1 જુલાઈથી Cryptocurrency પર કપાશે આટલો TDS, આ નિયમોનું રાખજો ધ્યાન


Updated: June 23, 2022, 12:24 PM IST
1 જુલાઈથી Cryptocurrency પર કપાશે આટલો TDS, આ નિયમોનું રાખજો ધ્યાન
આવકવેરા વિભાગે ડિજિટલ એસેટ્સ માટે ટીડીએસ કપાતને લગતા નિયમો જાહેર કર્યા.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ 21 જૂને આઇટી નિયમોમાં કેટલાક સુધારા જાહેર કર્યા હતા. આ સુધારા ફોર્મ 16QE અને ફોર્મ 16Eમાં ટીડીએસ રીટર્ન સંબંધિત છે. નોટિફિકેશનમાં સીબીડીટીએ કહ્યું છે કે, કલમ 194S હેઠળ કાપવામાં આવેલા TDSને 30 દિવસની અંદર જમા કરાવવાનું રહેશે.

  • Share this:
આવકવેરા વિભાગે (Income Tax Department) ડિજિટલ એસેટ્સ માટે ટીડીએસ કપાતને લગતા નિયમો જાહેર કર્યા છે. આ નિયમ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (Virtual Digital Assets) અથવા ક્રિપ્ટોકરન્સી (cryptocurrencies)ની વાર્ષિક 10,000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર 1 ટકા ટીડીએસ કપાત અંગે છે. આ નિયમો આગામી 1 જુલાઈથી અમલમાં આવશે. આ માટે ફાઈનાન્સ એક્ટ 2022 (Finance Act 2022) માં આઈટી એક્ટમાં કલમ 194એસ દાખલ કરવામાં આવી છે. આવકવેરા વિભાગે વર્ચુઅલ ડિજિટલ એસેટ્સ પર ટીડીએસ (TDS) કપાત અંગે વિસ્તૃત ડિસ્ક્લોઝર આપ્યું છે. જેમાં ક્રિપ્ટોની પેમેન્ટની તારીખ અને પેમેન્ટની પદ્ધતિની જાણકારી આપવી જરૂરી હોવાનું જણાવાયું છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ 21 જૂને આઇટી નિયમોમાં કેટલાક સુધારા જાહેર કર્યા હતા. આ સુધારા ફોર્મ 16QE અને ફોર્મ 16Eમાં ટીડીએસ રીટર્ન સંબંધિત છે. નોટિફિકેશનમાં સીબીડીટીએ કહ્યું છે કે, કલમ 194S હેઠળ કાપવામાં આવેલા TDSને 30 દિવસની અંદર જમા કરાવવાનું રહેશે. જે મહિનામાં ટીડીએસ કપાશે તે મહિનાના અંતના 30 દિવસની અંદર ટીડીએસ જમા કરાવવો જરૂરી રહેશે. ટીડીએસ તરીકે કાપવામાં આવેલો આ કર ફોર્મ 26QEમાં જાહેર કરાશે.

નવી જોગવાઈ શું કહે છે?નાંગિયા એન્ડરસન એલએલપી (Nangia Andersen LLP)ના ભાગીદાર નીરજ અગ્રવાલે PTIને જણાવ્યું હતું કે, ફોર્મ 26QE ભરવા માટે તમારે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ (VDA)ના ટ્રાન્સફરની તારીખ, VDAની વેલ્યૂ અને VDAના ચુકવણી મોડની વિગતો આપવી પડશે. ચુકવણી રોકડમાં હોય કે પછી અન્ય VDA સાથે અદલાબદલી કરવામાં આવી હોય, આ તમામ બાબતોનો ઉલ્લેખ ફોર્મ 26QEમાં કરવાનો રહેશે. આ ફોર્મની જોગવાઈ આઈટી એક્ટની કલમ 194Sમાં મૂકવામાં આવી છે.

આ કલમ મુજબ VDAને લગતી ટ્રાન્સફર અને પેમેન્ટની વિગતો ફોર્મમાં દર્શાવવાની રહેશે. બાદમાં જો આવા વ્યવહાર અંગે કોઇ માહિતી માંગવામાં આવે તો તેના માટે ડોક્યુમેન્ટ પણ રજૂ કરવાના રહેશે.

આ પણ વાંચો -સોના-ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો, શું ખરીદવાનો યોગ્ય સમય?

તજજ્ઞોનો મત શું છે?


એકેએમ ગ્લોબલ ટેક્સ પાર્ટનર અમિત મહેશ્વરીનું કહેવું છે કે, કર વિભાગને ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો શોધી કાઢવામાં મદદ મળે તે માટે આ જોગવાઈ થઈ છે. VDAના ટ્રાન્સફરમાં પેમેન્ટની વિગતો 26QEમાં આપવાની રહેશે. VDA ટ્રાન્સફર કઈ તારીખે કરવામાં આવ્યું, પેમેન્ટની રીત શું હતી, VDAના પૈસા રોકડમાં કે ક્રિપ્ટોકરન્સીની અદલા-બદલીમાં આપવામાં આવ્યા હતા? આ બધી બાબતો જાણવી પડશે.

આ જોગવાઈના કારણે કરદાતાની જવાબદારી પણ વધશે. નાણાં મંત્રાલય કરદાતાઓને મદદ કરવા માટે ક્રિપ્ટોકરન્સીના કર સાથે જોડાયેલા FAQ પર કામ કરે છે. જેનાથી ક્રિપ્ટોકરન્સી અથવા વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ પર કેટલો ટેક્સ લાગશે તેની જાણકારી મળશે.

આ પણ વાંચો -લીલા નિશાન સાથે ખુલ્યુ શેરબજાર, જાણો આજે કેવો રહેશે બજારનો મૂડ

અહી નોંધનીય છે કે, બજેટ 2022-23માં ક્રિપ્ટો એસેટ્સ પર આવકવેરાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમ 1 એપ્રિલથી લાગુ થઈ ગયો છે, જેમાં ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્ઝેક્શનમાં ફાયદો થાય તો 30 ટકા આવકવેરા, સેસ અને સરચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. બજેટમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી હતી કે ક્રિપ્ટો પેમેન્ટ પર ટીડીએસની થ્રેશોલ્ડ મર્યાદા વાર્ષિક 50,000 રૂપિયા હશે, પરંતુ તે માત્ર અમુક લોકો માટે જ હશે. આ ખાસ લોકોમાં જેમના માટે આઇટી એક્ટ હેઠળ એકાઉન્ટ્સનું ઓડિટ કરવું જરૂરી હોય તેવા વ્યક્તિઓ અથવા એચયુએફનો સમાવેશ કરવામાં આવશે.
Published by: Bhavyata Gadkari
First published: June 23, 2022, 12:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading