ICICI બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર, બેંકે FD પર 0.25 ટકા સુધી વ્યાજ દરમાં વધારો કર્યો

News18 Gujarati
Updated: October 5, 2022, 12:39 PM IST
ICICI બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર, બેંકે FD પર 0.25 ટકા સુધી વ્યાજ દરમાં વધારો કર્યો
ICICI FD પર વ્યાજ દરમાં વધારો કર્યો.(ફાઈલ તસવીર)

Fixed Deposit: ICICI બેંકે ગત અઠવાડિયે બે કરોડ રૂપિયાથી ઓછી જમા રકમ પર એફડી દરોમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. એફડી દરોમાં વધારો કરવાનો નિર્ણય RBIની તરફથી રેપોરેટ 5.9 ટકા કર્યા બાદ લેવામાં આવ્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ ICICI બેંકે 61 દિવસોથી 90 દિવસો સુધી એક વિશેષ કાર્યકાળ પર બે કરોડ રૂપિયાથી 5 કરોડ રૂપિયાની વચ્ચે બલ્ક ફિક્સ ડિપોઝિટ પર મળનારા વ્યાજ પર 25 બેસિસ પોઈન્ટ એટલે 0.25 ટકાનો વધારો કર્યો છે. આ ઉપરાંત બેંકે 5 કરોડથી 500 કરોડ અને તેનાથી વધારે FD પર દરોમાં વધારો કર્યો છે. વ્યાજ દર જાહેર અને વરિષ્ઠ નાગરિકો બંને માટે સમાન છે અને 4 ઓક્ટોબર 2022થી લાગૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ 21 વર્ષમાં આપ્યું છે 700 ટકાથી પણ વધુ વળતર, ફક્ત રુ.14 હજારનું રોકાણ અને કરોડપતિ બની ગયા

RBIની તરફથી રેપોરેટ વધાર્યા બાદ વ્યાજ દરોમાં વધારો કરાયો



ICICI બેંકે ગત અઠવાડિયે બે કરોડ રૂપિયાથી ઓછી જમા રકમ પર એફડી દરોમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. એફડી દરોમાં વધારો કરવાનો નિર્ણય RBIની તરફથી રેપોરેટ 5.9 ટકા કર્યા બાદ લેવામાં આવ્યો છે. વેબસાઈટ પર નવા અપડેટ મુજબ, ICICI બેંક 61 દિવસોથી 90 દિવસોની 2 કરોડથી 5 કરોડ રૂપિયાની વચ્ચે સુધીની એફડી પર 5.25 ટકાના દરે વ્યાજ આપશે. પહેલા અહીં વ્યાજ દર 5 ટકા હતો. એટલા માટે આ સમયગાળામાં 0.25 ટકા વ્યાજનો વધારો કરવામાં આવ્યો હતો.

6.25 ટકા સુધી મળે છે વ્યાજ


વર્તમાનમાં ICICI બેંક 7 દિવસોથી 29 દિવસો સુધીની મુદ્દત પર 3.75 ટકના દરે વ્યાજ આપે છે, જ્યારે આ દર 30 દિવસોથી 45 દિવસો માટે 3.9 ટકા અને 46 દિવસોથી 60 દિવસો સુધીની મુદ્દત પર 4.25 ટકા છે. આ વચ્ચે જો કોઈ વ્યક્તિ 91 દિવસોથી લઈને 184 દિવસો સુધીની મુદ્દતવાળી થોક FD પર 5.5 ટકા વ્યાજ દર મેળવી શકે છે, જ્યારે 185 દિવસોથી 270 દિવસો સુધીની મુદ્દત પર વ્યાજ દર 5.75 ટકા છે. આ ઉપરાંત બેંક 271 દિવસોથી લઈને 1 વર્ષથી ઓછી મુદ્દત પર 6 ટકા દર ઓફર કરે છે. 1 વર્ષથી 10 વર્ષ સુધી પરિપક્વ થનારી FD પર સૌથી વધારે વ્યાજ દર 6.25 ટકા છે. ICICI બેંકની એફડીની મહત્તમ મુદ્દત 7 દિવસથી અને વધારેમાં વધારે 10 વર્ષ સુધીની હોય છે.આ પણ વાંચોઃ  આજે દશેરા પર બજાર બંધ, જાણો ઓક્ટોબરમાં બીજા ક્યા ક્યા દિવસે રજા?


આ રીતે મળશે નવા વ્યાજ દરોનો લાભ


આ નવા ફિક્સ ડિપોઝિટ રેટ નવી ICICI બેંક એફડી અને હાલની એફડીના નવીકરણ પર લાગુ થશે. સાથે જ બેંકે FD પર વ્યાજ દરોને 5 કરોડથી લઈને 500 કરોડ રૂપિયા અને તેનાથી વધારે કરી દીધા છે. 5 કરોડ રૂપિયાથી 5.10 કરોડ રૂપિયાથી ઓછી અને 24.90 કરોડ રૂપિયાથી 25 કરોડ રૂપિયાથી ઓછી FD પર બેંક 3.75 ટકાથી 4.35 ટકા વ્યાજ આપે છે. બાકીની બલ્ક એફડી પરના દરો 3.75%થી 6.25% ની વચ્ચે હોય છે.
Published by: Sahil Vaniya
First published: October 5, 2022, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading