UPI અને નેટ બેંકિંગ કરતા સમયે ભૂલથી બીજા એકાઉન્ટમાં જતા રહ્યા છે રૂપિયા? 48 કલાકમાં આવી રીતે મેળવો પરત

News18 Gujarati
Updated: September 30, 2022, 10:57 AM IST
UPI અને નેટ બેંકિંગ કરતા સમયે ભૂલથી બીજા એકાઉન્ટમાં જતા રહ્યા છે રૂપિયા? 48 કલાકમાં આવી રીતે મેળવો પરત
RBIની નવી ગાઈડલાઈન અનુસાર, ખોટા એકાઉન્ટમાં ગયેલા રૂપિયા આ રીતે પરત મેળવો(ફાઈલ તસવીર)

Online money transaction: RBIએ હાલમાં જ એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનના અનુસાર, જો ભૂલથી કોઈ બીજા વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા જતા રહે તો, 48 કલાકની અંદર રૂપિયા પરત મેળવી શકાય છે. આ મેસેજમાં PPBL નંબર હોય છે. રૂપિયા રિફંડ મેળવવા માટે આ નંબરની જરૂર પડે છે.

  • Share this:
નવી દિલ્હીઃ આ દિવસો ઘણા લોકો ઈન્ટરનેટ બેંકિંગ અને UPIનો ઉપયોગ રૂપિયા મોકલવા માટે કરતા હોય છે. આપણા દેશની સરકાર પણ UPI અને નેટ બેંકિંગને પ્રોત્સાહન આપી રહી છે. શું તમને ખબર છે કે, UPI અને નેટ બેંકિંગ કરતી વખતે ભૂલથી કોઈ બીજા વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા જતા રહે તો શું કરવુ જોઈએ. RBIએ હાલમાં જ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા અનુસાર, જો ભૂલથી કોઈ બીજા વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા જતા રહે તો, 48 કલાકની અંદર રૂપિયા પરત મેળવી શકાય છે.

આ પણ વાંચોઃ  શેરબજારમાં આજે પણ ઘટાડાની શક્યતા, રોકાણકારોની માઠી બેઠી કે શું? 

UPI કર્યા બાદ પ્રાપ્ત થયેલા મેસેજને સાચવી રાખો



UPI અને નેટ બેંકિંગ કર્યા બાદ સ્માર્ટફોન પર મેળવવામાં આવતા મેસેજને ક્યારેય ડિલીટ કરશો નહિ. આ મેસેજમાં PPBL નંબર હોય છે. રૂપિયા રિફંડ મેળવવા માટે આ નંબરની જરૂર પડે છે.

શું છે RBIની નવી માર્ગદર્શિકા


RBI દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, બેંકની જવાબદારી છે કે, તે તમારા રૂપિયા 48 કલાકની અંદર રિફંડ કરે. જો બેંક રૂપિયા પરત અપાવવા માટે મદદ ન કરે તો એવામાં ગ્રાહક bankingombudsman.rbi.org.in પર ફરિયાદ કરી શકે છે. જો ભૂલથી કોઈ અન્ય ખાતામાં રૂપિયા જતા રહે, તો તેના માટે એક પત્ર લખીને બેંકમાં આપવાનો રહેશે. આમાં તમારે ખાતા નંબર, ખાતા ધારકનું નામ, જે એકાઉન્ટમાં રૂપિયા જતા રહ્યા છે, તે એકાઉન્ટ નંબર લખવો પડશે.આ પણ વાંચોઃ નાની બચત યોજનાના રોકાણકારોને દિવાળીની ભેટ, સરકારે વ્યાજદરમાં કર્યો વધારો

આવી રીતે લઈ શકો છો બેંક પાસેથી રિફંડ



  1. ભૂલથી અન્યના ખાતામાં રૂપિયા જતા રહે તો સૌથી પહેલા તમારી બેંકમાં કૉલ કરીને બધી જાણકારીની સાથે  PPBLની  નોંધણી કરાવો.

  2. ત્યારબાદ બેંકમાં જાઓ અને ત્યાં તમારી ફરિયાદ દાખલ કરાવો.

  3. શાખાના મેનેજરને એક પત્ર લખો.

  4. આ પત્રમાં તે ખાતા નંબર લખો જેમાં રૂપિયા જતા રહ્યા છે અને તે ખાતા નંબરની પણ જાણકારી આપો જેમાં રૂપિયા મોકલવા માંગો છો.

  5. Transaction reference number, date of transaction, amount અને IFSC code લખવો બહુ જ જરૂરી છે.



UPI, Netbanking કરતા સમયે આ વાતોનું ખાસ ધ્યાન રાખો


UPI અને Netbanking કરતા સાવધાની રાખવી બહુ જ જરૂરી છે.  UPI કરતા સમયે તે સુનિશ્ચિત કરો કે, જેને રૂપિયા મોકલી રહ્યા છો, તેનું નામ અને ખાતા નંબર સાચો હોય. QR CODEના માધ્યમથી UPI કરતા સમયે દુકાનદાર પાસેથી તેનુ નામ પૂછીને ચકાસી જુઓ, જેથી ખાતરી થઈ જશે કે તમે જેને તમે રૂપિયા મોકલી રહ્યા છો, તેનો ખાતા નંબર સાચો છે. નેટ બેંકિંગ કરતા સમયે ઉતાવળ ના કરો.  UPI અને Netbanking કર્યા બાદ પ્રાપ્ત થયેલા મેસેજને સાચવી રાખો.
Published by: Sahil Vaniya
First published: September 30, 2022, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading