૂ. 2,000-2,200માં હવાઈ મુસાફરી ઓફર કરી રહી છે, જ્યારે ગયા મહિના સુધી આ રૂટ પરનું ભાડું રૂ. 3,948 પ્રતિ વ્યક્તિ હતું. એ જ રીતે મુંબઈ-અમદાવાદનું ભાડું ગયા મહિના સુધી 5,008 હતું, જે હવે ઘટીને 1,400 રૂપિયા થઈ ગયું છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ પણ અકાસા એર રૂટની તેની ફ્લાઇટના ભાડામાં ઘટાડો કર્યો છે, જ્યારે ગો-ફર્સ્ટ પણ આ રૂટ પર ભાડામાં ઘટાડો કરી રહી છે.
ATM કાર્ડ પર ફ્રીમાં મળી શકે છે રુ. 5 લાખ સુધીનો વીમો, જાણો કઈ રીતે ક્લેમ કરી શકાય?
દિલ્હી-લખનઉનું ભાડું 50% ઘટ્યુંગયા મહિના સુધી એરલાઇન્સ દિલ્હીથી લખનઉ માટે રૂ. 3,500-4,000 ચાર્જ કરતી હતી, તે હવે ભાડું ઘટીને રૂ. 1,900થી 2,200 થઈ ગયું છે. આ રૂટ પર સૌથી સસ્તા ભાવ એર એશિયા અને ઈન્ડિગોના છે. એ જ રીતે કોચી અને બેંગલુરુ વચ્ચેનું હવાઈ ભાડું 1,300 રૂપિયાથી ઘટીને 1,100 રૂપિયા થઈ ગયું છે. ગો-ફર્સ્ટ, ઈન્ડિગો અને એરએશિયા આ રૂટ પર સૌથી ઓછું ભાડું વસૂલ કરી રહી છે.
થોડા દિવસો પહેલા મુંબઈ-જયપુર રૂટ પર હવાઈ ભાડું રૂ. 5,000થી 5,500 હતું, જે હવે ઘટીને રૂ. 3,900 થયું છે. ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે ભાડામાં ઘટાડો માર્કેટમાં વધેલી સ્પર્ધાનું પરિણામ છે. તમામ એરલાઇન્સ તેમના ભાડામાં ઘટાડો કરી રહી છે, જે આ સેક્ટરમાં ઝડપી ગ્રોથ દર્શાવે છે. તેનાથી માંગમાં વધારો થશે અને કોરોના મહામારી સામે લડી રહેલા વિમાન ઉદ્યોગને મદદ મળશે.
કંઈક મોટું કરવાની તૈયારીમાં છે ગૌતમ અદાણી? શોધી રહ્યા છે નવા M&A ચીફ
ડિમાન્ડ પણ ઓછી
એક એરલાઇનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભાડામાં ઘટાડો માંગ ઓછી હોવાને કારણે પણ થયો છે. ઘણા રૂટ પર જુલાઈ-સપ્ટેમ્બરમાં માંગ ઓછી રહે છે, જેના કારણે ઑફ-સિઝનમાં ભાડું પણ ઘટે છે. તહેવારોની સીઝન આગળ શરૂ થશે અને વિમાન ભાડા ફરી એકવાર વધી શકે છે. જો કે, તેમ છતાં કિંમતો નીચી રહેશે, કારણ કે ફેર કેપ દૂર થયા પછી ભાડા પર અસર થશે.
ઍરફેરના ભાવ ઘટવાનું બીજું કારણ
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા મહિનાથી કોર્પોરેટ ટ્રાવેલમાં તેજી આવી છે, જેના કારણે સ્થાનિક કંપનીઓને તેમના ભાડામાં ઘટાડો કરવાનો વિશ્વાસ મળ્યો છે. કંપનીઓ તેમના બિઝનેસમાં તેજીની અપેક્ષા રાખી રહી છે, જેનો ફાયદો તેઓ ભાડામાં ઘટાડો કરીને ગ્રાહકોને આપી રહી છે. સરકારે મે, 2020 દરમિયાન કોરોના સમયગાળા દરમિયાન સ્થાનિક હવાઈ ભાડાં પર પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી, જેથી કિંમતોમાં બિનજરૂરી વધારો ન થઈ શકે.