આજે ખુલ્યો ઈલેક્ટ્રોનિક માર્ટનો IPO, શું આ ઈશ્યૂમાં રૂપિયા લગાવાય; જાણો બ્રોકરેજ કંપનીઓએ શુ કહ્યું?

News18 Gujarati
Updated: October 4, 2022, 11:30 AM IST
આજે ખુલ્યો ઈલેક્ટ્રોનિક માર્ટનો IPO, શું આ ઈશ્યૂમાં રૂપિયા લગાવાય; જાણો બ્રોકરેજ કંપનીઓએ શુ કહ્યું?
ઈલક્ટ્રોનિક્સ માર્ટનો ઈશ્યૂ આજ એટલે 4 ઓક્ટોબરે ખુલી રહ્યો છે. (ફાઈલ તસવીર)

Electronics mart IPO: ઈશ્યૂ ખુલ્યાના એક દિવસ પહેલા 3 ઓક્ટોબરે Electronics martના અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રીમિયમ માર્કેટ પર ટ્રેડ થઈ રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હીઃ ઈલક્ટ્રોનિક્સ માર્ટનો ઈશ્યૂ આજે એટલે 4 ઓક્ટોબરે ખુલી રહ્યો છે. કંપનીનો ઈશ્યૂ 7 ઓક્ટોબરે બંધ થશે. Electronics mart 500 કરોડ રૂપિયાનું ઈશ્યૂ જાહેર કરી રહી છે. આ સંપૂર્ણ રીતે વેચાણ માટેની ઓફર છે. કંપનીના શેરનું એલાયમેન્ટ 12 ઓક્ટોબરે થશે અને તેનું લિસ્ટિંગ 17 ઓક્ટોબરે થઈ શકે છે.

શેર ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રીમિયમ માર્કેટ પર ટ્રેડ થઈ રહ્યા છે


ઈશ્યૂ ખુલ્યાના એક દિવસ પહેલા 3 ઓક્ટોબરે Electronics martના અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રીમિયમ માર્કેટ પર ટ્રેડ થઈ રહ્યા છે. Electronics martની ઈશ્યૂ રકમ 56-59 રૂપિયા છે. જ્યારે ગ્રે માર્કેટમાં તેના અનલિસ્ટેડ શેર ઈશ્યૂ રકમથી 32-33 રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. આ હિસાબથી તે ઈશ્યૂ પ્રાઈસથી 55 ટકા પ્રીમિયમની સાથે 92(59+33) રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ આજે ખુલશે એડલવીસ ફાઇનાન્સિયલ સર્વિસીસનું NCD, રોકાણ કરતાં પહેલા જાણી લો આ ખાસ વિગતો

રોકાણકારોએ શુ કરવું જોઈએ?


બ્રોકરેડ કંપનીઓ આ ઈશ્યૂ રકમને લઈને બુલિશ છે. કંપનીની વ્યાજબી મૂલ્યાંકન, વૃદ્ધિની સંભાવનાઓ અને માર્કેટમાં તેની પકડને જોઈને બ્રોકરેજ કંપનીઓએ આમાં રોકાણ કરવાની સલાહ આપી છે.

શું કરે છે Electronics mart


ઈલેક્ટ્રોનિક માર્ટ ઈન્ડિયાની શરૂઆત 1980માં પવન કુમાર બજાજ અને કરણ બજાજે કરી હતી. તેના 36 શહેરોનગરોમાં 112 સ્ટોર છે. જેમાં વધારે સ્ટોર આંધ્ર પ્રદેશ, તેલંગણા અને એનસીઆરમાં છે. કંપનીની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો, ગત વર્ષે 2021-22માં ઓપરશન્સથી 4349.32 કરોડ રૂપિયાનું રેવન્યૂ મેળવ્યુ હતું, જ્યારે એક નાણાકીય વર્ષ પહેલા આ આંકડા 3201.88 કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચોઃ Gas Price Hike: તહેવારોમાં કમરતોડ મોંઘવારીનો ઝટકો, 8-12 રુપિયા વધી શકે છે CNGના ભાવ

બીજી તરફ નાણાકીય વર્ષના 2021-22માં વર્ષીય આધાર પર નેટ પ્રોફિટ 103.89 કરોડ રૂપિયાથી ઘટીને 40.65 કરોડ રૂપિયા રહી ગયુ હતું. ઓગસ્ટ 2022 સુધી કંપનીની વર્કિંગ કેપિટલ ફેસિલિટીઝ 919.58 કરોડ રૂપિયા હતી, જ્યારે ચોખ્ખુ દેવું જૂન 2022 સુધી 446.54 કરોડ રૂપિયા હતું.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Sahil Vaniya
First published: October 4, 2022, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading