પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટને આ રીતે MIS સાથે જોડો, મળશે વધુ વળતર - જાણો શું છે કેલ્ક્યુલેશન?


Updated: September 28, 2022, 9:30 PM IST
પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટને આ રીતે MIS સાથે જોડો, મળશે વધુ વળતર - જાણો શું છે કેલ્ક્યુલેશન?
પોસ્ટ ઓફિસ રિકરિંગને MIS સાથે જોડી , મેળવો વધુ વળતર(ફાઈલ તસવીર)

post office Schemes: MISમાં ઓફર કરાયેલ વર્તમાન વ્યાજનો દર માસિક ધોરણે ચૂકવાય છે. જો કે, જો તમે વ્યાજની રકમ એકઠી થવા દો, તો તેના પર કોઈ વધારાનું વ્યાજ નહીં મળે. પરંતુ, જો તમે MIS માંથી માસિક વ્યાજનું પેમેન્ટ રોકીને તે રકમ RDમાં રોકાણ કરો છો, તો વળતર વધારી શકાય છે.

  • Share this:
નવી દિલ્હીઃ જ્યારે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS)માં વળતર નિશ્ચિત હોય છે, ત્યારે તમે તે માસિક વળતરનો ઉપયોગ કરી રિકરિંગ ડિપોઝિટ (RD) શરૂ કરીને એકાઉન્ટમાંથી એકંદરે મહત્તમ વળતર મેળવી શકો છો. MISમાં ઓફર કરાયેલ વર્તમાન વ્યાજનો દર માસિક ધોરણે ચૂકવાય છે. જો કે, જો તમે વ્યાજની રકમ એકઠી થવા દો, તો તેના પર કોઈ વધારાનું વ્યાજ નહીં મળે. પરંતુ, જો તમે MIS માંથી માસિક વ્યાજનું પેમેન્ટ રોકીને તે રકમ RDમાં રોકાણ કરો છો, તો વળતર વધારી શકાય છે.

એક ઉદાહરણથી સમજીએ:

ધારો કે તમે પોસ્ટ ઑફિસ MIS સ્કીમમાં રૂ. 4.5 લાખનું રોકાણ કર્યું છે, તો તમે પાંચ વર્ષમાં કુલ રૂ. 1,48,500 વ્યાજની રકમ મેળવશો એટલે કે રૂ. 2,475નું માસિક વ્યાજ.

ગણતરી માટેનું સામાન્ય સૂત્ર છે:

POMIS માસિક વ્યાજ = 4,00,000 * 6.60%100/12 = INR 2,200.

(રોકાણ સમયે POMIS માટે પ્રવર્તમાન વ્યાજ દર 6.60 ટકા છે અને તેની પાકતી મુદત પાંચ વર્ષની છે. MIS માટે મહત્તમ રોકાણ મર્યાદા એક ખાતામાં રૂ. 4.5 લાખ અને સંયુક્ત ખાતામાં રૂ. 9 લાખ છે.)આ પણ વાંચોઃ Corporate Bonds : શું છે કોર્પોરેટ બોન્ડ્સ, તેમાં કેવી રીતે રોકાણ કરવું?

રોકાણની રકમ – રૂ. 4.5 લાખ

માસિક વ્યાજ વળતર – રૂ. 2,475

સમયગાળો – 5 વર્ષ

MIS પર કુલ વ્યાજ – રૂ. 1,48,500

CAGR વળતર – 6.60%

હવે, જો તમે આ માસિક પેમેન્ટ પાછું ખેંચીને RD માં રોકાણ કરો છો, તો તમને થોડું વધારાનું વ્યાજ મળશે.

નોંધનીય છે કે, પોસ્ટ ઓફિસ યોજનાઓ RD અકાઉન્ટમાં MIS વ્યાજના ટ્રાન્સફરની મંજૂરી આપતી નથી. તેમ છતાં, તે જ વ્યાજની રકમ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં (જે ઓટો ક્રેડિટ દ્વારા નિર્દેશિત કરી શકાય છે) અને ત્યાંથી RDમાં ટ્રાન્સફર કરી શકાય છે.

આ પણ વાંચોઃ LPG અને CNGના ભાવમાં વધારો થશે કે ઘટાડો? જાણો, 1 ઓક્ટોબરથી થતા ભાવ ફેરફારની તમારા પર કેટલી થશે અસર

RD પરના વળતરની ગણતરી આ સૂત્ર દ્વારા કરી શકાય છે:

M = R/1-(1+i)(-1/3)

જ્યાં M = ટોટલ મેચ્યુરિટી એમાઉન્ટ, R = માસિક ડિપોઝિટની રકમ, n = સમયગાળો(વર્ષ) અને i = વ્યાજ દર


તેથી, આ કિસ્સામાં વળતરનું ગણિત આ હશે:

M = 2,475 /1-(1+5.8)(-1/3)

આ રકમ 24,000 રૂપિયા થશે.

હાલમાં, પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજ દર 5.8 ટકા છે અને પાકતી મુદત છે પાંચ વર્ષ. અહીં વ્યાજ દરો ત્રિમાસિક ચક્રવૃદ્ધિ થાય છે.

MIS અને RDને જોડ્યા પછી પાંચ વર્ષ પછી વ્યાજની કુલ આવક રૂ. 1,72,500 (રૂ. 24,000 + રૂ. 1,48500) થશે. જે મહત્તમ વળતર છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Sahil Vaniya
First published: September 28, 2022, 9:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading