લાંબા સમયથી યુવાનોમાં એવી માન્યતા છે કે, આરોગ્ય વીમા પૉલિસીઓ વૃદ્ધ લોકો માટે છે. પરંતુ આજકાલ તેઓને સ્વાસ્થ્ય વીમા પોલિસીનું મહત્વ સમજાયું છે. હવે તેઓ તેમના 20થી 30 વર્ષની ઉંમરે જ પોલિસી ખરીદી રહ્યા છે.
ગંભીર બિમારીઓ, વિકલાંગતા, રોગો અને મેડિકલ ઇમર્જન્સી કે તત્કાલીન મેડિકલ સારવાર માત્ર વૃદ્ધો સુધી જ મર્યાદિત નથી. ઉપરાંત, ભારતમાં તબીબી ફુગાવો 8 ટકાથી વધુ વધીને સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે છે. આમ, સારવાર માટે ખર્ચ કરવાથી તમારી બચત પર ભારે અસર પડી શકે છે. તેથી આ અણધારી પરિસ્થિતિઓથી બચવા માટે તમામ યુવાન વ્યક્તિઓને સ્વાસ્થ્ય વીમા યોજનાની જરૂર પડે છે. આરોગ્ય એ સંપત્તિ છે, પરંતુ આ વાતનું મહત્ત્વ આપણે બીમાર પડ્યા પછી જ સમજીએ છીએ. જોકે, વધુ પૈસા ખર્ચી શકે તેવા લોકો કોર્પોરેટ હોસ્પિટલ્સમાં સારવાર કરાવીને સ્વસ્થ થઈ જશે, પરંતુ આપણી પાસે બચત ન હોય અને આરોગ્ય વીમા પોલિસી ન હોય તો એ આપણો વાંક હશે.
આરોગ્ય વીમા પોલિસી લેતા પેહલા તમારે અહીં 10 બાબતો ધ્યાનમાં લેવી જોઈએ
પોલિસીનો પ્રકાર
તમારી જરૂરિયાતોને આધારે તમે તમારા પરિવારને પણ આવરી લેવા માટે પોલિસી અથવા ફેમિલી ફ્લોટરની પસંદગી કરી શકો છો.
પોલિસી અવધિ
તમે 1, 2, 3 વર્ષ અને તેથી વધુ વર્ષ પણ પસંદ કરી શકો છો. જો તમે તમારી પોલિસીના તમામ લાભો અને શરતોથી સંતુષ્ટ હોવ, તો તમે લાંબી મુદતની પોલિસી પણ પસંદ કરી શકો છો.
ક્લેમ સેટલમેન્ટ રેશિયો
ક્લેમ સેટલમેન્ટ રેશિયો (CSR)એ વીમાદાતાની વિશ્વસનીયતાનું સૂચક છે. એ દાવાઓની ટકાવારી દર્શાવે છે કે, વીમાપ્રદાતા તેને પ્રાપ્ત થયેલા કુલ દાવાઓમાંથી એક વર્ષમાં કેટલાની પતાવટ કરે છે. જોકે, તમારી પોલિસીનું ક્લેમ સેટલમેન્ટ 85 ટકાથી વધુ હોવું જોઈએ.
નેટવર્કમાં આવતી હોસ્પિટલોની સૂચિ
તમારી પોલિસીમાં તમારી નજીકની શ્રેષ્ઠ હોસ્પિટલોને આવરી લેવામાં આવી છે કે નહીં તેની ખાતરી કરવા માટે પોલિસીમાં આપવામાં આવેલી નેટવર્ક હોસ્પિટલોની સંપૂર્ણ સૂચિ કાળજીપૂર્વક તપાસવી જોઈએ. ઉપરાંત, યાદીમાં એવી હોસ્પિટલો હોવી જોઈએ, જ્યાં તમે કેશલેસ સારવાર મેળવી શકો.
આ પણ વાંચો -વિદેશ ભણવા જવુ છે? Education Loan લેતાં પહેલાં રાખો આ વાતોનું ખાસ ધ્યાન
ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ
ક્લેમ સેટલમેન્ટ એવી પ્રોસેસ છે, જેના દ્વારા વીમાદાતા પોલિસીધારકને નાણાં ચૂકવે છે. તમારી સ્વાસ્થ્ય વીમા પૉલિસીમાં રોકડ રહિત ચુકવણીઓ અને ખર્ચની ભરપાઈ બંને હોવી જોઈએ.
પોલિસી સુવિધાઓ
ખાતરી કરો કે તમારી પોલિસીમાં હોસ્પિટલાઇઝેશન કવર, મેટરનિટી કવર, ડેકેર પ્રક્રિયાઓ, એડ-ઓન કવર વિકલ્પો વગેરે જેવી સુવિધાઓ છે.
રૂમ રેન્ટ કેપિંગ/ પેટા મર્યાદા
રૂમ રેન્ટ કેપિંગ અથવા સબ લિમિટ એ હોસ્પિટલના રૂમના ખર્ચની મર્યાદા છે, જે વીમાપ્રદાતા દ્વારા ઉઠાવવામાં આવે છે. આ એક નિશ્ચિત રકમ અથવા કુલ વીમાની ચોક્કસ ટકાવારી હોઈ શકે છે. દા.ત, રૂ. 1 લાખની પોલિસી માટે રૂમનું ભાડું કેપિંગ 5 ટકા અથવા રૂ. 5,000 પ્રતિ દિવસ હોઈ શકે છે. જો રૂમનું ભાડું કેપિંગ કરતાં વધી જાય તો વધારાનો ખર્ચ વીમાદાતા દ્વારા ઉઠાવવામાં આવશે નહીં અને અન્ય ખર્ચમાં ચોક્કસ ટકાવારીની કપાત પણ થઈ શકે છે.
નો-ક્લેમ બોનસ
નો-ક્લેમ બોનસ એ પોલિસીધારકને દાવો-મુક્ત હોવા બદલ આપવામાં આવતું બોનસ છે. ખાતરી કરો કે, તમારી પોલિસીમાં આ સુવિધા છે. 5 ટકાથી વધુ નો-ક્લેમ બોનસ સારું છે.
આ પણ વાંચો -શું છે CIF Number? જાણો ઓનલાઇન અને ઓફલાઇન પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેને કેવી રીતે મેળવવો
વેઇટિંગ પિરિયડ
વેઇટિંગ પિરિયડ એ નિશ્ચિત સમયગાળો છે. જેમાં તમારી સ્વાસ્થ્ય વીમા પૉલિસી હેઠળ આવતી બિમારીઓની પસંદગીની કવરેજ કરેલી યાદી મેળવવાનું શરૂ કરે છે. તેમાં સામાન્ય રીતે પૂર્વ અસ્તિત્વમાં રહેલા રોગો, ગંભીર બીમારી, પ્રસૂતિ લાભો વગેરેનો સમાવેશવે થાય છે. તમારી જરૂરિયાતો અનુસાર, તમારા માટે યોગ્ય રાહ જોવાનો સમય હોય તેવી પોલિસી પસંદ કરો.
પોલિસી પ્રીમિયમ
તમારા સ્વાસ્થ્ય વીમા ખર્ચનું આયોજન અને બજેટ બનાવવું મહત્વપૂર્ણ છે. તમારા બજેટમાં યોગ્ય રીતે બંધબેસતી પોલિસી માટે જાઓ ત્યારે યાદ રાખો કે કવરેજની રકમ જેટલી વધારે તેટલું પ્રિમયમ તે મુજબ ઉલટું.