Business Idea: એક એકરમાં આ ઝાડની ખેતી કરીને 30 વર્ષ સુધી તગડી કમાણી કરી શકો

News18 Gujarati
Updated: September 8, 2022, 4:43 PM IST
Business Idea: એક એકરમાં આ ઝાડની ખેતી કરીને 30 વર્ષ સુધી તગડી કમાણી કરી શકો
આ ફુલની માંગ આજના સમયમાં ખૂબ છે, રંગથી લઈને દવા દરેક જગ્યાએ વપરાય છે.

Business Idea: કેસૂડો નામ પડતાં જ હોળીનો તહેવાર તમને યાદ આવી જશે. કેસૂડાનું કેસરી ફુલ પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. કેસૂડાને અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ નામથી ઓડખવામાં આવે છે. ક્યાંક પલાશ તો ક્યાંક ઢાક કહેવાય છે તો ક્યાંક કિશક અને અંગ્રેજીમાં તેને ફ્લેમ ઓફ ફોરેસ્ટ જેવા શબ્દો કહેવાય છે.

  • Share this:
મુંબઈઃ આમ તો આજકાલ દરેક લોકો બિઝનેસ કરવાની ઈચ્છા ધરાવે છે. જોકે બિઝનેસ જુદા જુદા પ્રકારના હોઈ શકે અને તે વ્યક્તિની રોકાણ શક્તિ પર આધાર રાખે છે. પરંતુ આજકાલ મોટી ડીગ્રી લીધા પછી પણ લોકો વ્હાઈટ કોલર જોબ છોડીને ખેતીને પોતાના બિઝનેસ તરીકે પસંદ કરી રહ્યા છે. જેનું કારણ આ બિઝનેસમાં ઘણા એવા ઓપ્શન છે જેમાં ઓછી મહેનતે તગડી કમાણી થઈ શકે છે. તમે પરંપરાગત ખેતીથી અલગ અનેક પ્રકારની ખેતી કરી શકો છો જેમાં ચંદનની ખેતી, મોંઘા અને વિદેશી ફુલોની ખેતી, વિદેશી ફળોની ખેતી એટલું જ નહીં તમને મોતી અને માછલીની ખેતી પણ કરીને તગડી કમાણી કરી શકો છો. ત્યારે આજે આપણે એવી જ એક ખેતીની વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં તમે ફક્ત રુ. 50 હજારનું રોકાણ કરીને સતત 30 વર્ષ સુધી તગડી કમાણી મેળવી શકો છો. હા, ફક્ત એક જ વાર રોકાણ કરવાનું અને 30 વર્ષ સુધી કમાણી કરાવતી આ ખેતી એટલે કેસૂડાની ખેતી.

Explainer: શું છે અલ્ગો ટ્રેડિંગ? શું આ રીતે લે-વેચમાં થાય છે તગડો ફાયદો?

કેસૂડાના ફુલના ગુણકેસૂડાના ફુલના એટલા બધા ગુણ હોય છે કે તેના અંગે વાત કરવામાં શબ્દો ઓછા પડે. આ ગુણોના કારણે જ કેસૂડાની ખેતી તમને જીવનભર માટે માલામાલ કરી દેશે. આ ફુલ તેની સુંદરતા માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. કેસૂડાના ફુલને અલગ અલગ વિસ્તાર અનુસાર જુદા જુદા નામે ઓળખાય છે. તેને પલાશ, ઢાક, કિશક, બ્રહ્મવૃક્ષ અને ફ્લેમ ઓફ ફોરેસ્ટ જેવા શબ્દોથી ઓળખવામાં આવે છે. કેસૂડાને ઉત્તર પ્રદેશનું રાજકીય ફુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીના રંગો બનાવવા માટે આ ફુલનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. જોકે પાછલા થોડા વર્ષોથી કેસૂડાના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. તો બીજી તરફ કેસૂડાની ખેતીથી ઘણાં ખેડૂતો તગડી કમાણી કરી રહ્યા છે. ભારતમાં કેસૂડાના વૃક્ષો ઉત્તર પ્રદેશના ચિત્રકુટ, માનિકપુર, બાંદા, મહોબા અને મધ્યપ્રદેશ સાથે જોડાયેલા બુંદેલખંડના વિસ્તારમાં વધુ જોવા મળે છે.

પરચૂરણની મામૂલી દુકાનથી શરું કરીને 1000 કરોડની બ્રાંડ બનાવા સુધી, જાણો પંસારીની સક્સેસ સ્ટોરી

ફક્ત રુ.50 હજારનું રોકાણ અને પછી 30 વર્ષ સુધી કમાણી

કેસૂડો પોતાના રંગ સાથે લાખ અથવા લાહની ખેતી માટે પણ જાણીતો છે. આ ફુલમાં કોઈ સુગંધ હોતી નથી, દુનિયાભરમાં કુદરતી રંગો માટે જાણીતા આ ફુલોની ખેતી ઝારખંડ ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ મોટા પાયે કરવામાં આવે છે. જો તમારી પાસે ફક્ત 1 એકર જેટલી જમીન હોય તો પણ તમે ફક્ત રુ.50 હજારનું રોકાણ કરીને કેસૂડાની ખેતી કરી શકો છો અને એક જ વાર આ ઝાડને વાવીને આગામી 30 વર્ષ સુધી તેના મારફત તગડી કમાણી કરી શકો છો. તેના બીજ, ફુલ, પાન, છાલ, મૂળિયા અને લાકડું બધું જ વેચી શકાય છે અને તેની કિંમત સારી ઉપજે છે. એટલું જ નહીં કેસૂડાનો પાઉડર અને તેલ પણ ખૂબ જ સારા ભાવ પર વેચાય છે. આ ઝાડના છોડને ઉગાવ્યા બાદ 3-4 વર્ષમાં તેમાં ફુલ આવવા લાગે છે.

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કોઈપણ જોખમ વગર રુપિયા થશે ડબલ

સરકારે પણ આ ફુલને મહત્વ આપ્યું


કેસૂડાનું મહત્વ તમે એ રીતે પણ સમજી શકો છો કે ભારત સરકારે વર્ષ 1981માં કેસૂડાના ફુલની છાપવાળી 35 પૈસાની પોસ્ટ ટિકિટ બહાર પાડી હતી. તો 2010માં ઉત્તર પ્રદેશ સરકારે કેસૂડાના ફુલને રાજ્ય પુષ્પ ઘોષિત કર્યું હતું.

કેસૂડાની વિદેશોમાં પણ માગ


કેસૂડાની માગ અને પ્રભાવ વિદેશોમાં પણ જોવા મળે છે. આ ઝાડ કેટલું મહત્વપૂર્ણ છે તેનો આઈડિયા એ વાત પરથી આવી શકે છે કે વિદેશોની સરકારોએ પણ કેસૂડાના ફુલના ચિત્રવાળી ટપાલ ટિકિટ જાહેર કરી હતી. વર્ષ 2004માં બાંગ્લાદેશ, વર્ષ 1978માં થાઈલેન્ડ સહિત અનેક દેશોએ કેસૂડાના ફુલને સન્માન આપ્યું છે.

હોળીના રંગ માટે ખાસ ઉપયોગ


કેસૂડાના ફુલનો ઉલ્લેખ થાય અને રંગોનો તહેવાર હોળી યાદ ન આવે તેવું બની શકે નહીં. આદી અનાદી કાળથી હોળીના તહેવારમાં કેસૂડાના ફુલોથી બનેલા રંગોનો ઉપયોગ થાય છે. તેમાં પણ આજકાલ ઈકો ફ્રેન્ડલી રંગોના જમાનામાં કેસૂડાની માગ સતત વધતી જ રહી શકે છે. છત્તિસગઢ સરકાર પોતે દર વર્ષે કેસૂડાના ફુલ ખરીદીને ઈકો ફ્રેન્ડલી રંગ બનાવે છે અને વેચે છે. સરકાર આ માટે ખેડૂતો અને આદિવાસીઓ પાસેથી આ ફુલોને ટેકાના ભાવે ખરીદે છે.

Cyrus Mistry Accident: સાયરસ મિસ્ત્રી કાર અકસ્માત, ફોરેન્સિક રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

કેસૂડાના ફુલના ફાયદા


નિષ્ણાતોનું માનવું છે કે જો નાક, કાન કે પછી ગુદામાર્ગ અને પેશાબ વાટે રક્તસ્ત્રાવ થતો હોય તો કેસૂડાની છાલનો 50 મિલી કાઢો બનાવીને તેને ઠંડો કરો અને મિશ્રી સાથે મેળવીને પીવાથી ઘણો લાભ થાય છે. કેસૂડાના ગુંદને 1થી 3 ગ્રામ મિશ્રી સાથે મેળવીને દુધ અથવા આમળાના રસ સાથે લેવાથી હાડકા મજબૂત બને છે. સાથે જ આ ગુંદને ગરમ પાણીમાં ભેળવીને પીવાથી ઝાડામાં રાહત મળે છે.

(કેસૂડાના ફુલના આ આરોગ્ય ઉપાય પૂર્ણપણે જુદા જુદા જાણકારો દ્વારા સૂચવવામાં આવેલા છે. ગુજરાતી ન્યુઝ18 ડોટ કોમ તેની કોઈ પુષ્ટી કરતું નથી.)

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: September 8, 2022, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading