નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India)એ રેપોરેટમાં 50 બેઝિસ પોઈન્ટનો વધારો કરતા રેપોરેટ 5.9 ટકા પર પહોંચી ગયો છે. રેપો રેટ વધાર્યા બાદ હોમ લોન મોંઘી થઈ ગઈ છે, પરંતુ ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકનારાઓને લાભ થયો છે. રેપોરેટ વધવાને કારણે દેવાઓ વધુ ઉધાર બની શકે છે, લોનના સમયગાળામાં અને માસિક હપ્તા (EMI)માં વધારો થઈ શકે છે. ઉપરાંત ફિક્સ્ડ ડિપોઝીટ (FD) પરના વ્યાજદરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણમાં લિક્વિડિટી પ્રદાન કરે છે અને સમયાંતરે વ્યાજ (Interest)ની આવક સુનિશ્ચિત કરે છે. આ બચત ઇમરજન્સી ફંડ બનાવવા માટે ઉપયોગી છે. ફિક્સ્ડ ડિપોઝિટમાં અન્ય યોજનાઓની સરખામણીએ સલામત છે અને ઓછામાં ઓછું જોખમ છે. વ્યક્તિ ફિક્સ્ડ ડિપોઝિટમાં ટૂંકાથી લાંબાગાળા માટે પણ રોકાણ કરી શકે છે. નિષ્ણાંતો અનુસાર FD પરનું વ્યાજ 8 ટકા સુધી પહોંચી શકે છે.
RBIએ રેપોરેટમાં વધારો કરતા FD પર શું અસર થઈ શકે છે?
ફિક્સ્ડ ડિપોઝીટમાં કોઈપણ પ્રકારનું જોખમ રહેતું નથી, જેથી ગ્રાહકો ઉચ્ચ વ્યાજદરનો લાભ મેળવવા માટે ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ કરી શકે છે. સેન્ટ્રલ બેન્કે રેપોરેટમાં 140 બેઝીસ પોઈન્ટમાં વધારો કર્યો હતો, જેના કારણે અન્ય બેન્કોએ ડિપોઝીટ પરના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે.
કઈ બેન્ક ફિક્સ્ડ ડિપોઝીટ પર 7 ટકા સુધી વ્યાજનો લાભ આપે છે, તે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
બેન્ક |
સામાન્ય નાગરિક |
વરિષ્ઠ નાગરિક |
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા |
2.90% થી 5.65% |
3.40% થી 6.45% |
HDFC બેન્ક |
2.75% થી 6.10% |
3.25% થી 6.60% |
IDBI બેન્ક |
2.70% થી 5.75% |
3.20% થી 6.50% |
કોટક મહિન્દ્રા બેન્ક |
2.50% થી 6.10% |
3.00% થી 6.60% |
RBL બેન્ક |
3.25% થી 7.00% |
3.75% થી 7.50% |
પંજાબ નેશનલ બેન્ક |
3.00% થી 6.10% |
3.50% થી 6.60% |
કેનરા બેન્ક |
2.90% થી 6.00% |
2.90% થી 6.50% |
એક્સિસ બેન્ક |
2.75% થી 5.75% |
2.75% થી 6.50% |
બેન્ક ઓફ બરોડા |
3.00% થી 5.50% |
3.50% થી 6.50% |
IDFC ફર્સ્ટ બેન્ક |
3.50% થી 6.90% |
4.00% થી 7.40% |
જમા વ્યાજદરને ઈન્ફ્લેશન સાથે જોડી દેવામાં આવ્યા છે. બેન્ક જમાકર્તાઓને સારુ રિટર્ન આપે છે.
જમા થયેલ રકમનું શું કરવામાં આવશે?
Bankbazaar.comના CEO આદિલ શેટ્ટીએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, સતત વ્યાજદર વધવાને કારણે FDના વ્યાજદરમાં વધારો થઈ રહ્યો છે.
પહેલાં FD પર ઓછું વ્યાજ આપવામાં આવતું હતું. જે લોકો ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ કરે છે, તેમને સારું રિટર્ન મળવાની આશા છે. ફિક્સ્ડ ડિપોઝીટ પર ડબલ ડિજિટનું વ્યાજ મળવાની આશા ઓછી છે. આવનારા સમયમાં ફિક્સ્ડ ડિપોઝીટ પર 8 ટકા વ્યાજદર મળવાની સંભાવના છે.
તાત્કાલિક શું અસર જોવા મળશે?
FDના વ્યાજદર પર ટ્રાન્સમિશન રેટ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે.
આદિલ શેટ્ટીએ જણાવ્યું છે કે, લિક્વિડિટી ઓછી હોવાને કારણે FDના વ્યાજદરમાં વધારો થવાની સંભાવના છે.
જમાકર્તાઓએ શું કરવું જોઈએ?
પૈસાબજારના સિનિયર ડાયરેક્ટર ગૌરવ અગ્રવાલે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, જે ગ્રાહકો પોતાની સરપલ્સ રકમને ફિક્સ્ડ ડિપોઝીટમાં જમા કરવાની યોજના બનાવી રહ્યા છે, તેમણે 1થી 2 વર્ષ સુધી ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ કરવું જોઈએ.
ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદર વધવાની સંભાવના છે. ગ્રાહકોએ ફિક્સ્ડ ડિપોઝીટ જમા કરતી સમયે ઓટો રિન્યુઅલની સુવિધાનો ઉપયોગ ન કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી જે તે સમયે જે પણ ઉચ્ચ વ્યાજદરની સુવિધા ઊભી થઈ હશે, તેનો ગ્રાહકોને લાભ મળી શકે છે.
આ પણ વાંચો:
આજે ખુલશે એડલવીસ ફાઇનાન્સિયલ સર્વિસીસનું NCD, રોકાણ કરતાં પહેલા જાણી લો આ ખાસ વિગતો
આવનારા સમયમાં ફિક્સ્ડ ડિપોઝીટ રોકાણનું એક સારું માધ્યમ બની જશે.
ફિક્સ્ડ ડિપોઝીટ લેન્ડરિંગએ FDમાં મેચ્યોરિટી સમયગાળો અને મેચ્યોરિટી બકેટમાં રોકાણ કરવાને પ્રોત્સાહન આપવાની એક પ્રક્રિયા છે. આ પ્રકારે રોકાણકારોને ઉચ્ચ વ્યાજદર અને રિટર્નની સુવિધા મળી શકે છે. ઉપરાંત ગ્રાહકો પોતાની લિક્વડિટી જરૂરિયાત પણ પૂરી કરી શકે છે.
FDના પ્રકાર
સામાન્ય રીતે બે પ્રકારની ફિક્સ્ડ ડિપોઝીટ હોય છે. પ્રથમ ક્યુમ્યુલેટિવ FD અને બીજી નોન-ક્યુમ્યુલેટિવ FD. જેમાં ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે વ્યાજ ચૂકવવામાં આવે છે. જો કે, તમે નિયમિત સમયાંતરે વ્યાજ પણ મેળવી શકો છો.