મોટો સંકટ- 4 મહિનામાં 50 લાખ લોકોની નોકરીઓ ગઇ, રિપોર્ટ થયો ખુલાસો

News18 Gujarati
Updated: September 18, 2020, 5:59 PM IST
મોટો સંકટ- 4 મહિનામાં 50 લાખ લોકોની નોકરીઓ ગઇ, રિપોર્ટ થયો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

આ પહેલા સીએમઆઇઆઇએ એપ્રિલમાં 1.21 કરોડ નોકરીઓ જવાનું અનુમાન લગાવ્યું હતું.

  • Share this:
ભારતમાં મેથી લઇને ઓગસ્ટ સુધી 66 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી હોવાનું અનુમાન છે. તેમાં એન્જિનિયર, શિક્ષક, ડૉક્ટર સહિત અનેક વ્યવસાયો સામેલ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇનડિયન ઇકોનોમી (Centre for Monitoring Indian Economy CMIE) રિપોર્ટ મુજબ મેથી ઓગસ્ટની વચ્ચે 50 લાખ ઔદ્યોગિક શ્રમિકોએ નોકરી ગઇ છે. 2016 પછી રોજગારી જવાનું આ સૌથી નીચું સ્તર છે. જો કે લોકડાઉનની અસર વ્હાઇટ કોલર ક્લેરિકલ કર્મચારીઓ પર નથી થઇ. જેમ કે ઓફિસ ક્લાર્ક, બીપીઓ/કેપીઓ વકર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર્સ જેવી નોકરીઓ સામેલ છે.

વર્ક ફ્રોમ હોમ મોડના કારણે અનેક લોકોની નોકરી બચી પણ ગઇ છે. આ પહેલા સીએમઆઇઆઇએ એપ્રિલમાં 1.21 કરોડ નોકરીઓ જવાનું અનુમાન લગાવ્યું હતું. પણ મોટાભાગના લોકોને ઓગસ્ટમાં નોકરી પાછી પણ મળી ગઇ હતી.

CMIEના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નોકરીયાત લોકો સૌથી વધુ નોકરી વ્હાઇટ કોલર વ્યવસાયી જેમ કે સોફ્ટવેર એન્જિનિયર, ડોક્ટર, શિક્ષક અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોની ગઇ છે. વળી સ્વરોજગાર કરનાર લોકોમાં તેમાં શામેલ છે. સીએમઆઇઇએ કહ્યું કે ગત વર્ષ મે ઓગસ્ટમાં વ્હાઇટ કોલર નોકરીયાતની સંખ્યા 1.88 કરોડ હતી. આ વર્ષે મે-ઓગસ્ટમાં આ સંખ્યા ઘટીને 1.22 કરોડ થઇ ગઇ છે.

વધુ વાંચો : Google Play Storeથી હટાવ્યા પછી શું મોબાઇલમાં બંધ થઇ જશે Paytm એપ? જાણો જવાબ

2016માં પછી આવું પહેલીવાર બન્યું હોય કે આ આંકટા આટલા ઓછા થયા હોય. આમ લોકડાઉન અને કોરોનાએ ગત ચાર વર્ષમાં રોજગારીની તકોમાં થયેલી વુદ્ધિ પર પાણી ફેરવી દીધું છે.


સીએમઆઇઆઇ મુજબ સૌથી વધુ નુક્શાન ઔદ્યોગિક શ્રમિકોને થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો વાર્ષિક આધાર પર તુલના કરવામાં આવે તો 50 લાખ લોકોની નોકરીઓ ગઇ છે. એટલે કે આ વર્ષ પહેલાની સાપેક્ષણાં 26 ટકા રોજગાર ઓછો થયો છે.
Published by: Chaitali Shukla
First published: September 18, 2020, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading