Gas Price Hike: તહેવારોમાં કમરતોડ મોંઘવારીનો ઝટકો, 8-12 રુપિયા વધી શકે છે CNGના ભાવ

News18 Gujarati
Updated: October 4, 2022, 9:33 AM IST
Gas Price Hike: તહેવારોમાં કમરતોડ મોંઘવારીનો ઝટકો, 8-12 રુપિયા વધી શકે છે CNGના ભાવ
તહેવારો બગાડશે આ મોંઘવારી! સીએનજી પીએનજીમાં તોતિંગ વધારો થઈ શકે.

CNG Price Hike: તહેવારોની સીઝનમાં જ લોકો પર કમરતોડ મોંઘવારીનો ઝટકો પડી શકે છે. જાણકારોએ અનુમાન લગાવ્યું છે કે આગામી દિવસોમાં સીએનજીની કિંમતોમાં 8થી 12 રુપિયા જેટલો તોતિંગ વધારો થઈ શકે છે. જો દિવાળી પહેલા આ વધારો થયો તો અનેક લોકોની દિવાળી બગાડી શકે છે.

  • Share this:
નવી દિલ્હીઃ મોંઘવારીમાં પીડાઈ રહેલા લોકોને વધુ ઝટકો લાગી શકે ચે. હકીકતમાં નેચરલ ગેસની કિંમતોમાં રેકોર્ડ વધારા બાદ આગામી દિવસોમાં સીએનજીની કિંમતોમાં 8થી 12 રુપિયાના વધારાની આશંકા જોવાઈ રહી છે. એટલું જ નહીં રસોઈ ગેસ એલપીજીની કિંમતોમાં પણ પ્રતિ યુનિટ 6 રુપિયા જેટલો વધારો ઝીંકી શકાય છે. તેવું આ બાબતે જાણકારી રાખનારા નિષ્ણાતોનું માનવું છે. આ વધારા સાથે અનેક લોકની દિવાળી બગડી શકે છે.

આ પણ વાંચોઃ ટીશ્યુ પેપરનો બિઝનેસ કરીને થઈ શકે લાખોની કમાણી, સરકારથી પણ મળશે મદદ

સરકારે ગત સપ્તાહમાં જૂના ગેસ વિસ્તારોમાંથી ઉત્પાદિત ગેસ માટે ચૂકવવામાં આવતા દરને હાલના 6.1 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટથી વધારીને 8.57 ડોલર પ્રતિ યુનિટ કરી દીધા છે. તો મુશ્કેલીભર્યા ક્ષેત્રોમાંથી નીકાળવામાં આવતા ગેસની કિંમતોમાં 9.92 ડોલરના હાલના ભાવથી વધારીને 12.6 ડોલર પ્રતિ યુનિટ કરી દીધી છે. આ દર આધારે જ દેશમાં ઉત્પાદિત ગેસના બે તૃતિયાંશ ભાગનું વેચાણ થાય છે.

આ પણ વાંચોઃ વડોદરા રાજપરિવારની આ કંપનીએ શેરબજારમાં ધમાલ મચાવી, 4 મહિનામાં રુ.1 લાખને 45 લાખ કરી આપ્યા

વીજ બિલથી લઈને ખેતી સુધી તમામ ક્ષેત્રે અસર


નેટરલ ગેસ ખાતર બનાવવા સાથે સાથે વીજ ઉત્પાદનમાં એક મુખ્ય કાચો માલ છે. તેને સીએનજીમાં પણ પરિવર્તન કરવામાં આવે છે અને પાઈપ દ્વારા તેમજ સિલન્ડર મારફત રસોઈ ગેસ તરીકે પણ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

APM ગેસની કિંમતો ફક્ત એક વર્ષમાં લગભગ 5 ગણી વધી


કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝે કહ્યું કે એપીએમ ગેસની કિંમતોમાં ફક્ત એક વર્ષમાં લગભગ 5 ગણો વધારો કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2021માં તેની કિંમતો 1.79 ડોલર પ્રતિ એમએમબીટીયુ હતી જે સપ્ટેમ્બર 2022માં 8.57 ડોલર સુધી પહોંચી ગઈ હતી.

આ પણ વાંચોઃ Expert Views: ટૂંકાગાળામાં કમાણી માટે નિષ્ણાતે કહ્યું આ બે શેરમાં દાવ રમો, ચાન્સ વધી જશે

કાચા માલની ઊંચી કિંમતોથી સીએનજી પીએનજીમાં વધારો


એમએમબીટીયુ ગેસના મુલ્યમાં પ્રત્યેક ડોલરના વધારા પર સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) સંસ્થાઓએ સીએનજીની કિંમતોમાં 4.7થી 4.9 રુપિયા પ્રતિ કિલો સુધીનો વધારો કરવો પડે છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ અનુસાર કાચા માલની ઊંચી કિંમતોમાં વધારાના કારણે સીએનજી અને પીએનજીની કિંમતોમાં 6.2 રુપિયા પ્રતિ ઘનમીટર અને 9થી 12.5 રુપિયા પ્રતિ કિલોગ્રામ વધારો કરવાની જરુર પડશે.



જેફ્રીઝે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સીએનજી અને પીએનજીનું રિટેલ વેચાણ કરતી કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડને પોતાના સીએનજીની કિંમતોમાં 8 રુપિયા પ્રતિ કિલો વધારવાની જરુર પડશે. જ્યારે મુંબઈમાં રીટેલ ગેસ વેચાણ કરતી કંપની મહાનગર ગેસ લિ.ને કિંમતોમાં 9 રુપિયા પ્રતિ કિલો વધારવા પડશે. ગુજરાતમાં પણ અદાણી ગેસ અને ગુજરાત ગેસ દ્વારા ગેસની કિંમતોમાં વધારો કરવામાં આવી શકે છે.
Published by: Mitesh Purohit
First published: October 4, 2022, 9:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading