રોકાણકારો રુપિયા તૈયાર રાખજો! આ દિગ્ગજ કંપનીએ IPO લાવવા સેબીમાં દાખલ કરી અરજી


Updated: January 16, 2023, 1:53 PM IST
રોકાણકારો રુપિયા તૈયાર રાખજો! આ દિગ્ગજ કંપનીએ IPO લાવવા સેબીમાં દાખલ કરી અરજી
રોકાણકારો માટે ખુલી શકે છે નવી તક, આ દિગ્ગજ કંપનીએ IPO ઇશ્યૂ કરવા કરી સેબીને અરજી

New IPO Alert: એક્સચેન્જ ફાઈલિંગ મુજબ દિગ્ગજ કંપની Cyient DLM નજીકના ભવિષ્યમાં IPO લાવી શકે છે. કંપનીએ 740 કરોડ રુપિયાનું ફંડ ભેગું કરવા માટે IPO લાવવા રેગ્યુલેટરી બોડી પાસે દસ્તાવેજ જમા કરાવ્યા છે.

  • Share this:
પ્રાઈમરી માર્કેટમાં ટૂંક સમયમાં જ અન્ય કંપનીનો પબ્લિક ઈશ્યૂ (New IPO) ખુલવા જઈ રહ્યો છે. સોફ્ટવેર કંપની સાયન્ટની સબ્સિડિયરી કંપની સાયન્ટ ડીએલએમ લિમિટેડે (Cyient DLM Ltd) માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)ને અરજી આપી છે. જો સેબી તેને મંજૂરી આપશે તો રોકાણકારો માટે ટૂંક સમયમાં રોકાણ કરવાની વધુ એક તક (New IPO) ખુલશે. આ માહિતી સાયન્ટ (Cyient IPO) દ્વારા એક્સચેન્જ ફાઇલિંગમાં જાહેર કરવામાં આવી હતી.

IPO માટે કરી અરજી


એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, આઈપીઓ બાદ સાયન્ટ ડીએલએમના શેર બીએસઈ અને NSE પર લિસ્ટ થશે. આપને જણાવી દઇએ કે કંપનીએ આઈપીઓ દ્વારા 740 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે. આ માટે સાયન્ટ ડીએલએમના ફ્રેશ શેર 148 રૂપિયા જારી કરી શકાય છે. ખાસ વાત એ છે કે આઈપીઓમાં કંપનીના કર્મચારીઓ માટે શેર પણ રિઝર્વ રાખવામાં આવશે.

આ પણ વાંચો:સરકારે જાહેર કર્યું 2.40 લાખ કરોડનું ઈન્ક્મ ટેક્સ રિફંડ, આ રીતે ઘરેબેઠા જ ચેક કરો સ્ટેટસ

સાયન્ટ DLMનો બિઝનેસ


સાયન્ટ ડીએલએમ ગ્લોબલ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સોલ્યુશન્સ સાથેના વ્યવસાયમાં છે. કંપની ઇ2ઇ (E2E) મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલી અને રિપેર ક્ષમતાઓ, એરોસ્પેસ, ડિફેન્સ, મેડિકલ, એનર્જી, રેલવે અને અન્ય ઉદ્યોગો માટે રિ-એન્જિનિયરિંગ સેવાઓ પૂરી પાડે છે. મંગળવારે બીએસઈ પર સાયન્ટનો શેર લગભગ 2 ટકાના વધારા સાથે 845.55 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યો છે. સાયન્ટ ડીએલએમ (DLM) વધુ જટિલ, સલામતી-નિર્ણાયક સેગમેન્ટ માટે લો-વોલ્યુમ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીએ ગત વર્ષે એન્થોની મોન્ટાલબાનોને કંપનીના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા હતા.

દિગ્ગજ કંપનીઓ છે ક્લાયન્ટ


જો તમે સાયન્ટ ડીએલએમના ક્લાયન્ટ લિસ્ટ પર નજર નાંખો તો તેમાં હનીવેલ ઇન્ટરનેશનલ, થેલ્સ ગ્લોબલ સર્વિસીસ, એબીબી, ભારત ઇલેક્ટ્રોનિક્સ, મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. સાયન્ટ ડીએલએમ આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર્સ એક્સિસ કેપિટલ અને જેએમ ફાઇનાન્શિયલ છે. કેફિન ટેક ઇશ્યૂ માટે રજિસ્ટ્રારની પણ નિમણૂંક કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આ દિવસે ખાતામાં આવી જશે 13મોં હપ્તો, ઝડપથી તપાસો લિસ્ટમાં નામ છે કે નહિ

ચાઇના પ્લસ વન વ્યૂહરચનાની પ્રગતિ સાથે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનની જરૂરિયાત વધી રહી છે. આ સાથે જ ભારતીય બજાર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે અને બિલ્ટ ટૂ સ્પેક્સમાં તકો વધી રહી છે અને આ સાયી ડીએલએમ વ્યવસાયને વિકસિત કરવાની એક અનોખી તક પણ ઉભી થાય છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published: January 16, 2023, 1:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading