Cruide Oil Price: છેલ્લા સાત મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવ તળીયે, પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેમ નથી ઘટતો?

News18 Gujarati
Updated: September 11, 2022, 2:10 PM IST
Cruide Oil Price: છેલ્લા સાત મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવ તળીયે, પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેમ નથી ઘટતો?
ફાઇલ તસવીર

Crude Oil Price: બ્રેન્ટ ક્રૂડ છેલ્લા અઠવાડિયે 90 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયું હતું. ત્યારબાદ ભાવ વધીને 92.84 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યો હતો. પેટ્રોલિયમ કિંમતોમાં ફેરફાર ન થવાના સવાલ પર મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે સંવાદદાતાઓના સવાલોના જવાબ આપ્યાં હતા.

  • Share this:
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમત છેલ્લા સાત મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તેનું કારણ એ છે કે, ખર્ચમાં વધારો થવા છતાં જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ન કરતાં લગભગ પાંચ મહિના સુધી નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. મંદીની આશંકા વચ્ચે ફેબ્રુઆરીની શરૂઆત પછી પહેલીવાર આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ છેલ્લા અઠવાડિયામાં 90 ડોલર પ્રતિ બેરલથી ઓછી કિંમતે પહોંચ્યું હતું. ત્યારબાદ કેટલાક ભાવવધારા સાથે 92.84 ડોલર પ્રતિ બેરલનો વેપાર કરી રહ્યો હતો, જે છ મહિનાના સૌથી નીચા સ્તરે છે.

ક્રૂડ ઓઇલ ઉત્પાદન સંગઠને ભાવ ઘટાડ્યો હતો


રશિયા દ્વારા નોર્થ સ્ટ્રીમ પાઇપલાઇનને બંધ રાખવા અને ક્રૂડ ઓઇલ ઉત્પાદન દેશોના સંગઠન ઓપેક અને તેના સહયોગીઓના ઉત્પાદનમાં ઘટાડો કરવા છતાં કિંમતમાં ઘટાડો નોંધાયો છે. જો કે, તેનાથી ભારતના પેટ્રોલ - ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. રેકોર્ડ 158 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

આ પણ વાંચોઃ ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા અહીં 5 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ

નુકસાન થવાનો કારણે કંપનીઓ ભાવ ઘટાડતી નથી


પેટ્રોલિયમ કિંમતમાં ફેરફાર ન થવાના કારણના સવાલ પર પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ શુક્રવારે સંવાદદાતાઓના સવાલોના જવાબમાં કહ્યુ હતુ કે, સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતોમાં વધારો થવા છતાં ભાવવધારો નહોતો કર્યો ત્યારે જે નુકસાન થયું હતું, તેને કારણે હવે કંપનીઓ કિંમત ઘટાડી રહી નથી. તેમણે વધુમાં કહ્યુ હતુ કે, ‘જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો વધારે હતી, ત્યારે અમારી કિંમતો પહેલેથી જ ઓછી હતી. શું આપણે બધું જ નુકસાન ભરપાઈ કરી દીધું છે?’ જો કે, તેમણે 6 એપ્રિલથી ભાવ સ્થિર રાખવાથી થયેલા નુકસાન વિશે કંઈ કહ્યુ નહોતું.આ પણ વાંચોઃ ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરથી નીચે, કેટલું સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ

ક્રૂડના ભાવમાં ચડાવ-ઉતાર


ભારત દ્વારા આયાત કરવામાં આવતા ક્રૂડ ઓઇલના ભાવ આઠ સપ્ટેમ્બરે 88 ડોલર પ્રતિ બેરલની કિંમતે પહોંચી ગયા છે. એપ્રિલમાં આ ભાવ 102.97 ડોલર હતો અને તેના મહિના પછી ભાવ 109.51 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યો હતો. જુલાઇથી આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઘટાડો થવાની શરૂઆત થઈ હતી. તે સમયે ભારત દ્વારા આયાત કરવામાં આવતા ક્રૂડ ઓઇલનો ભાવ 105.49 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો હતો. ઓગસ્ટમાં આ ભાવ 97.40 ડોલર પ્રતિ બેરલ અને સપ્ટેમ્બરમાં 92.87 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો હતો.
Published by: Vivek Chudasma
First published: September 11, 2022, 2:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading