Budget 2022: હાલ આવક પર કેટલો ટેક્સ લાગે છે? જાણો જૂના-નવા ટેક્સ સ્લેબ વચ્ચે તફાવત
Updated: January 17, 2022, 2:50 PM IST
ઇન્કમ ટેક્સ સ્લેબ
Income Tax slab: નાણા મંત્રાલયે બજેટ 2020માં સેલેરી ક્લાસ માટે ટેક્સના બે વિકલ્પો આપ્યા હતા. આ બે વિકલ્પોમાંથી, એક વિકલ્પ જૂનો/હાલનો ટેક્સ સ્લેબ છે અને બીજો વિકલ્પ નવો ટેક્સ સ્લેબ છે, જે બજેટ 2020માં રજૂ કરવામાં આવ્યો હતો.
મુંબઈ: 1 ફેબ્રુઆરી, 2022ના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટ (Budget 2022-23) રજૂ કરશે. દેશના નાગરિકો બજેટની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. સૌ કોઇ જાણવા આતુર છે કે સરકાર આ વર્ષે ક્યા સેક્ટર માટે શું ખાસ રજૂ કરશે. આ સિવાય નાગરિકોએ આવક (Income) પર આ વખતે કેટલો ટેક્સ (Income Tax) ચૂકવવો પડશે તે પણ એક મોટો સવાલ છે.
દેશમાં વકરેલી કોરોના મહામારી (Corona Pandemic)ના કારણે ગત વર્ષે આવકવેરા સ્લેબ (Income Tax Slab)માં સરકારે કોઇ જ ફેરફાર કર્યો ન હતો. જોકે, નાણા મંત્રાલયે બજેટ 2020માં સેલેરી ક્લાસ (Salary class) માટે ટેક્સના બે વિકલ્પો આપ્યા હતા. આ વિકલ્પો નાણાકીય વર્ષ 2020-21થી અસરકારક છે. આ બે વિકલ્પોમાંથી, એક વિકલ્પ જૂનો/હાલનો ટેક્સ સ્લેબ છે અને બીજો વિકલ્પ નવો ટેક્સ સ્લેબ છે, જે બજેટ 2020માં રજૂ કરવામાં આવ્યો હતો.
કરદાતાઓની ત્રણ કેટેગરીહાલના નિયમો મુજબ સમગ્ર દેશમાં એક સ્લેબ સિસ્ટમ કામ કરે છે. જ્યાં અલગ-અલગ સ્લેબ માટે અલગ-અલગ ટેક્સના દર નક્કી કરવામાં આવ્યા છે. વ્યક્તિગત કરદાતાઓની ત્રણ કેટેગરીઓ બનાવવામાં આવી છે. જેમાં એક 60 વર્ષથી નીચેના લોકો, બીજી કેટેગરી 60થી 80 વર્ષની વયના વરિષ્ઠ નાગરિકોની અને ત્રીજી કેટેગરીમાં 80 વર્ષથી વધુ વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હાલ કઇ રીતે છે ટેક્સ સ્લેબ
હાલની ટેક્સ સિસ્ટમની વાત કરીએ તો 7 સ્લેબ બનાવવામાં આવ્યા છે. જે અનુસાર, 2.5 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. 2.5 લાખથી 5 લાખની વાર્ષિક આવક પર 5 ટકાના દરે ટેક્સ લાગુ પડશે. 5 લાખથી 7.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે 7.5 લાખથી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 15 ટકાના દરે ટેક્સ લાગે છે.10 લાખથી 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોએ 20 ટકા, 12.5 લાખથી 15 લાખની વાર્ષિક આવક પર 25 ટકા અને વાર્ષિક 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે. આ નવા નિયમોમાં રજૂ કરાયેલા ટેક્સ સ્લેબ દર ઓછા છે, પરંતુ કલમ 80C હેઠળ મળતી અન્ય કર મુક્તિઓને નાબૂદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: શા માટે માત્ર ગણતરીના કરદાતાઓ જ નવી કર વ્યવસ્થાની પસંદગી કરે છે?
ઇનકમ ટેક્સની જૂની વ્યવસ્થા
જૂની ઇનકમ ટેક્સ વ્યવસ્થા હેઠળ 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. જો વાર્ષિક આવક 2.5 લાખથી 5 લાખ રૂપિયાની રેન્જમાં આવે છે, તો 5 ટકા ટેક્સ લાગે છે. જોકે, રૂ.5 લાખથી વધુની આવક પર વ્યક્તિ આવકવેરા એક્ટ 87A હેઠળ રૂ.12,500ની છૂટનો દાવો કરી શકે છે. આ સાથે 5 લાખથી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 20 ટકાના દરે ટેક્સ લાગે છે. જો કોઈ વ્યક્તિની કુલ આવક 10 લાખ રૂપિયાથી વધુ હોય તો પણ તેના પર 20 ટકા ટેક્સ લાગે છે.
First published:
January 17, 2022, 2:50 PM IST