માત્ર 10 રૂપિયાનું રોકાણ કરીને તમે આ રીતે તગડું ફંડ બનાવી શકો

News18 Gujarati
Updated: September 28, 2022, 10:26 AM IST
માત્ર 10 રૂપિયાનું રોકાણ કરીને તમે આ રીતે તગડું ફંડ બનાવી શકો
Navi Mutual Fund scheme(ફાઈલ તસવીર)

Navi Mutual Fund scheme: મ્યુચ્યુઅલ ફંડ રોકાણને હંમેશા લાંબાગાળાના રોકાણ તરીકે જોવામાં આવે છે. જો તમે લાંબા સમય માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમને કમ્પાઉન્ડિંગનો જબરદસ્ત લાભ મળશે છે.

  • Share this:
નવી દિલ્હીઃ જો તમે પણ મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઈચ્છુક છો, તો જાણકારી અનુસાર, નવી મ્યુચ્યુઅલ ફંડે તેની મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં નવા રોકાણ અને વધારાના રોકાણ બંને માટે મહત્તમ રકમને હાલ 1000, 500 અને 100 રૂપિયાથી ઘટાડીને 10 રૂપિયા કરી દીધી છે. આ ફેરફાર 27 સપ્ટેમ્બર બાદ લાગૂ થઈ ગયા છે. ઈક્વિટી-લિંક્ડ યોજના સિવાય નવી મ્યુચ્યુઅલ ફંડની બધી જ યોજનાઓમાં મહત્તમ અરજી રાશિની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

લાંબાગાળા માટે રોકાણ કરવાથી કમ્પાઉન્ડિંગનો લાભ


મ્યુચ્યુઅલ ફંડ રોકાણને હંમેશા લાંબાગાળાના રોકાણ તરીકે જોવામાં આવે છે. જો તમે લાંબા સમય માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમને કમ્પાઉન્ડિંગનો જબરદસ્ત લાભ મળશે છે.

આ પણ વાંચોઃ  આજે પણ દબાણમાં છે બજાર, શું 57 હજારની નીચે જશે સેન્સેક્સ?

ત્રણ વર્ષનું લોક-ઈન


ઈએલએસએસ મ્યુચ્યુઅલ ફંડમાં ત્રણ વર્ષનો લોક ઈન સમયગાળો હોય છે. આ જ કારણથી સારું વળતર મેળવવા માટે તમે આ યોજનામાં લાંબાગાળા માટે રોકાણ કરી શકો છો.

ટેક્સ ડિડક્શનનનો ઉઠાવી શકો છો લાભ


આમાં તમે રોકાણ કરો છો તે રકમ પર 1.50 લાખ રૂપિયા સુધીની મર્યાદા સુધી ટેક્સ ડિડક્શનનો લાભ ઉઠાવી શકો છો. એક નાણાકીય વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર કલમ 80સી હેઠળ ટેક્સ કપાતનો દાવો પણ કરી શકો છો.

આ પણ વાંચોઃમંદી... મંદીની બૂમો પડી રહી છે ત્યારે સામનો કરવા કેવી રીતે તૈયારી રહેવું? અહીં સમજો 

મહત્તમ અરજી રકમને ઘટાડીને 10 રૂપિયા કરવામાં આવી


નવી લિક્વિડ ફંડ, નવી રેગ્યુલર સેવિંગ્સ ફંડ ( મુખ્યત્વે ડેટ પેપર્સમાં રોકાણ કરવા વાળી હાઈબ્રિડ સ્કીમ) અને નવી ફ્લેક્સી કેપ ફંડ જેવી યોજનાઓ માટે ન્યૂનતમ અરજી રકમને 1,000 થી ઘટાડીને રૂ.10 કરી દેવામાં આવી છે. આ યોજનાઓ માટે, મહત્તમ અરજી રકમને 100 રૂપિયાથી ઘટાડીને 10 રૂપિયા કરી દેવામાં આવી છે. આ નવી મ્યુચ્યુઅલ ફંડના ઈક્વિટી હાઈબ્રિડ ફંડ પર પણ લાગૂ થાય છે, જો મુખ્યત્વે ઈક્વિટીમાં રોકાણ કરવા વાળી એક હાઈબ્રિડ સ્કીમ અને લાર્જ એન્ડ મિડ કેપ ફંડ છે.નવી મ્યુચ્યુઅલ ફંડના નિક્ટી 50 ઈન્ડેક્સ ફંડ, નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ, નિફ્ટી બેંક ઈન્ડેક્સ ફંડ, યૂએસ ટોટલ સ્ટોક માર્કેટ ફંડ ઑફ ફંડ, નિફ્ટી મિડ કેપ 150 ઈન્ડેક્સ ફંડ, NASDAQ 100 ફંડ ઑફ ફંડ અને નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સ ફંડ જેવી સ્કીમો માટે, મહત્તમ અરજી રકમ 500 રૂપિયાથી ઘટાડીને 10 રૂપિયા કરી દેવામાં આવી છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Sahil Vaniya
First published: September 28, 2022, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading