Stock Tips: આજે (21 જુલાઈ) આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!

News18 Gujarati
Updated: July 22, 2022, 9:36 AM IST
Stock Tips: આજે (21 જુલાઈ) આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!
ભારતીય શેર બજાર (Shutterstock તસવીર)

Sidha Sauda (21 જુલાઈ, 2022) : શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. આજના 20 સ્ટૉક પર એક નજર કરીએ.

  • Share this:
મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

1) WIPRO <RED> : Q1 પરિણામ અપેક્ષા કરતા ઓછું, આવક ફક્ત 3% વધીને 21,285 કરોડ રૂપિયા રહી.

2) HAVELLS <RED>  : Q1 પરિણામ અપેક્ષા કરતા ઓછું, માર્જિન 13.59% થી ઘટીને 8.54% રહ્યો.

3) GLAND PHARMA <RED> : Q1 પરિણામ અપેક્ષા કરતા ઓછું, આવક 26% ઘટીને 857 કરોડ રૂપિયા રહી.

4) AU SMALL FINANCE BANK <RED> : Q1 પરિણામ અપેક્ષા કરતા ઓછું, NII 976 કરોડ રૂપિયા, નફો 268 કરોડ રૂપિયા રહ્યો.5) CEAT <RED> : Q1 દરમિયાન આવક 48% ઘટીને 2,818.3 કરોડ રૂપિયા રહી. નફો 61% ઘટીને 9.25 કરોડ રૂપિયા રહ્યો.

6) SASKEN TECHNOLOGIES <RED> : Q1 પરિણામ અપેક્ષા કરતા ઓછું, નફો 55% ઘટીને 15 કરોડ રૂપિયા રહ્યો.

7) ADOR WELDING <GREEN> : કંપનીને ONGC તરફથી 1.45 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.

8) TATA COMMUNICATIONS <GREEN> : Q1 દરમિયાન નફો 49% વધીને 545 કરોડ રૂપિયા રહ્યો. આવક વધીને 4310 કરોડ રૂપિયા રહી.

9) INDUSIND BANK <GREEN> : Q1 દરમિયાન NII 16% વધીને 4,125 કરોડ રૂપિયા રહી. નફો 64% વધીને 1,603 કરોડ રૂપિયા રહ્યો.

10) GOODYEAR <GREEN> :ડિવિડન્ડની એક્સ ડેટ 22 જુલાઈ, શેરમાં તેજીની આશા.

આ પણ વાંચો: આ સ્ટોક તેની ઇશ્યૂ કિંમત કરતાં 54% વધ્યો, જૂન 2022માં જ થયું છે લિસ્ટિંગ

અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

1) BALRAMPUR CHINI (Green): વધારાની 10-12 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરીની સંભાવના- સૂત્ર

2) DHAMPUR CHINI (Green): વધારાની 10-12 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરીની સંભાવના- સૂત્ર

3) AVADH SUGAR (Green): વધારાની 10-12 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરીની સંભાવના- સૂત્ર

4) EID PARRY (Green): વધારાની 10-12 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરીની સંભાવના- સૂત્ર

5) DALMIA BHARAT (Green): વધારાની 10-12 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરીની સંભાવના- સૂત્ર

આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરતા પહેલા આ પાંચ વાત ગાંઠે બાંધી લો

6) TRIVENI ENGG (Green): વધારાની 10-12 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરીની સંભાવના- સૂત્ર

7) BRITANNIA (Green): FMCG શેર્સમાં તેજી રહેવાની શક્યતા.

8) HUL (Green): FMCG શેર્સમાં તેજી રહેવાની શક્યતા.

9) ITC (Green): FMCG શેર્સમાં તેજી રહેવાની શક્યતા.

10) ICICI SECURITIES (RED): કંપનીનું પરિણામ નબળું રહે તેવી સંભાવના.
Published by: Vinod Zankhaliya
First published: July 21, 2022, 9:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading