આ કંપનીએ છેલ્લા 20 વર્ષમાં 5 વાર બોનસ શેરની કરી જાહેરાત, રૂ. 17 કરોડનો થયો ફાયદો


Updated: September 11, 2022, 1:38 PM IST
આ કંપનીએ છેલ્લા 20 વર્ષમાં 5 વાર બોનસ શેરની કરી જાહેરાત, રૂ. 17 કરોડનો થયો ફાયદો
આ કંપનીએ છેલ્લા 20 વર્ષમાં 5 વાર બોનસ શેરની જાહેરાત કરી.

Investment Tips: છેલ્લા 20 વર્ષમાં આ ઓટો કોમ્પોનેન્ટ કંપનીના પ્રતિ શેરની કિંમત રૂ. 0.55થી વધીને રૂ. 123.70ના સ્તર પર પહોંચી ગઈ છે.

  • Share this:
શેરમાર્કેટમાં લાંબાગાળા બાદ શેરની કિંમતમાં વધારો થાય તો જ રોકાણકારોને લાભ થાય છે. ઉપરાંત રોકાણકારોને બોનસ (Bonus), બાયબેક શેર (Buyback Share)ના કારણે પણ રોકાણકારોને ફાયદો થાય છે. આ કારણોસર રોકાણકારોને શેરમાર્કેટમાં લાંબાગાળા માટે રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. લાંબાગાળા સુધી રોકાણ કર્યા બાદ રોકાણકારોને સારું રિટર્ન મળી શકે છે.

સંવર્ધન મધરસનના શેરની કિંમતની હિસ્ટ્રી પરથી આ અંગે જાણકારી મળી શકે છે. છેલ્લા 20 વર્ષમાં આ ઓટો કોમ્પોનેન્ટ કંપનીના પ્રતિ શેરની કિંમત રૂ. 0.55થી વધીને રૂ. 123.70ના સ્તર પર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીએ 5 વાર બોનસ શેર જાહેર કર્યા છે. આ બોનસ શેરની મદદથી રોકાણકારોના રૂ.1 લાખ વધીને રૂ. 17 કરોડ સુધી પહોંચી ગયા છે. જો કંપનીએ બોનસ શેરની જાહેરાત ના કરી હોત તો આ સમયગાળા દરમિયાન રૂ. 1 લાખ વધીને રૂ. 2.25 કરોડ થઈ ગયા હોત.

આ મલ્ટીબેગર શેરની કિંમત 300થી 10,000 થઈ, આપ્યું 3200% રિટર્ન

સંવર્ધન મધરસન બોનસ શેર હિસ્ટ્રી (Samvardhana Motherson bonus shares history)


છેલ્લા બે દાયકામાં સંવર્ધન મધરસને તમામ અવસરે બોનસ શેર જાહેર કર્યા છે. 5 અવસર પર 1:2 બોનસ શેર જાહેર કરવામાં આવ્યા છે. ઓક્ટોબર 2012માં 1:2 રેશિયોએ બોનસ શેરની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા એક દાયકામાં ચાર વાર 1:2 બોનસ શેરની જાહેરાત કરવામાં આવી છે.

ઓનલાઈન ફ્રોડનો શિકાર થવા પર શું કરવું જોઈએ?

રોકાણ પર અસર (Impact On Investment)


જો કોઈ રોકાણકારે 20 વર્ષ પહેલા સંવર્ધન મધરસનના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો રોકાણકારને કંપનીના 1,81,818 શેર મળ્યા હોત. ઓક્ટોબર 2012માં 1:2 બોનસ શેર જાહેર કર્યા બાદ રોકાણકારની નેટ શેર હોલ્ડિંગ 2,72,727 થઈ ગઈ હોત. ત્યારબાદ ઓટો કોમ્પોનેન્ટ કંપની દ્વારા વધુ ચાર 1:2 બોનસ શેર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રોકાણકારની નેટ શેરહોલ્ડિંગ 13,80,678 [(1,00,000/0.55) x 1.5 x 1.5 x 1.5 x 1.5 x 1.5] થઈ ગઈ હોત.

રૂ. 1 લાખના રૂ. 17 કરોડ થઈ ગયા હોત


સંવર્ધન મધરસનના શેરની NSE પર કિંમત રૂ. 123.70 છે. કંપનીએ 1:2 રેશિયોમાં 5 બોનસ શેરની જાહેરાત કર્યા બાદ રોકાણકારે રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો તે હાલમાં રૂ. 17.07 કરોડ ( ₹123.70 x 13,80,678) થઈ ગયા હોત.
Published by: Kaushal Pancholi
First published: September 11, 2022, 1:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading