Loan App: ઓનલાઈન લોન એપ્સનો ઉપયોગ કરતા પહેલા આ સાવધાની વર્તો અને છેતરપિંડીથી બચો
News18 Gujarati Updated: January 25, 2023, 8:08 PM IST
સૌવ પ્રથમ 40 લેન્ડિંગ એપને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો.
Risks in Digital Lending: જો તમે મોબાઈલ એપ દ્વારા લોન લેવાની તૈયારી કરી રહ્યા છો, તો સૌથી પહેલા તેની સાથે જોડાયેલા તમામ જોખમો જાણી લો. આ પછી જ લોન માટે આગળ વધો. લોન એપ ઇન્સ્ટોલ કરતા પહેલા યુઝર રિવ્યુ વાંચો. ઉપરાંત, તેની પ્રોસેસિંગ ફી અને અન્ય શરતો વિશે અગાઉથી જાણો
Online Loan Fraud: કોરોના મહામારી બાદ ડિજિટલ ફ્રોડના કિસ્સાઓનો ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને લોન આપનારી ઓનલાઇન એપની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેને લેન્ડિંગ એપ કહેવાય છે. આ એપ સામાન્ય રીતે કોઈ પણ જરૂરિયાત મંદ વ્યક્તિને અમુકજ મિનિટમાં એટલે કે ઇન્સ્ટન્ટ લોન આપે છે. પરંતુ આ એપમાં રિસ્ક પણ એટલુંજ રહેતું હોય છે. ફિંટેક ઇન્ડસ્ટ્રીમાં રહેલા આ જોખમોને ઓળખાવા હાલમાંજ એક 'ફિંટેક લેન્ડિંગ રિસ્ક બેરોમીટર' લોન્ચ કરવામાં આવ્યું છે.
આ બેરોમીટરને ફિંટેક એસોસિએશન એસોસિયેશન ફોર કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ (ફેસ) અને સેન્ટર ફોર ફાઇનાન્સિયલ (સીએફઆઈ)એ સાથે મળીને લોન્ચ કર્યું છે. આ રિસ્ક બેરોમીટરનો ઉદ્દેશ્ય ઓનલાઇન લેન્ડિંગ ઇન્ડસ્ટ્રીમાં આવનારા જોખમોને ઓળખીને એક બેઇઝ લાઈન તૈયાર કરવાનું છે. સૌવ પ્રથમ 40 લેન્ડિંગ એપને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સર્વેમાં ભાગલેનાર વ્યક્તિઓ સાથે વિશેષ વાત કરવામાં આવી હતી. જેમાં ભાગલેનારે દરેક જોખમોને 1 થી 7 નંબર પર રેન્ક આપવાનો હતો. જેમાં 1 સૌથી ઓછું અને 7 સૌથી વધુ જોખમી. ચાલો જાણીએ 5 સૌથી મોટા જોખમો.
આ પણ વાંચો:
મોટા સમાચાર! જો એરલાઇન કંપનીએ આવું કર્યું, તો તમને 75% રિફંડ મળશે, નવા નિયમો લાગુ થશે1. ઓછી વિશ્વશનીયતા
સર્વેમાં ભાગ લેનારા 90% લોકોનું અનુમાન રહ્યું કે, લેન્ડિંગ એપને લઈને ગેરરીતિ સૌથી વધુ છે. જેને 7 માંથી 6.3 સ્કોર મળ્યો. ઘણી એપ અનરજિસ્ટર્ડ છે અને તે ખુબજ ઊંચી પ્રોસેસિંગ ફી વસુલે છે. આ સાથે તેઓ પોતાની ટર્મ્સ કન્ડિશન જણાવતા નથી અને નાણાં વસૂલવા માટે આક્રમક બને છે. ડિજિટલ લેન્ડિંગ પર બનેલી એક આરબીઆઇ વર્કિંગ ગ્રુપે તપાસ્યું કે એન્ડ્રોઇડ યૂઝર માટે 1000 લેન્ડિંગ એપ અવેલેબલ છે, જેમાંથી આશરે 600 એપ ગેરલાયક છે.
2. સાઇબર ફ્રોડ
સર્વેમાં જોડાયેલા 83% લોકોએ સાઇબર ફ્રોડ અને સાઇબર અપરાધ માટે 7 માંથી 5.5 સ્કોર આપીને બીજા નંબરનું સૌથી મોટું જોખમ ગણાવ્યું હતું. એવા ઘણા કેસો સામે આવ્યા છે કે જેમાં સોશિયલ મીડિયાની ઘણી મોટી કંપનીના નામનો ઉપયોગ કરીને યુઝર્સ પાસેથી દેટા મેળવી લેવામાં આવે છે. એમાં એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિ તેની મદદથી લોન માટે એપ્લાય કરશે તો તેઓને ઓછા વ્યાજ દરે લોન મળી શકશે.આ પ્રકારના નકલી વેબ પેઈજ અને સોસીયલ મીડિયા એકાઉન્ટને રોકવું થોડું મુશ્કેલી ભર્યું છે.
3. ડેટા પ્રાઇવસી
સર્વેમાં જોડાયેલા 73% લોકોએ ડેટા પ્રાઈવસીનો ત્રીજા નંબરનું સૌવથી મોટું જોખમ કહ્યું અને 7 માંથી 5.1 સ્કોર આપ્યો. ડેટા પ્રોટેક્શન સાથે જોડાયેલા સ્પષ્ટ નિયમો અને ધારા ધોરણોમાં ખામીને લીધે ફિંટેક ઈન્ડસ્ટ્રીઝમાં નિયમોનું પાલન ન કરવાનું જોખમ રહે છે. હંમેશા મોબાઈલ એપ ઇન્સ્ટોલ કરતી વખતે ફોનમાં અન્ય પરમિશન માટેની માંગ કરતી હોય છે. જેમાં યુઝર્સનો મહત્વપૂર્ણ ડેટા હોય છે.
આ પણ વાંચો:
Stock market: આ 3 કારણોને લીધે તૂટ્યું શેરબજાર, રોકાણકારોના 4 લાખનું બલૂન ફરી ગયું
4. પાલન ન કરવું
સર્વેમાં 65% યુઝર્સે 7 માંથી 5 અંક આપીને આ એક ગંભીર જોખમ બતાવ્યું છે. નિયમનકારો સાથેના સીધા સંવાદના અભાવે, એ વાતની ચિંતા રહે છે કે આ એપ તરફથી માર્ગદર્શિકાને અલગ રીતે રીતે લાગુ કરતા યુઝર્સે દંડ ભરવો પડતો હોય છે. આ નિયમો વધુ પારદર્શી બનાવવા જરૂરી છે.
5. ખોટી વ્યાપારિક રીતો
સર્વેમાં જોડાયેલા 60% યુઝર્સે ખોટી કારોબારી રીતને 7 માંથી 4.9 રેટિંગ આપેલું છે. આ સમસ્યા સમગ્ર દેશભરમાં ફેલાયેલી છે. માર્કેટિંગનું આક્રમક રૂપ અને નાણાં વસૂલવાની રીતે ઉધાર લેનારને દૂર કર્યા છે. આ સમસ્યા સમગ્ર દેશમાં ફેલાયેલી છે. RBIએ પણ વસૂલીને લઈને કડક આદેશો જાહેર કર્યા છે.
બચવા માટેના ઉપાયો
- ઉધાર લેતા પહેલા લેન્ડર્સને ઓળખો.
- RBI રજીસ્ટર્ડ હોય તેવાજ લેન્ડર્સને પસંદ કરો.
- ઈ-મેલ કે એસએમએસ વડે આવેલ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
- તરતજ લોન આપનારથી અંતર રાખો.
- પાસ્ટ રીવ્યુ ચેક કરવાની આદત રાખો.
- પ્રોસેસિંગ ફી અને અન્ય ખર્ચ જાણવાની આદત રાખો.
- ફોનમાં કોઈ પણ એક્સેસ આપતા પહેલા શરતો સારી રીતે જાણો.
Published by:
Darshit Gangadia
First published:
January 25, 2023, 8:08 PM IST