Gold Price Today: સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

News18 Gujarati
Updated: July 21, 2022, 10:54 AM IST
Gold Price Today: સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ
સોનાની કિંમત (Shutterstock તસવીર)

Gold price today, 21 July 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,004 રૂપિયા જોવા મળ્યું હતું.

  • Share this:
નવી દિલ્હી: સોના અને ચાંદીના ભાવ (Gold Silver price today)માં આજે ઘટાડો જોવા મળ્યો છે. સવારે 10:33 વાગ્યે એમસીએક્સ (MCX) પર સોનું અને ચાંદી ઘટાડા સાથે ટ્રેક કરી રહ્યા હતા. આથી તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે સોનું ખરીદવાની હાલ ઉત્તમ તક છે. એમસીએક્સ પર આજે ઓગસ્ટ વાયદાનું સોનું (Gold price today) 0.44 ટકા એટલે કે 221 રૂપિયા ઘટીને 50,004 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદીની વાત કરીએ તો સપ્ટેમ્બર વાયદાની ચાંદી (Silver price today) આજે 0.77 ટકા એટલે કે 431 રૂપિયા ઘટીને 55,188 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહી હતી.

સોના ચાંદીની રેકોર્ડ કિંમત


ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,004 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6196 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

સોનાની શુદ્ધતાના માપદંડ


24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)

































































































































શહેર 22 કેરેટ 24 કેરેટ
ચેન્નાઇ ₹46,680 ₹50,930
મુંબઈ ₹46,410 ₹50,630
દિલ્હી ₹46,410 ₹50,630
કોલકાતા ₹46,410 ₹50,630
બેંગલુરુ ₹46,460 ₹50,680
હૈદરાબાદ ₹46,410 ₹50,630
કેરળ ₹46,410 ₹50,630
પુણે ₹46,490 ₹50,710
વડોદરા ₹46,490 ₹50,710
અમદાવાદ ₹46,430 ₹50,660
જયપુર ₹46,560 ₹50,780
લખનઉ ₹46,560 ₹50,780
કોઈમ્બતુર ₹46,680 ₹50,930
મદુરાઈ ₹46,680 ₹50,930
વિજયવાડા ₹46,410 ₹50,630
પટના ₹46,490 ₹50,710
નાગપુર ₹46,490 ₹50,710
ચંદીગઢ ₹46,560 ₹50,780
સુરત ₹46,430 ₹46,430
ભુવનેશ્વર ₹46,410 ₹50,630
મેંગલોર ₹46,460 ₹50,680
વિશાખાપટ્ટનમ ₹46,410 ₹50,630
નાશિક ₹46,490 ₹50,710
મૈસુર ₹46,460 ₹50,680


આ પણ વાંચો: આજે આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

આ પણ વાંચો: ઇલેક્ટ્રિક કારને લઈને ઓલાની મોટી જાહેરાત, દિવાળી સુધી આવશે ગુડ ન્યૂઝ

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
Published by: Vinod Zankhaliya
First published: July 21, 2022, 10:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading