Budget 2023: જોબ બાદ હવે પ્રોફેશનલ્સને મળી Tax રાહત, અનુમાનિત કર યોજનાની મર્યાદામાં વધારો

News18 Gujarati
Updated: February 1, 2023, 4:59 PM IST
Budget 2023: જોબ બાદ હવે પ્રોફેશનલ્સને મળી Tax રાહત, અનુમાનિત કર યોજનાની મર્યાદામાં વધારો
સરકારે અનુમાનિત કર યોજનાની મર્યાદા 50 લાખ રૂપિયાથી વધારીને 75 લાખ રૂપિયા કરી દીધી છે.

Budget 2023: કેન્દ્રીય બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. સરકારે અનુમાનિત કર યોજનાની મર્યાદા 50 લાખ રૂપિયાથી વધારીને 75 લાખ રૂપિયા કરી છે.

  • Share this:
Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કર્યું. કેન્દ્રીય બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં નાણામંત્રીએ નોકરીયાત લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે આવકવેરાની નવી કર વ્યવસ્થામાં મહત્તમ રાહત આપી છે. તેમજ સરકારે અનુમાનિત કર યોજનાની મર્યાદા 50 લાખ રૂપિયાથી વધારીને 75 લાખ રૂપિયા કરી દીધી છે.

અગાઉ, રૂ. 50 લાખ સુધીની ગ્રોસ સેલેરી ધરાવતા પ્રોફેશનલ્સને તેની ગ્રોસ રકમના 50% ટેક્સ સ્લેબ ઈન્ક્મના રૂપમાં દર્શાવવા અને લાગુ કરેલા સ્લેબ દરો પર ચુકવણી માટેનો ઓપ્શન આપવામાં આવ્યો હતો. હવે રૂ.75 લાખની ગ્રોસ આવક પર સમાન સુવિધા આપવામાં આવી છે.

આ પણ વાંચો:બજેટ 2023: બજેટ શબ્દમાં સંકળાયેલો છે Iconic ઈતિહાસ, આજે જાણો તેની કેટલીક રસપ્રદ વાતો

7 લાખ રૂપિયા સુધીની આવક હવે નવી કર વ્યવસ્થામાં કરમુક્ત


બજેટમાં કરદાતાઓને સૌથી મોટી રાહત મળી છે. નાણાપ્રધાને કહ્યું કે નવી ટેક્સ સિસ્ટમમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નિર્મલા સીતારમણે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24માં આવકવેરાની નવી વ્યવસ્થામાં 5 સ્લેબ હશે. અગાઉ સ્લેબની સંખ્યા 6 હતી. આ ઉપરાંત, નવી કર વ્યવસ્થામાં કલમ 87A હેઠળ ઉપલબ્ધ રિબેટ વાર્ષિક રૂ.5 લાખથી વધારીને રૂ.7 લાખ પ્રતિ વર્ષ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે જે લોકો નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરે છે તેમને 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

નવી આવકવેરા વ્યવસ્થામાં 5 સ્લેબ


આવક(રૂ.)                ટેક્સ

3 થી 6 લાખ             5 ટકા

6 થી 9 લાખ            10 ટકા

9 થી 12 લાખ          15 ટકા

12 થી 15 લાખ        20 ટકા

15 લાખથી વધુ         30 ટકા
Published by: Darshit Gangadia
First published: February 1, 2023, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading