PM Kisan Maandhan Yojana: જે ખેડૂતનું નામ પીએમ કિસાન યોજનામાં નોંધાયેલું હોય તેને મહિને 3000 રુપિયાનો મળશે લાભ

News18 Gujarati
Updated: September 12, 2022, 1:08 PM IST
PM Kisan Maandhan Yojana: જે ખેડૂતનું નામ પીએમ કિસાન યોજનામાં નોંધાયેલું હોય તેને મહિને 3000 રુપિયાનો મળશે લાભ
આ રીતે ખેડૂતો દર મહિને રુ.3000 સરકાર પાસેથી મેળવી શકે અને ઉપરતી કિસાન સમ્માન નિધિના વાર્ષિક રુ.6000 તો ખરા જ.

PM Kisan Maandhan Yojana: કેન્દ્ર સરકાર ખેડૂતોની વાર્ષિક આવક વધે તે માટે જુદી જુદી અનેક યોજનાઓ ચલાવે છે. જેમાં સૌથી મુખ્ય પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અને ત્યારબાદ પીએમ કિસાન માનધન યોજના છે. આ બંને યોજના એકબીજા સાથે ઇન્ટરલિંક છે. જેથી કિસાન સમ્માન નિધિ યોજનામાં નોંધાયેલા ખેડૂતને 60 વર્ષની ઉંમર પછી વાર્ષિક રુ. 42000ની રકમ મળી શકે છે.

  • Share this:
નવી દિલ્હીઃ દેશના ખેડૂતોને આર્થિકરીતે મદદરુપ થવા માટે સરકાર સમય સમય પર અલગ અલગ યોજના લઈને આવે છે. હાલમાં જ પીએમ કિસાન સમ્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi Yojana) ના 12માં હપ્તા અંગે માહિતી સામે આવી હતી. આ યોજનામાં નોંધાયેલા ખેડૂતોને વાર્ષિક 6000 રુપિયા ત્રણ સમાન હપ્તામાં એટલે કે દર 4 મહિને રુ.2000ના હપ્તા સ્વરુપે મળે છે. આ યોજના ઉપરાંત સરકાર તરફથી ખેડૂતોને ખાસ સુવિધા રુપે દર મહિને રુ. 3000નું પેન્શન આપતી યોજના પણ ચલાવવામાં આવે છે. આ યોજનાનું નામ પીએમ કિસાન માનધન યોજના (PM Kisan Maandhan Yojana) છે. આ યોજનાની ખાસ વાત એ છે કે તેનો લાભ લેવા માટે ખેડૂતોએ બીજી કોઈ નોંધણી કરવી પડતી નથી તેમજ તેના માટે ખેડૂતોને બીજો કોઈ ખર્ચ કરવાની પણ જરુર પડતી નથી. પીએમ કિસાન સમ્માનનિધિ યોજનામાં રજિસ્ટ્રેશન કરેલું હોય તેવા ખેડૂતોને આપમેળે આ યોજનાનો લાભ મળી શકે છે.

આ પણ વાંચોઃ નિષ્ણાતે કહ્યું આ 3 શેરમાં દમ લગાવીને રોકાણ કરો, ટૂંકાગાળામાં તગડી કમાણી થશે

કોઈપણ રુપિયાનો ખર્ચ કર્યા વગર પેન્શનના હકદાર



જો તમારું પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં એકાઉન્ટ છે તો કોઈપણ અન્ય કાગળિયા કર્યા વગર તે ખેડૂતનું રજિસ્ટ્રેશન પીએમ કિસાન માનધન યોજનામાં પણ થઈ જાય છે. આ પેન્શન યોજના માટે જરુરી રુપિયા ખેડૂતને મળતા સમ્માન નિધિ યોજનાના રુપિયામાંથી જ કટ થઈ જાય છે. જોકે આ માટે ખેડૂતે એક ફોર્મ ભરવું પડે છે. જે બાદથી જ પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત મળતા રુપિયામાંથી દર મહિને જરુરી રુપિયા કપાઈ જાય છે. તેમજ 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતને દર મહિને રુ.3000 પેન્શન તરીકે મળે છે. તો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત મળતા રુપિયા પણ મળતા રહે છે. કારણ કે 60 વર્ષની ઉંમર પછી તમારા પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના હપ્તામાંથી પેન્શનના રુપિયા કપાવાનું બંધ થઈ જાય છે.

આ પણ વાંચોઃ પેરેન્ટ્સની આવક ઓછી હોય તો પણ કઈ રીતે મેળવી શકો વધુ એજ્યુકેશન લોન?

જાણો શું છે પીએમ કિસાન માનધન યોજના

પીએમ કિસાન માનધન યોજના નાના અને સીમાંત ખેડૂતોને માસિક પેન્શન આપતી યોજના છે. જેમાં ખેડૂત 60 વર્ષની ઉંમરના થાય એટલે તેમને દર મહિને રુ.3000 પેન્શન સ્વરુપે મળે છે. એટલે કે વર્ષભરમાં 36000 રુપિયા મળે છે. સામાન્ય રીતે તેમાાં રજિસ્ટ્રેશન માટેની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચેની કોઈપણ ઉમરના ખેડૂત કરાવી શકે છે. તેમજ તેમાં ખેડૂતે પોતાની ઉંમરના હિસાબે આ યોજનામાં રુપિયા જમા કરાવવા પડે છે. આ યોજનામાં માસિક ધોરણે રુ.55થી લઈને રુ. 200 સુધી જમા કરી શકાય છે.

આ પણ વાંચોઃ 50 વર્ષે નિવૃત્તિ લઈને દુનિયા ફરવા 30 વર્ષે જ આ રીતે પ્લાનિંગ કરો અને પછી જીવો મજાની લાઈફ

જાણો આખું ગણિત


પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં ત્રણ સમાન હપ્તામાં રુ. 6000ની મદદ કરવામાં આવે છે. બીજી તરફ પેન્શન યોજનામાં ઓછમાં ઓછા રુ.55થી 200 રુપિયા દર મહિને જમા કરવામાં આવે છે. તેવામાં વધુમાં વધુ વાર્ષિક 2400 રુપિયા અને મિનિમમ 660 રુપિયા પેન્શન યોજનામાં જમા થઈ શકે છે. હવે ત્યારે વાર્ષિક ધોરણે જો વધુમાં વધુ 2400 રુપિયા કપાય છે તો પણ સમ્માન નિધિના વાર્ષિક કુલ રુપિયા 3600 એકાઉન્ટમાં બચશે. તેમજ 60ની ઉંમર પછી કુલ ફાયદો વાર્ષિક રુ.42000 થઈ જશે. જેમાં રુ.36000 પેન્શન તરીકે અને રુ. 6000 સમ્માન નિધિના હપ્તા તરીકે રહેશે.
Published by: Mitesh Purohit
First published: September 12, 2022, 1:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading