Delhivery IPO: ગ્રે-માર્કેટના અંદાજાથી વિપરીત ડિલ્હીવરી લિમિટેડનો શેર ઇશ્યૂ પ્રાઇસથી ઉપર ખુલ્યો

News18 Gujarati
Updated: May 24, 2022, 12:04 PM IST
Delhivery IPO: ગ્રે-માર્કેટના અંદાજાથી વિપરીત ડિલ્હીવરી લિમિટેડનો શેર ઇશ્યૂ પ્રાઇસથી ઉપર ખુલ્યો
Delhivery shares opened above their issue price

ડિલ્હીવરી લિમિટેડનો શેર આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટ થયો છે. દિલ્હીવેરીની ઇશ્યૂ કિંમત 487 રૂપિયા હતી. આ સ્ટોક BSE પર રૂ. 493 અને NSE પર રૂ. 495.20 પર લિસ્ટેડ છે.

  • Share this:
લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સ્ટાર્ટઅપ ડિલ્હીવરી લિમિટેડનો સ્ટોક આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટ થયો છે. લિસ્ટિંગ પહેલાં, ગ્રે-માર્કેટમાંથી કોઈ સારા સંકેતો આવ્યા ન હતા, પરંતુ તેનું લિસ્ટિંગ તેની ઈશ્યુ કિંમતથી ઉપર કરવામાં આવ્યું છે.

ડિલ્હીવરીની ઇશ્યૂ કિંમત 487 રૂપિયા હતી. આ સ્ટોક BSE પર રૂ. 493 અને NSE પર રૂ. 495.20 પર લિસ્ટેડ છે. બજારના નિષ્ણાતોએ પણ આ સ્ટૉકને ડિસ્કાઉન્ટમાં ખોલવાની શક્યતા વ્યક્ત કરી હતી. 24 મેના રિપોર્ટમાં કંપનીની આવકમાં 1.68 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો -Venus Pipes & Tubes IPO શેરની ઈશ્યુ કિંમત કરતાં 3.5% ના પ્રીમિયમ પર ખુલ્યો

રોકાણકારોનો સહયોગ ન મળ્યો


રોકાણકારોએ પહેલા દિવસથી આ કંપનીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો ન હતો. જો કે કંપનીને પણ આવી આશંકા હતી, તેથી કંપનીએ તેના ઇશ્યુનું કદ પણ ઘટાડી દીધું હતું. અગાઉ કંપની રૂ. 7,460 કરોડ એકત્ર કરવા માંગતી હતી, પરંતુ બાદમાં ઇશ્યુનું કદ ઘટાડીને રૂ. 5,235 કરોડ કરવામાં આવ્યું હતું.

13 મે આ IPO માટે અરજી કરવાનો છેલ્લો દિવસ હતો. આ દિવસ સુધી તે 1.63 વખત સબસ્ક્રાઇબ થયું હતું. NSE ડેટા મુજબ, કુલ 6,25,41,023 શેર માટે 10,17,04,080 બિડ મળી હતી. લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારોનો હિસ્સો 2.66 ગણો ભરાયો હતો, જ્યારે છૂટક શ્રેણીમાં માત્ર 57 ટકાએ અરજી કરી હતી. 30 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો ભરાયા હતા.આ પણ વાંચો -Gold Price Today : લગ્નની સિઝન વચ્ચે સોના-ચાંદીની જોરદાર ખરીદી, જાણી લો આજનો નવો ભાવ

કંપનીએ નફો કર્યો નથી


ડિસેમ્બર 2021માં પૂરા થતા 9 મહિનામાં કંપનીએ રૂ. 891.14 કરોડની ખોટ કરી હતી અને નાણાકીય વર્ષ 21માં તેણે રૂ. 416 કરોડની ખોટ કરી હતી. ડિસેમ્બરના અંતે કંપનીની કમાણી રૂ. 4,911 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 21 માં રૂ. 3,838 હતી.

કંપનીએ નાણાકીય વર્ષ 2020 માં રૂ. 848 કરોડના નકારાત્મક રોકડ પ્રવાહની સરખામણીએ 2021 માં રૂ. 246 કરોડનો નકારાત્મક રોકડ પ્રવાહ નોંધાવ્યો હતો. તે જ સમયે, ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો. તે 2020માં રૂ. 2,026ની સામે 2021માં વધીને રૂ. 3,480 કરોડ પર પહોંચ્યું હતું, જ્યારે નાણાકીય વર્ષ 2022ના પ્રથમ 9 મહિનામાં રૂ. 4,000 કરોડને સ્પર્શ્યું હતું.
Published by: Bhavyata Gadkari
First published: May 24, 2022, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading