અમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો

News18 Gujarati
Updated: September 18, 2020, 6:53 PM IST
અમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો
પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય કિંમતોમાં આવેલા સુધારા અને અમેરિકી ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો મજબૂત થવાના કારણે સોના-ચાંદીમાં સુધારો આવ્યો છે.

  • Share this:
અમદાવાદઃ દેશમાં આજે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે સોનાની કિંમતોમાં (Gold Price today) 224 રૂપિયાનો વધારો થતાં 10 ગ્રામનો ભાવ 52,672 રૂપિયા રહ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં (Silver price today) 620 રૂપિયાની તેજી આવતા 69,841 રૂપિયા થયો હતો. જોકે, અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં કોઈફેરફાર ન થતાં પાછલા ભાવે સ્થિર રહ્યો હતો. ગુરુવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો.

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Ahmedabad Gold-Silver price)
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 18 September 2020) આજે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં એક કિલો ચાંદી ચોરસા 65,500 અને ચાંદી રૂપું 65,300 રૂપિાયની સપાટીએ રહી હતી. ગત ગુરુવારે ચાંદી ચોરસાનો ભાવ 65,000 રૂપિયા અને ચાંદી પુરુંનો ભાવ 64,800ની સપાટીએ બંધ રહી હતી.

આ ઉપરાંત આજે શુક્રવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 18 September 2020) પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 53,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 53,300 રૂપિયાના ભાવે સ્થિર રહ્યું હતું. આ ઉપરાંત 10 ગ્રામ હોલમાર્ક દાગીનાનો ભાવ 52,430 રૂપિયાના લેવલે બંધ રહ્યો હતો.

દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ (Delhi Gold-Silver price)
HDFC સિક્યુરિટી પ્રમાણે દિલ્હી સરાફા બજારમાં આજે શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 224 રૂપિયાનો વધારો થયો છે. જેના પગલે સોનું 52,672 રૂપિયાએ પહોંચ્યું હતું. જોકે, ગુરુાવરે સોનાના ભાવમાં 608 રૂપિયાનો ઘટાડો થઈને 52,463 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું.આ ઉપરાંત દિલ્હીમાં એક કિલો ચાંદીના ભાવમાં 620 રૂપિયાનો વધારો થતાં એક કિલો ચાંદી 69,841 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર આવ્યો હતો. ગુરુવારે કારોબારી સત્ર બાદ 1214 રૂપિયા ઘટીને 69242 રૂપિયા પ્રિત કિલોગ્રામના સ્તરે બંધ રહી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ
વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોનાના નવા ભાવ 1954 રૂપિયા પ્રતિ ઔંસના સ્તરે રહ્યા હતા. જ્યારે ચાંદીના નવા ભાવ 27.13 ડોલર પ્રતિ ઔંસ રહ્યા હતા.

ભાવ વધવાનું શું છે કારણ?
સોના-ચાંદીમાં વધતા ભાવના સંદર્ભમાં એચડીએફસી સિક્યુરિટીના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં આવેલા સુધારા અને અમેરિકી ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો મજબૂત થવાના કારણે સોના-ચાંદીમાં સુધારો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચીન બાદ ભારત સોનાનો બીજો સૌથી મોટો ખરીદદાર છે. ભારતમાં સોના ઉપર 12.5 ટકા આયાત શુલ્ક અને ત્રણ ટકા જીએસટી લગાવ્યો છે. ભારતમાં આ વર્ષેનાની કિંમતોમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. ભારતમાં સોનાની આયાત ઓગસ્ટમાં 3.7 ટકા અરબ ડોલરની થઈ હતી. જે ગત વર્ષે આ જ મહિનામાં 1.36 અરબ ડોલર થઈ હતી.
Published by: ankit patel
First published: September 18, 2020, 6:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading