Credit Score: ક્રેડિટ સ્કોરમાં સુધારો કેવી રીતે કરવો? ખરાબ ક્રેડિટ સ્કોરથી અટવાઈ શકે છે તમારા કામ


Updated: July 21, 2022, 1:00 PM IST
Credit Score: ક્રેડિટ સ્કોરમાં સુધારો કેવી રીતે કરવો? ખરાબ ક્રેડિટ સ્કોરથી અટવાઈ શકે છે તમારા કામ
ક્રેડિટ સ્કોર

Improve Credit Score: લોનની તારીખ જતી રહે ત્યારબાદ ચૂકવો અથવા લોન ન ચૂકવો તો ક્રેડિટ સ્કોર પર અસર થાય છે. પહેલું EMI ચૂકવવામાં વાર કરી હોય તો ડિસિપ્લીનમાં રહીને અને ભવિષ્યમાં સમયસર EMI ચૂકવીને તમે સ્કોરમાં સુધારો કરી શકો છો.

  • Share this:
નવી દિલ્હી. Credit Score: જો ક્રેડિટ સ્કોર સારો હોય તો તે તમારા માટે જાદુની જેમ કામ કરે છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે આ ક્રેડિટ સ્કોર લોન લેવામાં મદદ કરી શકે છે. જો ક્રેડિટ સ્કોર ઓછો થવા લાગે તો શું કરવું જોઈએ. ક્રેડિટ સ્કોર ઓછો થાય તો તે ચિંતાનો વિષય બની જાય છે. ઓછા ક્રેડિટ સ્કોરના કારણે ભવિષ્યમાં લોન એપ્લિકેશન કરવામાં આવે તો તેના માટે મંજૂરી મળવામાં પ્રોબ્લેમ આવી શકે છે. આ કારણોસર ક્રેડિટ સ્કોર માટે સમયાંતરે જરૂરી પગલા લેવા જરૂરી છે. ક્રેડિટ સ્કોરમાં ઘટાડો થાય તો શું કરવું જોઈએ.

ક્રેડિટ સ્કોર એટલે શું?


ક્રેડિટ સ્કોર ક્રેડિટ હિસ્ટ્રીની 3 અંકોની સંખ્યા છે. જે 300થી 900ની વચ્ચે હોય છે. જે કોઈપણ વ્યક્તિના ક્રેડિટ ટ્રાન્ઝેક્શનને દર્શાવે છે. આ 3 આંકડાની સંખ્યા અસરકારક રીતે હિસ્ટ્રી સહિત કોઈપણ વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રી રજૂ કરે છે. ક્રેડિટ કાર્ડ, લોન તથા અન્ય બાબત માટે અરજી, વધુ સંખ્યામાં ક્રેડિટ સ્કોર સકારાત્મક અસર કરે છે.

ફાઈનાન્શિયલ રેકોર્ડ અને એક્ટિવિટીને ટ્રેક કરો


તમારો ક્રેડિટ સ્કોર શેના કારણે ઘટી રહ્યો છે, તે જાણવા માટે તમારે ક્રેડિટ રિપોર્ટ જોવો. જે તમારા ફાઈનાન્શિયલ રેકોર્ડ અને એક્ટિવિટીને ટ્રેક કરવામાં તમારી મદદ કરી શકે છે. તમે EMI પેટર્ન, અગાઉના અને હાલના લોન રેકોર્ડ, ક્રેડિટ કાર્ડ લિસ્ટની તપાસ કરી શકો છો. તમારા ક્રેડિટ સ્કોરમાં ઘટાડો થવા પાછળ અન્ય કારણ પણ જવાબદાર હોઈ શકે છે. ક્રેડિટ સ્કોર શા માટે ઘટી રહ્યો છે, તેનું કારણ જાણવા મળે તો તમે ક્રેડિટ સ્કોરમાં સુધારો કરવા માટે જરૂરી ઉપાય અપનાવી શકો છો.

તારીખ જતી રહે ત્યારબાદ લોન ચૂકવવી

જ્યારે લોનની તારીખ જતી રહે ત્યારબાદ ચૂકવો અથવા લોન ના ચૂકવો તો ક્રેડિટ સ્કોર પર અસર થાય છે. પહેલું EMI ચૂકવવામાં વાર કરી હોય તો ડિસિપ્લીનમાં રહીને અને ભવિષ્યમાં સમયસર EMI ચૂકવીને તમે સ્કોરમાં સુધારો કરી શકો છો. વારંવાર તારીખ જતી રહે ત્યારબાદ ચૂકવણી કરવામાં આવે તો ક્રેડિટ સ્કોર ઓછો થઈ શકે છે. જો સમયસર લોનની ચૂકવણી કરવામાં આવે તો ક્રેડિટ સ્કોર સુધરી શકે છે.

શું તમે ક્રેડિટ લિમિટ પૂર્ણ કરી દો છો


ક્રેડિટ લિમિટ પૂર્ણ થઈ જવાથી ક્રેડિટ યૂટિલાઈઝેશન રેશિયો (CUR) વધી જાય છે. જો ક્રેડિટ કાર્ડ પર CUR હંમેશા 30%ના સ્તરને પાર કરી જાય તો ક્રેડિટ સ્કોર ઓછો થઈ શકે છે. જો તમારો ક્રેડિટ સ્કોર CURને કારણે ઓછો થઈ ગયો છે તો CURને 30%થી ઓછો રાખીને નિયમિતરૂપે પોતાના કાર્ડનો ઉપયોગ કરીને પ્રાપ્ત કરી શકાય છે.

લોન માટે વધુ પૂછપરછ


અનેક લોનના કારણે તમારી નાણાંકીય ક્ષમતા પર અસર પડી શકે છે અને તમારો ક્રેડિટ સ્કોર ઓછો થઈ શકે છે. ભલે તમે ઓછી રકમની લોન લીધી હોય, તેના કારણે તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર થઈ શકે છે. આ પ્રકારે નવી લોન માટે વધુ પડતી પૂછપરછના કારણે તમારા ક્રેડિટ સ્કોર પર અસર થઈ શકે છે. જો અનેક લોનના કારણે તમારો ક્રેડિટ સ્કોર ઓછો થઈ ગયો છે તો તમારે તમારું રી-પેમેન્ટ જવાબદારીને ઓછી કરવા માટે તમે નાની લોનને બંધ કરી શકો છો. સાથે સાથે ક્રેડિટ સ્કોર પરની નકારાત્મક અસરને રોકવા માટે વધુ પડતી પૂછપરછ ન કરવી જોઈએ.

આ પણ વાંચો: સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો આજનો ભાવ

ક્રેડિટ કાર્ડ બંધ કરવું


ક્રેડિટ કાર્ડને બંધ કરવું અથવા જે પણ લોન લીધી છે, તે બંધ કરવામાં આવે તો ક્રેડિટ સ્કોરમાં ઘટાડો થઈ શકે છે. ક્રેડિટ લાઈન બંધ કરવાથી તમારા માટે જે પણ ઓવરઓલ ક્રેડિટ લિમિટ ઉપલબ્ધ હોય છે, તે ઓછી થઈ જાય છે. અનેક વર્ષો સુધી કાર્ડનો ઉપયોગ કરવાથી ક્રેડિટ સ્કોરમાં સુધારો થઈ શકે છે. ક્યારેક ક્યારેક લેન્ડર ક્રેડિટ બ્યૂરોને ખોટી જાણકારીનો રિપોર્ટ આપી શકે છે. જેના કારણે ક્રેડિટ સ્કોરમાં ઘટાડો થઈ શકે છે. નિયમિતરૂપે ક્રેડિટ રિપોર્ટની તપાસ કરીને આ સમસ્યાથી બચી શકાય છે. કોઈપણ લોનની મંજૂરી માટે એક સારો ક્રેડિટ સ્કોર ખૂબ જ જરૂરી છે. કેટલીક નાણાંકીય ભૂલો કરવામાં ન આવે તો તમારો ક્રેડિટ સ્કોર સુધરી શકે છે.

આ પણ વાંચો: ઇલેક્ટ્રિક કારને લઈને ઓલાની મોટી જાહેરાત, દિવાળી સુધી આવશે ગુડ ન્યૂઝ

વધુ પડતી અરજી ન કરવી


ખૂબ જ ઓછા સમયમાં વારંવાર ક્રેડિટ કાર્ડ અથવા લોન માટે અરજી ન કરવી જોઈએ. જેના કારણે ક્રેડિટ રિપોર્ટ પર ઈન્ક્વાયરી થઈ શકે છે. આ કારણોસર ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર થઈ શકે છે.
Published by: Vinod Zankhaliya
First published: July 21, 2022, 12:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading