Canara Bank Loan Rates: કેનેરા બેંકે વધાર્યો વ્યાજ દર, લોન પર વધશે EMI, જાણો નવા દર
News18 Gujarati Updated: January 7, 2023, 1:45 PM IST
નવા વ્યાજ દરો 7 જાન્યુઆરી 2023થી લાગુ થશે.
Canara Bank Loan Rate: ખાનગી ક્ષેત્રની કેનેરા બેંકની લોન ગઈકાલથી મોંઘી થઈ ગઈ છે. કારણ કે બેંકે તેના MCLRમાં વધારો કર્યો છે. રેપો રેટમાં વધારો કર્યા બાદ બેંકો લોન પર વ્યાજ વધારી રહી છે.
Canara Bank Loan Rate: ખાનગી ક્ષેત્રની કેનેરા બેંકે નવા વર્ષમાં ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કેનેરા બેંકે માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR)માં 15 થી 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. MCLRમાં વધારાથી હોમ, ઓટો અને પર્સનલ લોન મોંઘી થશે. જણાવી દઈએ કે રેપો રેટ વધ્યા બાદ ઘણી બેંકોએ MCLR રેટ પણ વધાર્યો છે.
કેનેરા બેંકની વેબસાઈટ અનુસાર, વધેલા વ્યાજ દરો 7 જાન્યુઆરી 2023થી લાગુ થશે. એક વર્ષના સમયગાળા માટે MCLR વધારીને 8.35% કરવામાં આવશે. એક દિવસથી એક મહિના સુધી એમસીએલઆર દર 7.50% રહેશે. 3 મહિનાનો MCLR વધારીને 7.85 ટકા કરવામાં આવશે. 6 મહિના માટે MCLR દર 8.20% રહેશે.
આ પણ વાંચો:
IRCTC Tour Package: માત્ર ₹8375માં માતા વૈષ્ણો દેવી ધામ જવાનો મોકો, ખાવા-પીવાનું બધું જ ફ્રી, જાણો પેકેજની વિગતોEMIની રકમ વધશે
MCLRમાં વધારા સાથે ટર્મ લોન પર EMI વધવાની ધારણા છે. મોટાભાગની ગ્રાહક લોન એક વર્ષના માર્જિનલ કોસ્ટ બેઝડ લેન્ડિંગ રેટ પર આધારિત હોય છે. આવી સ્થિતિમાં MCLR વધવાથી પર્સનલ લોન, ઓટો અને હોમ લોન મોંઘી થઈ શકે છે.
MCLR શું છે?
MCLR એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિકસિત એક પદ્ધતિ છે. જેના આધારે બેંકો લોન માટે વ્યાજ દર નક્કી કરે છે. તે પહેલા તમામ બેંકો માત્ર બેઝ રેટના આધારે ગ્રાહકો માટે વ્યાજ દર નક્કી કરતી હતી. MCLRનું ફૂલ ફોર્મ (Marginal Cost of Funds Based Landing Rate) થાય છે.
રેપો રેટમાં 0.35 ટકાનો વધારો
ફુગાવાને ઘટાડવાના હેતુ સાથે ભારતીય રિઝર્વ બેંકે 7 ડિસેમ્બરે દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં વધુ 0.35 ટકાનો વધારો કરીને 6.25 ટકા કર્યો હતો. આરબીઆઈએ મે પછી સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. આ દરમિયાન રેપો રેટ 4 ટકાથી વધીને 6.25 ટકા થઈ ગયો છે.
Published by:
Darshit Gangadia
First published:
January 7, 2023, 1:45 PM IST