Musk-Twitter Deal માં નવો વળાંક, ટેસ્લા ચીફ ફરીથી ડીલ માટે આગળ વધ્યા, ટ્વિટરને મોકલ્યો પત્ર!

News18 Gujarati
Updated: October 4, 2022, 11:14 PM IST
Musk-Twitter Deal માં નવો વળાંક, ટેસ્લા ચીફ ફરીથી ડીલ માટે આગળ વધ્યા, ટ્વિટરને મોકલ્યો પત્ર!
ટેસ્લા ચીફ એલોન મસ્કે ફરીથી ટ્વિટર સાથેની ડીલ માટે આગળ વધ્યા

Musk Twitter Deal: એલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44 બિલિયન ડોલરની ઓફર કરી હતી, જેને લગભગ તમામ હિતધારકો અને નિયમનકારો પાસેથી મંજૂર મળી હતી. જો કે, બોટ એકાઉન્ટની ખોટી માહિતી આપવામાં આવી હોવાનું કહીને મસ્ક સોદામાંથી ખસી ગયો હતો.

  • Share this:
નવી દિલ્હી: ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ટ્વિટરને ફરી એકવાર ખરીદવાની તેમની જૂની ઓફર સાથે ટ્વિટરને પત્ર મોકલ્યો છે. બ્લૂમબર્ગે અજ્ઞાત સ્ત્રોતોને ટાંકીને આ માહિતી આપી છે. સમાચાર અનુસાર, એલન મસ્કે માઇક્રો બ્લોગિંગ સાઇટ ખરીદવા માટે પ્રતિ શેર 54.20 ડોલરની ઓફર કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, આ એ જ ઓફર છે જે મસ્કે ડીલમાંથી બહાર નીકળતા પહેલા આપી હતી. જણાવી દઈએ કે, ફરીથી ઓફર થવાના સમાચાર પર કોઈપણ પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

 આ પણ વાંચો: ઈલોન મસ્કે Teslaના અબજો રુપિયાની કિંમતના 70 લાખથી વધુ શેર વેચ્યા

મસ્કે ટ્વિટર ખરીદવા માટે આ વર્ષે એપ્રિલમાં 44 બિલિયન ડોલરની ઓફર કરી હતી. આ ડીલને રેગ્યુલેટર્સ અને કંપનીના શેરધારકોએ પણ મંજૂરી આપી હતી. જો કે, મસ્ક ફરીથી આ સોદામાંથી ખસી ગયા અને કહ્યું કે, ટ્વિટરે તેને બોટ્સ વિશે સાચી માહિતી આપી નથી. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે, કંપનીએ તેને તેના યુઝર બેઝ વિશે યોગ્ય માહિતી આપી નથી.

આ સમાચાર પછી ટ્વિટરના શેર અટકી ગયા:

મસ્કને ઓફર મોકલવાના સમાચાર સામે આવ્યા બાદ ટ્વિટરના શેરમાં 12.7 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. આ પછી કંપનીના શેર ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ (NYSE) પર રોકી દેવામાં આવ્યા હતા. જ્યારે પણ શેરમાં ખૂબ જ તીવ્ર ઉતાર-ચઢાવ આવે છે, ત્યારે તેનું ટ્રેડિંગ NYSE પર બંધ કરી દેવામાં આવે છે.

17 ઓક્ટોબરે કોર્ટમાં આમનો સામનો:મસ્ક ડીલમાંથી ખસી ગયા બાદ ટ્વિટરે તેના પર કેસ કરવામાં આવ્યો છે. આ કેસની પ્રથમ સુનાવણી 17 ઓક્ટોબરે થવાની છે. આ ટ્રાયલ અમેરિકાની ડેલાવેર કોર્ટમાં ચાલશે. આ પછી મસ્કે ટ્વિટર વિરુદ્ધ કાઉન્ટર સૂટ ફાઇલ પણ કરી હતી. એવા અહેવાલો હતા કે, મસ્કે તારીખ લંબાવવાની વિનંતી પણ કરી હતી. જો કે, કોર્ટે આવા અહેવાલોને નકારી કાઢ્યા હતા.
Published by: Samrat Bauddh
First published: October 4, 2022, 11:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading