ટેસ્લા કે ટ્વિટર! મસ્કને એક દિવસમાં રૂ. 63,000 કરોડનું નુકસાન, બ્રોકરેજ શેરના લક્ષ્ય ભાવ પણ ઘટ્યા

News18 Gujarati
Updated: December 21, 2022, 5:04 PM IST
ટેસ્લા કે ટ્વિટર! મસ્કને એક દિવસમાં રૂ. 63,000 કરોડનું નુકસાન, બ્રોકરેજ શેરના લક્ષ્ય ભાવ પણ ઘટ્યા
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં હવે મસ્ક બીજા ક્રમે આવી ગયા છે.

Elon Musk: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ટેસ્લા ચીફની નેટવર્થ 147.7 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ વર્ષે તેણે તેની નેટવર્થમાંથી લગભગ 122 બિલિયન ડોલર ગુમાવ્યા છે.

  • Share this:
Elon Musk Net worth: ટેસ્લાના વડા એલોન મસ્કની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તાજેતરમાં જ તેમની પાસેથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિનો ખિતાબ છીનવાઈ ગયો હતો. ટેસ્લાના શેર મંગળવારે લગભગ 6 ટકા ઘટીને $140.86 ની બે વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા પછી ઘણી રેટિંગ એજન્સીઓએ તેમના ભાવ લક્ષ્યાંકોમાં ઘટાડો કર્યો. બ્રોકરેજ હાઉસ માને છે કે ટેસ્લા ચીફનું ધ્યાન ટ્વિટર તરફ ખૂબ જ ગયું છે જે ટેસ્લાને નુકસાન પહોંચાડી રહ્યું છે. વિશ્લેષકો એવું પણ માની રહ્યા છે કે મસ્ક ટ્વિટરને ભંડોળ પૂરું પાડવા માટે ટેસ્લાના વધુ શેર વેચી શકે છે. આ તમામ કારણોને લીધે, EV નિર્માતાના શેરમાં જબરદસ્ત વહેચાણ જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો:2 રૂપિયાથી પણ ઓછી કિંમતના આ શેરોએ ચમકાવી દીધું રોકાણકારોનુ નસીબ, ડબલ કરી દીધા રૂપિયા

બ્રોકરેજ એવરકોર ISI એ ટેસ્લા શેરની લક્ષ્ય કિંમત $300 થી ઘટાડી $200 કરી છે. બ્રોકરેજનું કહેવું છે કે રોકાણકારોને ડર છે કે ટેસ્લાની બ્રાન્ડને નુકસાન થઈ શકે છે. અન્ય બ્રોકરેજ ડાયવા કેપિટલ માર્કેટ્સે જણાવ્યું હતું કે ટ્વિટરના કારણે ધ્યાન ભટકવાથી ટેસ્લા માટે જોખમમાં વધારો થયો છે અને તેથી લક્ષ્ય કિંમત $ 240 થી ઘટાડીને $ 177 કરવામાં આવી છે. નોંધપાત્ર રીતે, આ બંને લક્ષ્યો વર્તમાન ભાવ કરતાં વધુ છે.

મસ્કની સંપત્તિ કેટલી છે


બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ટેસ્લા ચીફની નેટવર્થ 147.7 બિલિયન ડોલર થઈ ગઈ છે. જે 2 વર્ષમાં તેમની નેટવર્થનું સૌથી નીચું સ્તર છે. મંગળવારે જ તેમની સંપત્તિમાં 7.7 બિલિયન ડોલર (રૂ. 63 હજાર કરોડથી વધુ)નો ઘટાડો થયો હતો. જે ગયા ઓક્ટોબર પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. મસ્કની મોટાભાગની સંપત્તિ ટેસ્લાના શેરો દ્વારા છે અને જો તે ઘટશે તો તેની સંપત્તિ પણ નીચે જશે.

આ પણ વાંચો:સારું મેનેજમેન્ટ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવાનુ પસંદ કરે છે સૌરભ મુખર્જી, જાણો પોર્ટફોલિયોમાં કયા શેર સામેલ?મસ્કે ટ્વિટર હસ્તગત કરવા માટે ટેસ્લાના શેર મોટા પાયે વેચ્યા. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં હવે મસ્ક બીજા ક્રમે આવી ગયા છે. પ્રથમ સ્થાને LVMH ના ચેરમેન બર્નાર્ડ આર્નોલ્ટ છે, જેમની સંપત્તિ 161 બિલિયન ડોલર છે. ગયા અઠવાડિયે, મસ્કે ટેસ્લાના 3.58 બિલિયન ડોલરના શેર વેચ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં, મસ્કે ટેસ્લાના 40 બિલિયન ડોલરના શેર વેચ્યા છે. ટેસ્લાનું માર્કેટ વેલ્યુ નવેમ્બર 2020 પછી પ્રથમ વખત 0.5 ટ્રિલિયન ડોલર પર આવી ગયું છે. મસ્કને આ વર્ષે અત્યાર સુધીમાં 122.6 બિલિયન ડોલરનું નુકસાન થયું છે.


ધંધામાં ઘટાડો


ટેસ્લાના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 60 ટકાનો ઘટાડો થયો છે. વિશ્લેષકો માની રહ્યા છે કે આ વખતે ટેસ્લાની ડિલિવરીમાં પણ ઘટાડો થશે. ટેસ્લા જાન્યુઆરીમાં તેનો ત્રિમાસિક ડિલિવરી રિપોર્ટ બહાર પાડી શકે છે. ચીનમાં નબળી માંગને કારણે, ડાયવાએ 2023 માટે કંપનીના ડિલિવરી અનુમાનમાં 5 ટકાનો ઘટાડો કર્યો છે, જ્યારે પ્રતિ યુનિટ આવક વાર્ષિક ધોરણે 8 ટકા ઘટાડી છે.
Published by: Darshit Gangadia
First published: December 21, 2022, 5:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading