Akasa Air હવાઈ યાત્રા કરવા માગો છો? ઝુનઝુનવાલા મોત પછી આ એરલાઈનને લઈને આવ્યા મોટા સમાચાર


Updated: August 18, 2022, 1:59 PM IST
Akasa Air હવાઈ યાત્રા કરવા માગો છો? ઝુનઝુનવાલા મોત પછી આ એરલાઈનને લઈને આવ્યા મોટા સમાચાર
ઝુનઝુનવાલાના મોત પછી આ એરલાઈન્સનું શું થશે બધાને એક સવાલ હતો, હવે આવ્યા મોટા સમાચાર

રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુ (rakesh Jhunjhunwala Death) બાદ આકાસા એર (Akasa Air)ના ભવિષ્ય સામે સવાલો ઉભા થયા હતા. કારણ કે એરલાઈન્સના લોન્ચના થોડા દિવસોમાં જ તેમનું મોત થતા કંપની આગળ કઈ રીતે વધશે તે અંગે માર્કેટમાં શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે હવે એરલાઈને મોટી જાહેરાત કરી છે.

  • Share this:
રાકેશ ઝુનઝુનવાલાના મોત (rakesh Jhunjhunwala Death) બાદ આકાસા એર (Akasa Air)ના ભવિષ્ય સામે સવાલો ઉભા થયા છે. પરંતુ હવે આ એરલાઇન સાથે જોડાયેલ એક મોટું અપડેટ (Biggest Update on Akasa Air) સામે આવ્યું છે. આ અપડેટ બાદ જો તમે પણ અકાસાની ફ્લાઈટમાં મુસાફરી કરવા ઈચ્છો છો તો તમને ચોક્કસ રાહત મળશે. એરલાઇન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર બીજા અઠવાડિયે એક નવું વિમાન એરલાઇનમાં જોડાશે.

પહેલી ફ્લાઇટે 7 ઓગસ્ટે ભરી ઉડાન

આ પછી તમે ટૂંક સમયમાં જ દેશના અલગ અલગ ભાગોમાં અકાસા એરની ફ્લાઇટમાં મુસાફરી કરી શકશો. ત્રીજું વિમાન મળ્યા બાદ કંપની દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અકાસા એરની પહેલી ફ્લાઈટે 7 ઓગસ્ટના રોજ મુંબઈથી અમદાવાદ વચ્ચે મુસાફરી કરી હતી.

છેલ્લી બાજી પણ જીતી ગયા Rakesh Jhunjhunwala, આ શેરે બે દિવસમાં આપ્યું 45 ટકા રિટર્ન

ભારતીય એરલાઇન પાસે છે પર્યાપ્ત પૈસા

અકાસા એરના સ્થાપક અને સીઇઓ વિનય દુબેએ જણાવ્યું હતું કે, ભારતીય એરલાઇન્સ પાસે પૂરતા નાણાં છે. આ પૈસાથી આગામી પાંચ વર્ષમાં એરલાઇન્સના કાફલામાં 72 એરક્રાફ્ટનો ઉમેરો થઇ શકે છે. દુબેએ એમ પણ કહ્યું હતું કે, મજબૂત આર્થિક પરિસ્થિતિને કારણે વિમાનના ઓર્ડર કરતાં વધુ વિમાનો ખરીદી શકશે.હાલમાં જ અકાસા એરના મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના નિધન બાદ સીઇઓનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવેમ્બરમાં અકાસા એરએ 72 બોઇંગ 737 મેક્સનો ઓર્ડર આપ્યો હતો. ભારતીય એરલાઇન્સ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષના પહેલા ભાગમાં 57 મિલિયન લોકોએ હવાઈ મુસાફરી કરી છે. જે ગયા વર્ષના પ્રથમ 6 મહિના કરતા 238 ટકા વધારે છે.

છેલ્લી બાજી પણ જીતી ગયા Rakesh Jhunjhunwala, આ શેરે બે દિવસમાં આપ્યું 45 ટકા રિટર્ન

કોણ સંભાળશે એરલાઇન?

અકાસાના સ્થાપક અને એરલાઇનના સૌથી મોટા શેરધારક ઝુનઝુનવાલાના મૃત્યુ પછી શું એરલાઇન તેની કામગીરી ચાલુ રાખી શકશે? આ પ્રશ્નના જવાબમાં બાકીના પ્રમોટરો દાવો કરે છે કે એરલાઇનની કામગીરી પર કોઈ અસર પડશે નહીં. આનું કારણ એ છે કે ઝુનઝુનવાલાને આકાસાની રોજબરોજની બાબતોમાં કોઈ દખલ ન હતી. અકાસા એરલાઇનનું સંચાલન એસ્ટેટની જવાબદારી છે અને શેરહોલ્ડરનો હિસ્સો એવી રીતે કરેલો છે કે તે એરલાઇનની કામગીરીને અસર કરશે નહીં. આ સાથે કંપનીના સીઈઓ તરીકે એવિએશન સેક્ટરના દિગ્ગજ વિનય દુબે બીજા સૌથી મોટા શેરહોલ્ડર છે. તેમને અકાસા એરલાઇનનું મગજ માનવામાં આવે છે. આ આઇડિયામાં ભંડોળ આપવા માટે તેઓ ઝુનઝુનવાલાને મળ્યા હતા. આ બેઠક ઝુનઝુનવાલાની સ્ટોક ટ્રેડિંગ કંપની RAREના CEO ઉત્પલ શેઠે આયોજિત કરી હતી.
Published by: Mitesh Purohit
First published: August 18, 2022, 1:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading