3 અઠવાડિયામાં તો રુપિયા ડબલ, આ ચોકલેટ કંપનીના શેરમાં 118% વળતરથી રોકાણકારો ખુશ
Updated: January 18, 2023, 9:30 AM IST
લોટસ ચોકલેટ કંપનીના શેરોમાં આવ્યો રોકેટ ગતિએ ઉછાળો, 3 સપ્તાહમાં આપ્યું 118% રીટર્ન
Lotus Chocolate Share: સતત 16 દિવસથી લોટસ ચોકલેટ શેરમાં અપર સર્કિટ લાગી રહી છે. કંપનીના શેર્સમાં અપર સર્કિટ ગત 23 ડિસેમ્બર 2022ના રોજથી શરુ થઈ છે. ત્યારે આ શેરની કિંમત 96.40 રુપિયા હતી. હવે તે વધીને 209.90 રુપિયા પર પહોંચી ગયો છે.
લોટસ ચોકલેટ કંપનીના શેર (Lotus Chocolate Company Stocks)માં સોમવારે ફરી એકવાર 5 ટકાની અપર સર્કિટ લાગી અને સ્ટોકની કિંમત 209.90 રૂપિયાના નવા રેકોર્ડ (Stock Price) સ્તરે પહોંચી ગયો હતો. આ વેપારનો 16મો દિવસ છે. જ્યારે લોટસ ચોકલેટના શેરોમાં અપર સર્કિટ જોવા મળી છે. કંપનીના શેરોમાં અપર સર્કિટનો આ સિલસિલો 23 ડિસેમ્બરે શરૂ થયો હતો. ત્યારે કંપનીના શેરોનો ભાવ (Lotus Chocolate Company Stock Price) 96.40 રૂપિયા હતો, જે હવે વધીને 209.90 રૂપિયા પર પહોંચી ગયો છે. આ રીતે માત્ર 3 સપ્તાહમાં આ શેરની કિંમત અત્યાર સુધીમાં લગભગ 118 ટકા વધી ચૂકી છે.
આ પણ વાંચોઃ જબરજસ્ત આઇડિયા! 30 હજાર કરતા પણ ઓછા રોકાણનો બિઝનેસ, મહિને રૂ.60 હજારની કમાણી
આ કારણે કંપનીના શેરોમાં છે તેજી
લોટસ ચોકલેટના શેરોમાં ત્યારથી તેજી આવી રહી છે, જ્યારે 29 ડિસેમ્બરે રિલાયન્સ ગ્રુપ (Reliance Group)ની કંપની રિલાયન્સ રિટેલે તેની મેજોરિટી ભાગીદારીના અધિગ્રહણની જાહેરાત કરી હતી. રિલાયન્સ રીટેલએ જણાવ્યું હતું કે, તે લોટસ ચોકલેટ કંપની લિમિટેડની 51 ટકા મેજોરીટી ભાગીદારીનું અધિગ્રહણ કરી રહ્યું છે.
રિલાયન્સ રીટેલએ વધુમાં જણાવ્યું કે, તેની પૂર્વ માલિકીની સબ્સિડિયરી કંપની રિલાયન્સ કંઝ્યૂમર પ્રોડક્ટ્સ લિમિટેડ આ ભાગીદારીનું અધિગ્રહણ કરશે. આ ઉપરાંત આરસીપીએલ, લોટસ ચોકલેટની વધારાની 26 ટકા ભાગીદારી ખરીદવા માટે એક ઓપન ઓફર પણ લાવશે.
રિલાયન્સ રીટેલે કરેલી જાહેરાત અનુસાર, રિલાયન્સ કંઝ્યૂમર 113 રૂપિયાના સરેરાશ ભાવ પર લોટસ ચોકલેટ કંપનીના 6.5 લાખ શેર ખરીદશે અને આ રીતે તેની કુલ વેલ્યૂ 74 કરોડ રૂપિયા થશે.
આ પણ વાંચોઃ શું 2023માં તમે ખરીદવા માંગો છો ઘરનું ઘર? કેટલો CIBIL સ્કોર હોય તો ચપટી વગાડતાં લોન મળે?
લોટસ ચોકલેટ કંપની વિશે જાણો આ વાતો
લોટસ કંપની કોકો અને ચોકલેટ પ્રોડક્ટ્સની સપ્લાય કરનાર એક બિઝનેસ પાર્ટનર છે, જે કોકો બીન્સના સોર્સિંગથી લઇને કોકો બિન્સની પ્રોસેસિંગ અને ચોકલેટની ડિલીવરી સુધીની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. આ કંપનીના પ્રોડક્ટ્સ વિશ્વભરમમાં ચોકલેટ બનાવનાર એકમો અને ચોકલેટ યુઝર્સને સપ્લાય કરવામાં આવે છે. તેમાં સ્થાનિક બેકરીથી લઇને મલ્ટી નેશનલ કંપનીઓ પણ સામેલ છે.
નાણાંકીય વર્ષ 2023માં બીજા ત્રિમાસિક ગાળામાં જુલાઇ-સપ્ટેમ્બર 2022માં કંપનીને 14.63 કરોડ રૂપિયાના નેટ વેચાણ પર 49 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. ગત નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીએ 20.95 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું અને 1.52 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ થયો હતો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
(ડિસ્ક્લેમરઃ નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલનક કરે છે. જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક માત્ર લાભાર્થી છે.)
Published by:
Mitesh Purohit
First published:
January 18, 2023, 7:49 AM IST