IND vs WI: ટીમ ઇન્ડિયાને વેસ્ટ ઇન્ડીઝ મોકલવા માટે BCCIએ ખર્ચ કર્યા કરોડો રૂપિયા, રકમ સાંભળી રહી જશો દંગ

News18 Gujarati
Updated: July 22, 2022, 10:19 AM IST
IND vs WI: ટીમ ઇન્ડિયાને વેસ્ટ ઇન્ડીઝ મોકલવા માટે BCCIએ ખર્ચ કર્યા કરોડો રૂપિયા, રકમ સાંભળી રહી જશો દંગ
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં ભારતીય ટીમ 3 વન-ડે અને પાંચ ટી-20 મેચ રમશે (તસવીર - બીસીસીઆઈ)

India vs West Indies ODI Series - વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં ભારતીય ટીમ 3 વન-ડે અને પાંચ ટી-20 મેચ રમશે, ભારતીય ટીમમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત 16 ખેલાડીઓ અને સહયોગી સ્ટાફના સભ્યો સામેલ છે

  • Share this:
પોર્ટ ઓફ સ્પેન : ઇંગ્લેન્ડના પ્રવાસ પછી ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)વન-ડે અને ટી-20 શ્રેણી રમવા માટે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે (IND vs WI ODI Series)પહોંચી ગઇ છે. બીસીસીઆઈએ (BCCI)આ પ્રવાસ પર લગભગ 3.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ઇંગ્લેન્ડ સામે અંતિમ વન-ડે મેચ 17 જુલાઇના રોજ સમાપ્ત થઇ હતી. જે પછી આરામ આપવામાં આવ્યો હોય તે ખેલાડી સ્વદેશ પરત ફર્યા હતા. જ્યારે વેસ્ટ ઇન્ડીઝના (India in West Indies)પ્રવાસે જનાર ખેલાડી ચાર્ટર્ડ વિમાનથી ગયા હતા. બીસીસીઆઈએ માન્ચેસ્ટરથી પોર્ટ ઓફ સ્પેનની ઉડાન માટે મોટી રકમ ખર્ચ કરી છે.

સૂત્રોના મતે બીસીસીઆઈએ ચાર્ટર્ડ ફ્લાઇટ પર 3.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જેમાં ટીમ ઇન્ડિયા મંગળવારે બપોરે માન્ચેસ્ટરથી પોર્ટ ઓફ સ્પેનમાં રાત્રે 11.30 કલાકે પહોંચી હતી. ટીમ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરવાનું કારણ કોવિડ-19 ન હતું. એક વાણિજ્યિક ઉડાન માટે આટલી બધી ટિકિટ બુક કરવી મુશ્કેલ છે. ભારતીય ટીમમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત 16 ખેલાડીઓ અને સહયોગી સ્ટાફના સભ્યો સામેલ છે.

આ પણ વાંચો - આજે ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ વન-ડે, ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત

સૂત્રોના મતે ટીમ ઇન્ડિયા માટે વાણિજ્યિક વિમાનના બદલે એક ચાર્ટર્ડ વિમાન બુક કરવામાં આવ્યું હતું. આવું કરવું દુનિયાની શીર્ષ ફૂટબોલ ક્લબો માટે સામાન્ય વાત છે. બુધવારે ત્રિનિદાદ પહોંચેલી ભારતીય ટીમે વરસાદના કારણે ઇન્ડોર પ્રેક્ટિસ કરવી પડી હતી. વરસાદના કારણે અંતિમ પ્રેક્ટિસ સત્ર રદ કરવું પડ્યું હતું. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 22 જુલાઇથી શ્રેણીનો પ્રારંભ થશે.

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં ભારતીય ટીમ 3 વન-ડે અને પાંચ ટી-20 મેચ રમશે.

- 22 જુલાઇ - પ્રથમ વન-ડે- 24 જુલાઇ - બીજી વન-ડે

- 27 જુલાઇ - ત્રીજી વન-ડે

- 29 જુલાઇ - પ્રથમ ટી-20

- 1 ઓગસ્ટ - બીજી ટી-20

- 2 ઓગસ્ટ - ત્રીજી ટી-20

- 6 ઓગસ્ટ - ચોથી ટી-20

- 7 ઓગસ્ટ - પાંચમી ટી-20

આ પણ વાંચો - સંતાઇને લંડનના રસ્તા પર ફરવું એમએસ ધોનીને ભારે પડ્યું, જુઓ VIDEO

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતની ટી-20 ટીમ - રોહિત શર્મા (કેપ્ટન ), ઇશાન કિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
Published by: Ashish Goyal
First published: July 22, 2022, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading